મિત્રો ઘણી વાર અમુક નાની ભૂલ એવી થઇ જતી હોય છે, જે ભૂલ હોય છે સામાન્ય પરંતુ તેનું નિવારણ લાવવું ખુબ જ મુશ્કેલ હોય છે. તો આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવશું જે જાણીને તમે દંગ રહી જશો. આજે તમને જણાવશું કે જો ભૂલથી ડીઝલ વાળી ગાડીની ટાંકીમાં પેટ્રોલ નાખી દેવામાં આવે તો શું કરવું જોઈએ ? માટે આ લેખને અવશ્ય વાંચવો જોઈએ. કેમ કે ગમે ત્યારે આ બાબત તમને કામ આવી શકે છે.
તો જ્યારે ડીઝલ ગાડીમાં પેટ્રોલ નાખી દેવામાં આવે તો પહેલા ગાડીને સ્ટાર્ટ ક્યારેય ન કરવી જોઈએ. પરંતુ ત્યાર બાદ મિકેનિકને શોધવો જોઈએ. પરંતુ ઘણી વાર પરિસ્થિતિ એવી પણ સર્જાય કે મિકેનિકને પણ આ બાબતની ખબર ન પડતી હોય, અથવા તો મિકેનિક ન મળે. તો ત્યારે આપણી પાસે કોઈ ઓપ્શન્સ ન બચે. ત્યારે કોઈને કોઈ આપણે જ એક્શન લેવા પડે. તો ચાલો જાણીએ આપણે શું એવા સમયે શું કરવું જોઈએ. સૌથી પહેલા તો તમારે અમુક ટુલ્સ જોઇશે અને એક મોટું વાસણ જે ફ્યુલ ટેંકની નીચે આવી શકે. ગાડીના ફ્યુલ ટેંકની નીચે એક બોલ્ટ હોય છે. જે ફ્યુલ ટેંકને ખાલી કરવા માટેનો હોય છે. તે બોલ્ટને લુઝ કરી નાખવાનો અને મોટું વાસણ હોય તેને ફ્યુલ ટેંકની નીચે મૂકી દેવાનું અને હાથ વડે બોલ્ટને ખોલી નાખવાનો. બધું પેટ્રોલ ખાલી થઇ જાય ત્યાં સુધી તે બોલ્ટને ખોલી નાખવાનો, અને બધું જ પેટ્રોલ ખાલી થઇ જાય પછી બોલ્ટને હાથ વડે ફીટ કરવાનો. પરંતુ એ ધ્યાન રાખવાનું કે બોલ્ટને પૂરો ટાઈટ નથી કરવાનો. પરંતુ હવે ફ્યુલ ટેંકમાં એકથી બે લીટર ડીઝલ નાખવાનું અને ગાડીને હલાવવાની કોશિશ કરવાની.
ગાડીને ધીમેથી હલાવ્યા બાદ ધીમેથી બોલ્ટને ખોલી નાખવાનો. હવે બધું જ ડીઝલ બહાર નીકળી ગયા બાદ બોલ્ટને સંપૂર્ણ ટાઈટ કરી દેવાનો. ત્યાર બાદ તમે ગાડીમાં ડીઝલ ભરી શકો છો. પરંતુ હજુ એક ધ્યાન એ રાખવાનું છે કે ગાડીને સ્ટાર્ટ નથી કરવાની. ડીઝલ ભર્યા બાદ ગાડીનું બોનેટ ખોલવાનું, ત્યાં તમને ફયુલ ફિલ્ટરની પાસે એક ફિલ્ડ પંપ મળશે. તેને થોડી વાર દબાવી રાખવાનો અને છોડી દેવાનો. પરંતુ હવે એક વ્યક્તિને ગાડી સ્ટાર્ટ કરવા માટે કહો અને તમે એ પંપને દબાવી રાખો. પરંતુ એ ધ્યાન રાખવાનું કે ગાડી સ્ટાર્ટ થતી હોય ત્યારે તમારો હાથ રેડીએટર પાસે ન હોય. જો ગાડી સ્ટાર્ટ થઇ જાય તો તેને થોડી વાર નોર્મલ ચાલુ રહેવા દેવાની અને એક્સીલેટર નહિ આપવાનું. થોડી વાર ગાડીને ચાલુ રાખ્યા બાદ ગાડીએ બંધ કરીને ફરીવાર ચાલુ કરવાની. ત્યાર બાદ હવે ચાલુ ગાડીનું એક્સીલેટર દબાવવાનું અને છોડવાનું. લગભગ ગાડી પહેલા જેમ નોર્મલ થઇ જશે.
ધ્યાન રાખવાનું કે ગાડીના એન્જિનનો અવાજ પહેલા જેવો છે કે નહિ. કેમ કે ડીઝલ ગાડીમાં પેટ્રોલ નાખવામાં આવે તો તેનો અવાજ બદલી જાય છે. જો અવાજ સામાન્ય જ હોય તો સમજી લેવાનું કે તમારી ગાડી સામાન્ય સ્થિતિમાં આવી ગઈ છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google