દરેક પુરુષ સ્ત્રીને પૂછતાં હોય છે આ વસ્તુ… પણ ક્યારેય ભૂલથી સ્ત્રીને ના પૂછતા આ વાત, નહિ તો પસ્તાવું પડશે.

દરેક પતિ પત્ની એક સ્ત્રી અને પુરુષ છે. ભગવાને બંનેને ભલે માનસ બનાવ્યા પણ હજુ ઘણી બધી બાબતોમાં તેઓ અલગ અલગ છે. દરેક પુરુષને એક એવી સ્ત્રી જોતી હોય જે તેનું કહે તેમ કરવી જોઈએ અને સ્ત્રીને એવો પુરુષ જોઈએ છે કે જે તેનો એકનો બનીને રહે. આ જ પ્રોબ્લેમમાં ઘણી વખત આશાથી બંધાયેલા સબંધો વિખેરાઈ જતા હોય છે.

આજે તમને એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જે ખાનગી છે પણ દરેક પુરુષે જાણવી પણ જરૂરી છે. જો આ વાત જે પુરુષ અને સ્ત્રી સમજી જાય તો લગ્ન જીવનમાં ક્યારેય નિરાશા અને દુખ નહિ આવે અને બંનેના સંબંધો ખુશીઓથી ભરાઈ જાય છે.

એક વસ્તુ યાદ રાખો કે દરેક સંબંધો વિશ્વાસ પર રહેલો હોય છે. આથી આ ખુબ જ નાજુક, ખૂબસૂરત અને સંવેદનશીલ સંબંધને મજબુત બનાવવા માટે બંને પાર્ટનરે સમજદારીથી કામ કરવું જોઈએ. પરંતુ જો તમારી એક નાની એવી ભૂલ થઇ જાય તો એ ભૂલ તમારા સંબંધોને કડવા બનાવી દે છે. ચાલો તો જાણીએ કે કંઈ એવી  બાબતો છે જે લગ્ન પછી ભૂલીથી પણ પોતાના પાર્ટનરને ન કરવી જોઈએ.સ્ત્રીની (તમારી પત્નીની) તુલના તમારી જૂની ગર્લફ્રેન્ડ સાથે ક્યારેય ન કરવી. ભૂલીને પણ લગ્ન પછી પોતાના જીવનસાથીની તુલના પોતાના અતિત સાથે એટલે કે એક્સ સાથે ન કરવી જોઈએ. આમ કરવાથી તમારા રિલેશનશિપમાં તિરાડ પડી શકે છે. જો એક વસ્તુ યાદ રાખો કે દુનિયાની કોઈ સ્ત્રી એકસમાન નથી હોતી. 

તમે પત્નીને એમ કહીને અપમાનિત કરો છો કે તું મારી પેલી ગર્લફ્રેન્ડ જેવી આકર્ષક અને બોલવામાં ચતુર નથી, તે એકદમ મોર્ડન જમાના મુજબની છે, તો ભાઈ યાદ રાખો કે તમારી પત્ની ઘરને સાચવે છે, બાળકો તેમજ તમારા માબાપની સેવા કરે છે. પણ યાદ રાખો તમારી જૂની ગર્લફ્રેન્ડ ભલે મોર્ડન હોય તો તમારા માબાપને સાચવવા કદાચ તૈયાર ના પણ થાય, તે પોતે પણ કહે કે મારે પણ જોબ કરવી છે. તો ભાઈ બોલો તમારું ઘર અને માબાપ કોણ સાચવશે.. યાદ રાખો ગૃહિણીથી મોટું કોઈ નથી.

સ્ત્રીનું પોતાનું સ્વમાન હોય છે આથી તેને ઠેસ પહોંચે એવી વાત ક્યારેય ન કરાવી જોઈએ. જેમકે તમારી પત્ની સામે બીજા ના બનાવેલા ભોજન ના વખાણ વધારે ના કરવા જોઈએ ને કરો તો સાથે સાથે એમની રસોઈ ને પણ માન આપવું જોઈએ. 

ક્યારેય સ્ત્રી (પત્ની) સામે તેને ના પૂછવું કે તારે શું ભૂતકાળમાં કોઈ સાથે સબંધ હતો? અને જો તે સ્ત્રી હા કહે, તો આનાથી એક પતિ તરીકે તમે દુખી થઇ જશો કે મારી વાઈફને પહેલા પણ કોઈ સાથે સબંધ હતો. પણ શું તમે તમારી વાઈફનો ભૂતકાળ બદલી શકવાના છો? નહિ ને… તો પછી આ વાત ક્યારેય તેને પૂછવી જ ના જોઈએ. પણ હા, એક વાત જરૂર કરવી કે પૂરી લાઈફ એક બેસ્ટ પત્ની તરીકે મારો સાથ આપજે..

ક્યારેય તમારી પત્નીના પિતા, ભાઈ કે અન્ય પરીવાર જનો વિશે ગમે તેમ ના બોલવું, કેમ કે તમારી પત્ની તેમને છોડીને તમારી સાથે જીવન પસાર કરવા આવી ગઈ છે, પણ તેની મમતા તો હજુ પિયર સાથ જોડાયેલી હોય જ, પણ મોટા ભાગના પુરુષો લગ્ન બાદ આ ભૂલ કરતા હોય છે અને તેના ભાઈ કે પપ્પા વિષે ગમે તેમ બોલતા હોય છે. તો મહેરબાની કરીને આ ભૂલ ક્યારેય ના કરવી.

એક બીજી ખાસ વાત પણ છે કે તમારે પત્ની સામે ક્યારેય સીધે સીધું જ શારીરિક સબંધો વિશે ખુલીને કોઈ વસ્તુ વિશે પૂછવું કે કઈ કરવાની ઉતાવળથી કઈ કરવું જોઈએ નહિ, પુરુષ જન્મથી ઓછા શરમાળ સ્વભાવના હોય છે પણ સ્ત્રીઓ ખુબ શરમાળ હોય છે માટે બધી શરૂઆત ધીમેધીમે કરવી, કોઈ પણ આવી અંગત વસ્તુઓ વિશે સ્ત્રીને સીધે સીધું પૂછવું જોઈએ નહિ.જો આવું કરો તો સ્ત્રીને તમારી પ્રત્યે નારાજગી ઉદ્ભવી શકે છે.

પત્નીના મિત્રોની બુરાઈ ન કરવી. ક્યારેય પણ પોતાના જીવનસાથી સામે તેમના દોસ્તોની બુરાઈ ન કરવી જોઈએ. જીવનસાથીના મિત્રો વિશે ક્યારેય પણ અપશબ્દો કે એવી વાતો ન કરવી જોઈએ જેના કારણે તમારા સંબંધ પર તેની ખરાબ અસર થાય. આમ કરવાથી તમારા નીજી સંબંધમાં પણ ખતરો ઊભો થઈ શકે છે. 

લગ્ન પર થયેલા ખર્ચની ચર્ચા પણ ક્યારેય પત્ની સાથે ન કરવી જોઈએ. હંમેશા યાદ રાખવું જોઈએ કે લગ્નના દિવસે જે કંઈ પણ ખર્ચ થયો હોય તેને ક્યારેય પોતાના પાર્ટનરને ન કહેવો જોઈએ. કારણ કે સ્ત્રીને જો આ વાત ખબર પડશે કે તમે તેમના પિતાએ ઓછો ખર્ચ કર્યો છે તો એ જરૂર દુખી થશે. કેમ કે દરેક પિતા માટે દીકરીની વિદાય થી મોટું કોઈ દુખ નથી હોતું અને તમે આની મજાક ઉડાવો તો એ ખોટું કહેવાય.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “દરેક પુરુષ સ્ત્રીને પૂછતાં હોય છે આ વસ્તુ… પણ ક્યારેય ભૂલથી સ્ત્રીને ના પૂછતા આ વાત, નહિ તો પસ્તાવું પડશે.”

Leave a Comment