કરન્સી નોટ પર રહેલા ચિત્રો અને નિશાનીઓ વિશે આ ખાસ જાણકારી જુઓ… તમને કામ આવી શકે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💴 મિત્રો નોટ પર બનેલી દરેક તસ્વીર છે કોઈને કોઈ ખાસ વસ્તુઓ… 💴

💴 મિત્રો ગત વર્ષે ડીમોનેટાઈઝેશન આપણા ભારતમાં થયું હતું જેમાં જૂની નોટો બંધ કરીને નવી નોટો બહાર પડેલી હતી ત્યારે નવી નોટ પર કંઈ તસ્વીરો રાખવી તે એક ચર્ચાનો મુદ્દો બની ગયો હતો. આ ઉપરાંત તે નોટ આવ્યા બાદ પછી પણ તે નોટની ડીઝાઈન લોકો માટે ચર્ચાનો વિષય બની ગયો હતો. ક્યારેક કોઈએ તેના રંગ પર ટીપ્પણી કરી તો ક્યારેય તેની ડીઝાઈન પર ટીપ્પણીઓ કરી. મિત્રો આ નોટોમાં એક એવી વસ્તુ હતી કે જેણે લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તે હતી તેમાં રહેલી તસ્વીરો. Image Source :

💴 મિત્રો એવું કહેવાય છે કે નોટ પર બનાવેલી તસ્વીર દેશના તે સમયના કાર્યકાળની સ્થિતિ અને સમય ને દર્શાવતી હોય છે. તો મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે આ તસ્વીરો કંઈ વાતો તરફ ઈશારાઓ કરે છે. તમને ખબર છે દરેક નોટોમાં કોઈને કોઈ ખાસિયત વાળી તસ્વીર રહેલી હોય છે. તે તસ્વીર આપણા દેશની કોઈ ખાસ વસ્તુઓ કે જગ્યાઓને દર્શાવે છે. તો ચાલો જાણીએ કે કંઈ નોટમાં કંઈ ખાસ તસ્વીર છૂપાયેલી છે.

Image Source :

💴 સૌથી પહેલા આપણી જૂની નોટની વાત કરીએ 1 રૂપિયાની નોટ તો મિત્રો તે નોટ પર રહેલ ઓઇલપિટ આપણી ઔદ્યોગિક ક્રાંતિને દર્શાવે છે. ત્યાર બાત વાત કરીએ 2 રૂપિયાની નોટ તો તે તેમાં હતી આર્યભટ્ટ સેટેલાઈટની તસ્વીર જે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આપણા દેશની પ્રગતી અને સફળતા દર્શાવે છે. ત્યાર બાદ છે 5 રૂપિયાની નોટ તો તેની પર ફાર્મ મેકેનીઝમની તસ્વીર હતી જે આપણા દેશમાં થયેલ કૃષિ ક્ષેત્રનો વિકાસ દર્શાવે છે.

💴 ત્યાર બાદ વાત કરીએ ૧૦ રૂપિયાની નોટની તો તેની પર બનેલ તસ્વીર જેમાં હાથી અને વાઘ પ્રાણીઓ અને જીવજંતુઓ દેખાય છે. તે તસ્વીર આપણા દેશમાં રહેલ અલગ અલગ પ્રકારના જીવજંતુ અને પ્રાણીવર્ગની વિભિન્નતા દર્શાવતું ચિત્ર છે. ત્યાર બાદ ૨૦ રૂપિયાની નોટમાં છે જે ચિત્ર છે તે એક સ્થળ દર્શાવે છે. તે અંદમાન અને નિકોબાર આઇસ્લેન્ડનું ચિત્ર છે.

Image Source :

💴 ત્યાર બાદ વાત કરીએ ૫૦ રૂપિયાની નોટની તો તેના પર આપણા દેશની કાર્યવાહીકા સંસદનું ચિત્ર લગાવેલું છે. જે આપણા દેશના લોકતંત્રના મહત્વને દર્શાવે છે. મિત્રો વાત કરીએ ૧૦૦ રૂપિયાની નોટને તો તેની પર કાંચનજંઘા પર્વતનું ચિત્ર છે જે દેશની ઊંચાઈને દર્શાવે છે. તે દેશની સૌથી ઉંચુ શિખર છે.

💴 તેવી જ રીતે વાત કરીએ ૫૦૦ ની નોટની તો જે નવી ૫૦૦ રૂપિયાની નોટ છે તેમાં લાલ કિલ્લાનું ચિત્ર છે જે આપણા ઇતિહાસની નિશાની છે.

Image Source :

💴 ૨૦૦૦ રૂપિયાની નોટ પર ચંદ્ર્યાનની તસ્વીર બનેલી છે જે આપણા દેશના અંતરીક્ષ મિશન પર પ્રતિનિધિત્વ કરે છે. તો મિત્રો આ રીતે પહેલાથી જ આપણી ઇન્ડિયન કરન્સી નોટ પર આપણા દેશના વિકાસને લગતી માહિતીને ધ્યાનમાં રાખીને જે તે સમયની પ્રગતી અને વિકાસ અંગે દર્શાવતી તસ્વીરો જોવા મળે છે જે તસ્વીરો ખરેખર ભારતનું ગૌરવ વધારે છે.

💴 તો આ રીતે અલગ અલગ ક્ષેત્રમાં જેમ કે ઔદ્યોગિક, વિજ્ઞાન અને ટેકનોલોજી વગેરે જેવા ક્ષેત્રમાં આપણા દેશની પ્રગતિનું પ્રતિક છે આપણા દેશનું ચલણ. આ ઉપરાંત આપણો પ્રાકૃતિક વારસો તેમજ ઐતિહાસિક વારસાની ઝાંખી પણ કરાવે છે. તો મિત્રો કોઈ ભારતનો વિકાસ પૂછે તો તેમને આપણું ચલણ બતાવી દેવું યોગ્ય રહેશે ખરું ને ?

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment