સવા પાંચ લાખની ગાડી લ્યો તો પોણા 2 લાખ રૂપિયા તો આપવો પડે છે ટેક્સ, ગાડી લેતા પહેલા એકવાર જાણી લેજો આ ગણિત… ખબર પડી જશે કેટલા લાખ રૂપિયા ટેક્સ ભરવો પડે છે…

મિત્રો પોતાની કાર ખરીદવાનું દરેક મધ્યમ વર્ગીયનું સપનું હોય છે. અને તેઓ પોતાનું સપનું પૂરું પણ કરે છે પરંતુ શું તમને ખબર છે તમે જ્યારે નવી કાર ખરીદો છો તો તેની કિંમતનો એક મોટો ભાગ ટેક્સના રૂપમાં સરકાર પાસે જતો રહે છે. આજે અમે તમને સમજાવીએ છીએ કાર પરનું ટેક્સ ગણિત.

મિત્રો જો તમે 5.33 લાખ રૂપિયાની કાર ખરીદી રહ્યા હોય તો તમારે 1.75 લાખ રૂપિયા ટેક્સના રૂપમાં આપો છે. જો તમે 6 લાખ રૂપિયાની કાર ખરીદો છો તો તમારે લગભગ 2 લાખ (1.98 લાખ) રૂપિયા ટેક્સ આપો છો. ટોયોટા ફોર્ચ્યુનર ની ટોપ મોડલની ઓનરોડ કિંમત લગભગ 60 લાખ રૂપિયા છે. બધું મેળવીને લગભગ 31 લાખ રૂપિયા ટેક્સના રૂપમાં આપી રહ્યા હોઇએ છીએ.

1) શું દરેક કાર પર એક સરખો ટેક્સ લાગે છે?:- બધી કારો પર એક સરખો ટેક્સ નથી લાગતો જીએસટી ભલે બધી કારો પર એક સરખો હોય પરંતુ સેસ ના દર અલગ અલગ હોય છે. આ એક ટકાથી લઈને 22% સુધી લાગે છે. આવી જ રીતે રોડ ટેક્સ પણ અલગ અલગ કેટેગરીના વાહન પર અલગ હોય છે અને દરેક રાજ્યમાં અને તેના સ્લેબ અલગ-અલગ છે, જે પેટ્રોલ અને ડીઝલ એન્જિન સિવાય તેમની એક્સ-શોરૂમ કિંમતો પ્રમાણે નક્કી કરવામાં આવે છે.2) કેટલો લાગે છે રોડ ટેક્સ:- બધા પ્રકારની કાર પર એકસરખો રોડ ટેક્સ (Road Tax) નથી. તે કારની કેટેગરી પર નિર્ભર કરે છે. અહીંયા અમે સરળતા માટે દિલ્હી (Road Tax)નું ઉદાહરણ લઈ રહ્યા છીએ. દિલ્હીમાં 6 લાખ રૂપિયા સુધી પેટ્રોલ  કાર પર 4 ટકા ટેક્સ લાગે છે.6 થી 10 લાખ સુધીની પેટ્રોલ કાર પર 7 ટકા અને ડીઝલ એન્જિન વાળી કાર પર 8.75 ટકા રોડ ટેક્સ લાગે છે. 10 લાખથી ઉપરની ગાડીઓ પર 12.5 ટકા રોડ ટેક્સ લાગે છે.

3) કેટલું આપવાનું હોય છે જીએસટી અને સેસ:- દરેક પ્રકારની કાર પર જીએસટી (GST on Car) ના અલગ અલગ રેટ છે. તમારે એક નવી કાર પર કેટલી જીએસટી ચૂકવવી પડશે આ એ વાત પર નિર્ભર કરે છે કે તમે કેટલી લાંબી કાર લઈ રહ્યા છો. તમારા કાર નો પાવર એટલે કે કેટલા સીસી નું એન્જિન છે. એટલું જ નહીં કારની કિંમત પર પણ જીએસટી બદલાય છે. તેનો મતલબ એ કે વધારે લાંબી વધારે પાવર અને વધારે મોંઘી કાર તો વધારે જીએસટી.4) નાની કારો પર કેટલું જીએસટી અને સેસ:- પેટ્રોલ,સીએનજી, એલપીજી થી ચાલતા પેસેન્જર વિકલ્પ જેની લંબાઈ ચાર મીટર થી ઓછી હોય અને એન્જિનની ક્ષમતા 1200 cc થી ઓછી હોય તેની પર 28% જીએસટી અને 1 ટકો સેસ લાગે છે. એટલે કે કુલ 29% ટેક્સ લાગે છે. મારુતિ સુઝુકી અલ્ટો અને અલ્ટો કે 10, વેગન આર, સેલેરિયો, સ્વીફ્ટ ડિઝાયર, રેનલ્ટ ક્વિડ, હ્યુન્ડાઇ આઈ 10 NIOS, આઈ 20, હોન્ડા અમેજ જેવી ગાડીઓ આ કેટેગરીમાં સામેલ છે.આ સરળ રીતે સમજાવવા માટે આમાંથી alto k10 ના VXi વેરિયન્ટ ને લઈએ છીએ જેની એક્સ શોરૂમ કિંમત 5.33 લાખ રૂપિયા છે. તેમાં તમે કારની કિંમત સિવાય 29% જીએસટી આપી રહ્યા છો. ત્યારબાદ 4% રોડ ટેક્સના રૂપમાં આપશો એટલે કે કુલ ૩૩ ટકા ટેક્સ.

5) મધ્યમ કદની કાર પર કેટલો ટેક્સ:- આ કેટેગરીમાં (Mod Size Car) એવી કારો આવે છે જેની લંબાઈ ચાર મીટરથી વધારે છે અને એન્જિનની ક્ષમતા 1500 સીસી થી ઓછી છે. તેની પર 28% જીએસટી અને 17% સેસ લાગે છે. એટલે કે કુલ 45 ટકા ટેક્સ.હોન્ડા સિટી , મારુતિ સુઝુકી સિયાઝ, સ્કોડા સ્લેવીઆ જેવી કાર આ કેટેગરીમાં સામેલ છે. આ કારો ની કિંમત જો 10 લાખ રૂપિયાથી વધારે હોય તો 10 ટકા રોડ ટેક્સના રૂપમાં પણ આપવા પડે. એટલે કે કુલ કિંમતમાંથી લગભગ 55 ટકા ટેક્સ ના થઈ ગયા.

6) એસયુવી પર કેટલો લાગે ટેક્સ:- હવે જો એસયુવી ની વાત કરીએ તો તેની પર જીએસટી અને સેસ મેળવીને 50% સુધી થઈ જાય છે. એવી ગાડીઓ જેની લંબાઈ 4 મીટરથી વધારે એન્જિન 15 સીસી થી મોટું અને ગ્રાઉન્ડ ક્લિયરેન્સ 169 એમએમ થી વધારે હોય છે તેની પર 28% જીએસટી સાથે 22% સેસ પણ લાગે છે. મહિન્દ્રા સ્કોર્પિયો -N, XUV700, ટાટા સફારી અને હેરિયર, ટોયોટા ફોર્ચ્યુનર જેવી ગાડીઓ આ સેગમેન્ટમાં સામેલ છે. આ ગાડીઓની કિંમત 10 લાખથી ઘણી ઉપરથી શરૂ થાય છે. તેથી તેના પેટ્રોલ એન્જિન વાળા વેરીએન્ટ પર 10% અને ડીઝલ એન્જિન વાળા વેરીએન્ટ પર 12.5% નો રોડ ટેક્સ પણ લાગે  છે. એવામાં  આની પર તમે 62.5% સુધી ટેક્સ આપી રહ્યા હોવ છો. હૈદરાબાદ જેવા શહેરમાં એવી કોઈ ડીઝલ એસયુવી પર તમે 70 ટકા સુધી ટેક્સ આપો છો.

7) બીજા ઘણા નાના નાના ચાર્જ પણ:- અમે અહીંયા જે ટેક્સ અને સેસ ની ચર્ચા કરી છે. તેના સિવાય પણ ઘણા નાના મોટા ચાર્જ લાગે છે. જેમકે દિલ્હીમાં નગર નિગમની તરફથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરવામાં આવે છે આ 4 હજાર રૂપિયા સુધી હોય છે.પાર્કિંગ ચાર્જ દિલ્હી નગર નિગમ કે એમસીડી ને જાય છે. 10 લાખ રૂપિયાથી ઉપરની દરેક ગાડી પર 1 ટકા ટીસીએસ પણ લાગે છે. આ બધા ખર્ચ ગાડીની ઓનરોડ કિંમતમાં સામેલ હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment