36 કરોડ વર્ષ પહેલા ઓઝોન સ્તરમાં છેદ પડવાથી થયો હતો પૃથ્વીનો વિનાશ- ફરી બની શકે છે આ દુર્ઘટના.

મિત્રો આજકાલ આપણે જોઈએ છે કે, આ ધરતી પર ખુબ જ પ્રદુષણ થઈ રહ્યું છે. આ પ્રદુષણના કારણે ધરતી પર ખુબ જ મોટા સંકટના એંધાણ બની રહ્યા છે. તો આજે અમે તમને ભૂતકાળની એક એવી ઘટના વિશે જણાવશું જેમાં જે આપણને ભવિષ્ય માટે સચેત કરે છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

મિત્રો લગભગ 6.60 કરોડ વર્ષ પહેલા એક મોટો એસ્ટોરોઈડ એટલે કે ઉલ્કાપિંડ ધરતી સાથે ટકરાયો હતો. તે સમયે આ ઘટનાથી ધરતી પર રહેતા લગભગ 75% જીવજંતુ મૃત્યુ પામ્યા હતા. હજારો વર્ષો સુધી આકાશમાં ધુમાડો અને વાદળા બની રહ્યા હતા. ત્યાં સુધી કે સૂર્યની રોશની પણ ધરતી સુધી પહોંચી શકતી ન હતી. પરંતુ આ ઘટના પહેલા પણ એક ભયાનક હાદસો થયો હતો. તેના કારણે આખી પૃથ્વી પરના વૃક્ષો-છોડ અને સમુદ્રી જીવજંતુ પણ ખતમ થઈ ગયા હતા. 

આ બધી વાત આજે અમે તમને એટલા માટે જણાવી રહ્યા છીએ કે, આ દુનિયા પર આ સંકટ ફરી નિર્માણ થઈ શકે છે. પહેલા બનેલી આ પ્રકારની ઘટના બીજી વાર પણ આ ધરતી પર નિર્માણ થઈ શકે છે. આવું નિષ્ણાંતોનું કહેવું છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે આવું શા માટે થશે. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. જાણીને તમે પણ ચોંકી જશો. 

આજથી લગભગ 36 કરોડ વર્ષ પહેલાં આપણી પૃથ્વી પર રહેલા છોડ-વૃક્ષ અને સમુદ્રી જીવજંતુઓ ખતમ થઈ ગયા હતા. આ ઘટના એટલા માટે સર્જાય હતી કારણ કે પૃથ્વીની ઉપરનું ઓઝોન વાયુના સ્તરમાં છેદ પડી ગયો હતો. તો આ જાણકારી એક નવા રીચર્સમાં સામે આવી છે, જે સાયંસ એડવાન્સેસ નામના એક મેગેઝીનમાં પ્રકાશિત થઈ છે.

તો કરવામાં આવેલ આ રીચર્સના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 36 કરોડ વર્ષ પહેલાં છેદ થઈ ગયો હતો. તેના કારણે સાફ પાણીની અંદર રહેલ જીવન, છોડ-વૃક્ષ, સમુદ્રી જીવજંતુ વગેરે લગભગ બધું જ ખતમ થઈ ગયું હતું. ત્યારે ધરતી ઘણી જગ્યાઓ પર માત્ર આગ જ દેખાતી હતી. આ ધરતી નષ્ટ થઈ ગઈ હતી અને બધી જ જગ્યાઓ પર ભયાનક ગરમી હતી. 

આ રીચર્સ ત્યાં સુધી કરવામાં આવ્યું હતું કે, વૈજ્ઞાનિકોએ અમુક પુરાતત્વ પથ્થરોના છિદ્રોમાં ખુબ જ નાના અને સુક્ષ્મ છોડ મળી આવ્યા. જ્યારે આ છોડનું અધ્યયન કરવામાં આવ્યું ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો. જો કે રીચર્સમાં એવું જાણવામાં આવ્યું હતું કે, તેમાં અમુક છોડ સહી સલામત હતા પરંતુ અમુક છોડ બળીને ખાખ થઈ ગયા હતા. 

ખરાબ થયેલા છોડનું વૈજ્ઞાનિકોએ અધ્યયન કર્યું તો જાણવા મળ્યું કે, સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે છોડ બળી ગયા અને પછી ખરાબ થઈ ગયા. ત્યાર બાદ વૈજ્ઞાનિકોના પણ હોંશ ઉડી ગયા હતા. કેમ કે ઓઝોન વાયુનું સ્તર આપણને હંમેશા સૂર્યના હાનિકારક કિરણોથો બચાવે છે જે એક વાર આટલો મોટો હાદસો કરી ચુક્યું છે. તેમજ અધ્યયનમાં જાણવા મળ્યું કે, ઓઝોન વાયુના સ્તરમાં છેદ હોવાના કારણે જે ગરમી વધી રહી છે, તેનાથી ધરતીની અંદર જ્વાળામુખી ગતિવિધિઓ વધી ગઈ છે. ઘણા દેશોમાં જ્વાળામુખી ફાટી ગયા હતા, ભયાનક તબાહી મચી ગઈ હતી, ત્યાર બાદ માત્ર તબાહી જ તબાહી હતી. 

પરંતુ જ્યારે ધરતીનું વાતાવરણ એટલું ગરમ હતું ત્યારે શરૂ થયો આઈસ એજ. એટલે કે હિમયુગ. તેના કારણે ફરીવાર આ દુનિયામાં જીનજીવન શરૂ થયું. ગરમ થઈ રહેલી ધરતી ધીમે-ધીમે ઠંડી થવા લાગી. વૈજ્ઞાનિકોએ ફરીવાર સમજાવ્યું કે જો ઓઝોન વાયુના લેયરમાં આવો છેદ થશે તો 36 કરોડ વર્ષ પહેલાં જે ઘટના બની એ ફરીવાર થઈ શકે છે અને આ ધરતી પર કોઈ પણ જીવંત નહિ રહે.

Leave a Comment