પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકો તમારા પૈસા, ઓછા રોકાણમાં આવશે વધુ વ્યાજ અને વળતર… જાણો કંઈ યોજનામાં છે વધુ નફો….

સુરક્ષિત અને સારા રિટર્ન માટે પોસ્ટ ઓફિસ એટલે કે ડાક ઘરની બચત યોજનાઓને સારી માનવામાં આવે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તેમાં કરેલ ઇન્વેસ્ટ સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય છે. પોસ્ટ ઓફિસમાં બચત યોજના હોય છે, તેની ઉપર ઉપસ્થિત વ્યાજ દર વર્ષના 7.6 ટકા લેખે હોય છે. આવો જાણીએ પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ વિશે.

પોસ્ટ ઓફિસ ઘણા બધા પ્રકારની સેવિંગ સ્કીમ ચલાવે છે. આ સેવિંગ સ્કીમથી લોકો પૈસાની બચત કરી શકે છે અને તે પોસ્ટમાં આસાની થાય છે. પોસ્ટ ઓફિસ બચત યોજનામાં ઇન્વેસ્ટ કરવા માટે રોકાણકાર વધુ વ્યાજ દરની સાથે સાથે ટેક્સમાં પણ છૂટનો લાભ પણ લઈ શકે છે. પોસ્ટ ઓફિસ ઘણી બધી સારી બચત યોજના ચલાવે છે જેમ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ વગેરે. જાણીએ કે તેમાં સૌથી વધુ વ્યાજ કઈ યોજના ઉપર મળી રહ્યું છે અને કઈ યોજના તમારી માટે સૌથી ફાયદાકારક રહેશે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ : નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે NSC માં રોકાણ કરવા માટેનો મેચ્યોરિટી પિરિયડ પાંચ વરસનો નિર્ધારિત કરવામાં આવ્યો છે તથા આ યોજનામાં રોકાણકાર માટે વાર્ષિક 6.8 ટકાનો વ્યાજદર નક્કી કરવામાં આવ્યો છે. આ યોજનામાં નિવેશ કરવા માટે તમારે ઓછામાં ઓછા 100 રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યા છે તથા કોઈ પણ વધુ રાશિ નિર્ધારિત કરવામાં આવી નથી. તેમાં ધારા 80 સી મુજબ એક સમાન 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ મળે છે. તેમાં ખાતું ખોલાવ્યાના પાંચ વર્ષ પછી તમે તેને બંધ કરાવી શકો છો. NSC ને કરાવ્યા બાદ મેચ્યોરિટી ડેટની વચ્ચે એક વખત એક વ્યક્તિથી બીજા વ્યક્તિના નામ ઉપર ટ્રાન્સફર કરી શકાય છે.

વરિષ્ઠ નાગરિક બચત યોજના (Senior Citizens Savings Scheme-SCSS) : વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં રોકાણકારોને 7.4 ટકાના દરથી વ્યાજ મળે છે તેમાં ખાતું ખોલાવવા માટે તમારી ઉંમર 60 વર્ષની હોવી જોઈએ. તેમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી અને વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો. તેમાં ખાતું ખોલાવ્યાના તારીખથી પાંચ વર્ષ પછી જમા રાશિ મેચ્યોર થાય છે. પરંતુ આ અવધિ માત્ર એક વખત ત્રણ વર્ષ માટે વધારી શકાય છે. આ યોજનાનો હેતુ રિટાયરમેન્ટ પછી સિનિયર સિટીઝનને એક રેગ્યુલર ઇનકમ પ્રદાન કરવાનો છે. SCSS દ્વારા બેંકો અને પોસ્ટમાં તમે ખાતું ખોલાવી શકો છો સરકાર દ્વારા સમર્થિત હોવાના કારણે તેની ઉપર મળતા રિટર્ન ગેરંટેડ છે. તેમાં 80 સી દ્વારા ટેક્સમાં છૂટ મળે છે.

પીપીએફ : PPF અથવા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ દેશની સૌથી લોકપ્રિય બચત યોજનાઓ માંથી એક છે. આ યોજનાને કેન્દ્ર સરકાર દ્વારા ઓફર કરવામાં આવી છે અને આ યોજનામાં રોકાણ કરેલ પૈસા પર રિટર્ન સુરક્ષિત અને ગેરેન્ટેડ હોય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાના રોકાણકારોને ખૂબ જ લાભ પહોંચાડે છે અત્યારે તેમાં 7.10 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ યોજનામાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછા 500 રૂપિયાની સાથે શરૂ કરી શકાય છે અને વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધી તમે રોકાણ કરી શકો છો. PPF 15 વર્ષની અવધિનો એક લોંગ ટર્મ રોકાણ છે, તેનો અર્થ એ છે કે પીપીએફ ખાતામાં જમા રાશિને મેચ્યોરિટી થવા પર જ કાઢી શકાય છે જે પંદર વર્ષની છે. તે વધીને પાંચ વર્ષ માટે વધુ વધારી શકાય છે. તેમાં ધારા 80 સી દ્વારા ટેક્સ માં છૂટ મળે છે અને તેની સાથે જ રોકાણ રાશિની સાથે પીપીએફ ડિપોઝિટ ઉપર વ્યાજમાં પણ કોઈ ટેક્સ લાગતો નથી.

કિસાન વિકાસ પત્ર : કિસાન વિકાસ પત્ર ભારત સરકારની એક વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. તેમાં એક નક્કી કરેલી અવધિમાં તમારા પૈસા ડબલ થઈ જાય છે. કિસાન વિકાસ પત્ર દેશના દરેક પોસ્ટ ઓફિસમાં અને મોટી બેંકોમાં ઉપસ્થિત હોય છે તેની ઉપર અત્યારે પણ વ્યાજ 6.90 ટકા છે. તેનો મેચ્યોરિટી સમય અત્યારે 124 મહિના છે. તેમાં ઓછામાં ઓછા 1000 રૂપિયા રોકાણ કરવાના હોય છે અને વધુમાં વધુ રોકાણની કોઈ લિમિટ નથી. કિસાન વિકાસ પત્ર સર્ટીફીકેટના રૂપમાં રોકાણ થાય છે. આ પોસ્ટ સ્કીમ ઉપર સરકારી ગેરેન્ટી મળે છે. તેથી તેમાં જોખમ બિલકુલ નથી. તેને 2.5 વર્ષ પછી કેશ કરી શકાય છે. તેમાં ધારા 80 સી દ્વારા ટેક્સમાં છૂટ મળતી નથી.

સુકન્યા સમૃદ્ધિ યોજના : સુકન્યા સમૃદ્ધિ યોજના દેશની નાની બચત યોજના છે. તેની શરૂઆત બેટી બચાવો બેટી પઢાવો અભિયાન દ્વારા કરવામાં આવી હતી. તેના અંતર્ગત માતા-પિતા અથવા કાનૂની માતા-પિતા પોતાની બાળકીના નામથી ખાતું ખોલાવી શકે છે. આ યોજના અંતર્ગત ખાતું ખોલાવવા માટે બાળકીની વય મર્યાદા દસ વર્ષથી ઓછી હોવી જોઈએ.

પોસ્ટ ઓફિસની બચત યોજનામાં સૌથી વધુ વ્યાજ દર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મળી રહ્યું છે. તેની ઉપર વ્યાજનો દર 7.60 ટકા છે. તેનો મેચ્યોરિટી સમય 15 વર્ષનો છે તેમાં ઓછામાં ઓછા 250 રૂપિયા તમે રોકાણ કરી શકો છો અને વધુમાં વધુ વાર્ષિક દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો. તેના આધાર ઉપર તમે તમારી બાળકીના નામ ઉપર તેનું એકાઉન્ટ ખોલાવી શકો છો ધારા 80 સી મુજબ તમને તેમાં ટેક્સમાં પણ છૂટ મળે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment