ભારતના આ પાંચ રાજ્યો છે સૌથી મોટા કર્જદાર…. જાણો ગુજરાત રાજ્ય પર કેટલું દેવું છે.. જાણીને ચોકી જશો.
મિત્રો આપના દેશમાં હાલ ઘણી બધી સવલતો અને સુવિધાઓ ઉભી થઇ ગઈ છે. જેના પગલે ચાલતા આજે આખી દુનિયામાં ભારતનું નામ ખુબ જ ચમકી રહ્યું છે. આજે ભારત આખા વિશ્વમાં સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે અને અર્થવ્યવસ્થાના પગલે સૌથી તેજીથી ચાલતી અર્થવ્યવસ્થા જો દુનિયામાં કોઈની હોય તો એ માત્ર ભારતની છે. આજે આખી દુનિયામાં ભારતનો જીડીપી ઘણો આગળ છે. પરંતુ ભારતના અમુક રાજ્યો છે જેના કારણે ઘણી વાર ભારતનો જીડીપી નીચે આવી જતો હોય છે.
આખા ભારતનો જીડીપી બધા જ રાજ્યો પર ખુબ જ નિર્ભર હોય છે. જેના કારણે દેશનો વિકાસ નક્કી થાય છે. કેમ કે જો રાજ્યનો વિકાસ ન હોય તો દેશના વિકાસમાં અડચણ આવે છે. તો આજે અમે તમને ભારતના અમુક એવા રાજ્યો વિષે જણાવશું જે આજે ખુબ જ કર્જમાં ડૂબેલા છે. જેનો વિકાસ હોવા છતાં પણ આજે તેમના પર ખુબ જ કર્જ છે. તે રાજ્યોને આજે આખું વિશ્વ ઓળખે છે પરંતુ તે પાંચ રાજ્યો ભારતના સૌથી મોટા કર્જદાર છે.
તેમાં સૌથી પહેલું રાજ્ય છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર ભારતનું પહેલું અને સૌથી વધારે કર્જદાર રાજ્ય ગણવામાં આવે છે. મિત્રો અમ તો મહારાષ્ટ્રને દેશનું અમીર રાજ્ય માનવામાં આવે છે પરંતુ તેના પર એટલું કર્જ છે કે જે સામાન્ય રીતે ચુકવવું એ રાજ્યની આર્થિક સ્થિતિ પર ખુબ જ અસર કરે છે. તેની સાથે સાથે મહારાષ્ટ્રને ભારતનું સૌથી મોટું શહેરી રાજ્ય પણ કહેવામાં આવે છે. કેમ કે ત્યાં મુંબઈ અને પુણે જેવા મોટા મોટા શહેરો આવ્યા છે. જ્યાં આજે આખી દુનિયાભરના લોકો પૈસા કમાવવામાં માટે જાય છે. પરંતુ ત્યાં લોકો માત્ર પોતાનો વિકાસ કરવા માંગે છે. એટલા માટે ટેક્સ ઓછો ભરે છે. જેના કારણે ત્યાંની સરકાર આજે લેણામાં ડૂબેલી છે. મહારાષ્ટ્રનું કર્જ આજે લગભગ કુલ મળીને 3.44 લાખ કરોડ રૂપિયા છે.
મિત્રો ઉત્તર પ્રદેશને પણ ભારતનું સૌથી મોટું કર્જદાર રાજ્ય માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશ એટલા માટે કર્જદાર રાજ્ય છે કેમ કે તે ભારતનું સૌથી વધુ જન સંખ્યા વાળું રાજ્ય છે. જેના કારણે ત્યાંની આર્થિક વ્યવસ્થાને સંભાળવી ખુબ જ મુશ્કેલ બની જાય છે. કેમ કે જ્યાર પછી યોગી સરકાર બની ત્યાર બાદ તેમાં થોડો બદલાવ આવ્યો છે. પરંતુ જ્યારે ત્યાં યોગી સરકાર પહેલાની જે સરકાર હતી તેના દ્વારા ખુબ જ કરપ્શન કર્યું હતું. જેનું લેણું રાજ્ય દ્વારા ચુકવવું પડે છે. આમ જોઈએ તો આર્થિક રીતે ઉત્તર પ્રદેશ સુખી રાજ્ય માનવામાં આવે છે પરંતુ છતાં પણ રાજ્ય પર કુલ મળીને 2.95 લાખ કરોડ રૂપિયા કર્જ છે.
ભારતનું સૌથી ત્રીજું કર્જદાર રાજ્ય છે પશ્વિમ બંગાળ. મિત્રો આમ પણ પશ્વિમ બંગાળ પછાત રાજ્ય માનવામાં આવે છે. કેમ કે ત્યાં પણ વસ્તી વધારે છે અને રોજગારની ક્ષમતા ઓછી ઓછી છે. જેના કારણે ત્યાંની સરકારને ટેક્સ ખુબ જ ઓછો મળવા પાત્ર છે. જેના કારણે પશ્વિમ બંગાળ પણ ખુબ જ કર્જમાં ડૂબેલું રાજ્ય છે. ત્યાંના લોકોમાં આર્થિક સંપન્નતા જોવા મળે છે પરંતુ રાજ્યનું કર્જ પણ ખુબ જ છે. પશ્વિમ બંગાળનું કર્જ પણ 2.50 લાખ કરોડ કરતા પણ વધારે છે.
ત્યાર બાદ છે આપણું ગુજરાત. હા મિત્રો, આપણું ગુજરાત પણ ખુબ જ કર્જમાં ડૂબેલું રાજ્ય છે. આજે ગુજરાતને ભારત દેશનું સૌથી ઝડપી વિકાસ કરતુ રાજ્ય માનવામાં આવે છે. આજે ગુજરાતમાં દરેક મોટા શહેરોનો સર્વાંગી વિકાસ ખુબ જ કરવામાં આવ્યો છે. પરંતુ આજે તેમ છતાં પણ ગુજરાત કર્જમાં રહેલું છે. ગુજરાતમાં લોકોએ સર્વાંગી વિકાસ ખુબ જ કર્યો પરંતુ ટેક્સ ન ભરવાને કારણે આજે ગુજરાત રાજ્ય પર 1.76 લાખ કરોડ રૂપિયાનું લેણું છે. કેમ કે આજે ગુજરાતમાં એક વ્યક્તિ દીઠ લગભગ 96,976 છે. પરંતુ તેમ છતાં પણ આજે ગુજરાત કર્જદાર રાજ્યોના લીસ્ટમાં આવે છે.
ત્યાર પછી પાંચમું રાજ્ય છે આંધ્રપ્રદેશ. મિત્રો આંધ્રપ્રદેશ પણ એક ખુબ જ કર્જદાર રાજ્ય છે. કેમ કે ત્યાં પણ કામ અને રોજગારની ખુબ જ અછત છે. આંધ્રપ્રદેશમાં રેવેન્યુ પોતાના સર્વિસ ટેક્સમાંથી મળે છે જેના કારણે દિવસે દિવસે રાજ્ય માથે કર્જ વધતું જાય છે. ત્યાં ખનીજોની ખાણો પણ આવેલી છે. તેમ છતાં પણ ત્યાં લગભગ 1.73 કર્જ છે. પરંતુ હાલ ત્યાં પણ ખુબ જ વિકાસ થઇ રહ્યો છે. પરંતુ રાજ્ય પરથી કર્જ ઘટતું નથી. અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google