કરોળિયાના કારણે ઘર કે ગાર્ડનના છોડ ખરાબ થઈ રહ્યા છે ? તો છાંટી દો આ એક વસ્તુ. કરોળિયાનો ઉપદ્રવ ઘટી જશે અને જાળા પણ નહીં થાય

વૃક્ષ અને છોડમાં જીવાત થવાની સમસ્યા સામાન્ય છે. પરંતુ તે વૃક્ષ અને છોડને ખુબ જ નુકશાન કરે છે. કીડા-મકોડાની વાત કરીએ તો ઘણા વૃક્ષ અને છોડ પર કરોળિયાના જાળા જોવા મળે છે. આ કરોળિયા વૃક્ષ અને છોડ પર ચીપકી જાય છે અને તેના પાંદ અથવા ફળ ફૂલને ખાવાનું શરુ કરી દે છે. ઘણી વખત આ કારણે વૃક્ષ અને છોડ સુકાવા લાગે છે. ઘણી વખત એવું બને છે આપણે વૃક્ષ અને છોડમાં સંતાયેલ કરોળિયા જોઈ નથી શકતા અને છોડના પાંદડા સુકાવા લાગે છે.

ફૂલના છોડમાં અકસર કરોળિયા પોતાના જાળા બનાવે છે. શરુઆતમાં તમે જોશો કે આ વૃક્ષ અને છોડ લહેરાઈ રહ્યા છે પણ પછી ધીમે ધીમે કરમાઈ જાય છે. વૃક્ષ અને છોડને કરોળિયાથી બચાવવા માટે જરૂરી છે કે તમે સમયાંતરે કીટ નાશક સ્પ્રે છાંટો. કેમિકલ સ્પ્રેની જગ્યાએ તમે ઘરે જ કીટનાશક બનાવી શકો છો. આ સિવાય જો તમે કરોળિયાનો ઈલાજ સમયે ન કર્યો તો વૃક્ષ જલ્દી મરી જાય છે.

ગાર્ડનમાં કરોળિયાના જાળા : વૃક્ષ અને છોડથી કરોળિયાને દુર કરવા માટે સૌથી પહેલા તેના જાળાને દુર કરો. તે પહેલા પાન પર એટેક કરે છે. તમને જણાવી દઈએ કે, પાનનો લીલો કલર સફેદ થઈ જાય છે. તો તે કરોળિયાનો પ્રભાવ હોય શકે છે. ધીમે ધીમે પાન અને જડ સુકાવા લાગે છે. આથી તમારે પહેલા કરોળિયાના જાળાની તપાસ કરવી જોઈએ. તેને દુર કર્યા પછી કીટનાશક સ્પ્રે કરો. તમને જણાવી દઈએ કે કરોળિયામાં ઘણી પ્રજાતિ હોય છે. લાલ રંગ અક્સર ફૂલના છોડ પર એટેક કરે છે. પરંતુ વૃક્ષ અને છોડની યોગ્ય દેખરેખ ન થવાથી આ સમસ્યા થઈ શકે છે.

આલ્કોહોલ યુક્ત કીટનાશક સ્પ્રે : વૃક્ષ અને છોડને કરોળિયાથી છુટકારો અપાવવા માટે તમે આલ્કોહોલ યુક્ત કીટનાશક સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે બે ઢાંકણા આલ્કોહોલ લો, તેમાં એક કપ પાણી ઉમેરો. આ બન્ને વસ્તુને મિક્સ કરી દો અને છોડ પર છાંટો. વાસ્તવમાં કરોળિયાના કારણે પાનના કલરમાં ફેરફાર જોવા મળે છે. આ સમયે પાન પણ આલ્કોહોલ યુક્ત કીટનાશક સ્પ્રેને છાંટો.

લીક્વીડ ડીશ સોપનો ઉપયોગ : કરોળિયાના આતંકથી છોડને બચાવવા માટે લીક્વીડ ડીશ સોપનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે 1 લીટર ગરમ પાણીમાં 1 ચમચી લીક્વીડ ડીશ સોપ મિક્સ કરી દો. હવે આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લીધા પછી એક સ્પ્રે બોટલ ભરી લો. અને એ બધી જગ્યાએ છાંટો જ્યાં કરોળિયાના જાળા હોય. કોશિશ કરો કે દરરોજ સાંજના સમયે વૃક્ષ અને છોડ પર ઉપરથી નીચે સુધી છંટકાવ કરો.

લીમડાના ઓઈલનો ઉપયોગ : વૃક્ષ અને છોડ પર લાગેલા કોઈ પણ પ્રકારના કીડા મકોડાને દુર કરવા માટે તમે લીમડાના ઓઈલનો ઉપયોગ કરી શકો છો. આ વૃક્ષ અને છોડને કોઈ પણ સમસ્યા સામે રક્ષણ આપે છે. વૃક્ષ અને છોડની પાછળ સંતાયેલ કરોળિયાને દુર કરવા માટે તમે લીમડાના ઓઈલનો ઉપયોગ કરી શકો છો. તમે પાણીમાં લીમડાનું ઓઈલ મિક્સ કરીને ઉપયોગ કરી શકો છો. અઠવાડિયામાં એક વખત આ પ્રયોગ કરો. તેનાથી કરોળિયા મરી જાય છે અને છોડ સારા રહે છે.

હોમમેડ કીટનાશક બનાવો : લીમડાનું ઓઈલ, લીક્વીડ ડીશ સોપ જેવી હોમમેડ કીટનાશક સ્પ્રેનો ઉપયોગ કરવા છતાં પણ કોઈ લાભ નથી થઈ રહ્યો તો પરેશાન થવાની જરૂર નથી. વાસ્તવમાં આપણા રસોડામાં ઘણી એવી વસ્તુઓ છે જેનાથી હર્બલ કીટનાશક સ્પ્રે બનાવી શકાય છે. તે સમસ્યાઓ દુર કરવાની સાથે છોડને હેલ્દી પણ રાખે છે. આ માટે તમે 1 કપ પાણીમાં 1 તજનો ટુકડો, 10 લવિંગ અને 2 કળી પીસેલું લસણ મિક્સ કરીને ગરમ કરો. ત્યાર પછી તેને ઠંડુ થવા દો. જ્યારે તે ઠંડુ થઈ જાય તો તેને સ્પ્રે બોટલમાં ભરી લો. અને દર ત્રણ દિવસે તેનો છંટકાવ કરો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment