શું તમને ખબર છે દિવસ દરમિયાન કેટલી રોટલી ખાવી જોઈએ.. શું 3 ટાઈમ રોટલી ખાવી જોઈએ?

મિત્રો આજે અમે તમને જણાવશું કે તમારે દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ. જે તમારી સેહદ માટે બરાબર છે. તો ચાલો જાણીએ . જે લોકો પોતાનો વજન ઘટાડવા માંગતા હોય તે અને જે લોકોને વજન વધારવો હોય તેમણે કેટલી રોટલી ખાવી જોઈએ ? તે જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો જે તમારા માટે ફાયદાકારક પણ થઇ શકે છે.

ભારતમાં 90% લોકોનું ખોરાકમાં પ્રાથમિક સ્તર પર કોઈ વસ્તુ હોય તો તે છે રોટલી. આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગના લોકો પોતાના ટીફીનમાં પણ રોટલી જ ખાતા હોય છે, રાત્રે પણ રોટલી જ ખાતા હોય છે. ટૂંકમાં રોટલી આપણા રોજીંદા ખોરાકમાં ઘર કરી ગઈ છે એવું પણ કહી શકીએ. અને હવે રોટલી એટલી બધી લોકો સાથે ભળી ગઈ છે કે લોકો તેને ખોરાકમાંથી બાકાત નથી કરી શકે. પરંતુ આપણે ખરેખર દિવસમાં અમુક માત્રામાં જ રોટલી ખાવી જોઈએ. તો તે જાણતા પહેલા આપણે એ જાણી લઈએ કે એક રોટલીમાં તમને મળે છે શું ? એક સામાન્ય આકારની રોટલીમાં તમને 4 ગ્રામ પ્રોટીન, 17 ગ્રામ ફાયબર, 25 ગ્રામ કાર્બોહાઈડ્રેટ. આ કાર્બોહાઈડ્રેટ આપણા શરીર માટે ખુબ જ જરૂરી હોય છે. જયારે પણ તમે કોઈ શારીરિક શ્રમ કરો તો તેનાથી કેલેરી બળે છે. જયારે પરસેવો નીકળે ત્યારે કાર્બોહાઈડ્રેટ આપણને ઉર્જા પ્રદાન કરે છે. પરંતુ તમે જો કોઈ પણ શારીરિક કાર્ય કરતા ન હોવ તો તે તમારા શરીરમાં ચરબી રૂપે જમા થવા લાગે છે. જો તમે ખુબ જ વધારે પ્રમાણમાં રોટલી ખાતા હોવ તો તમારા શરીરમાં લગાતાર ચરબી વધતી જશે. એટલા માટે તમારા શરીરને માત્ર 125 ગ્રામ કાર્બોહાઈડ્રેટની પ્રતિદિનની આવશ્યકતા હોય છે.

જો તમે ચાર રોટલી સવારે, ચાર રોટલી બપોરે અને ચાર રોટલી સાંજે ખાવ છો તો તમારે સમજી લેવાનું કે તમે ઓછામાં ઓછું 400 ગ્રામ કાર્બોહાઈડ્રેટ જમા કરી રહ્યા છો. પરંતુ તમારા શરીરને કાર્બોહાઈડ્રેટની એક દિવસની માત્ર 125 ગ્રામની જ જરૂર હોય છે. જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો તમારે એક રોટલી સવારે, એક રોટલી બપોરે અને એક રોટલી સાંજે જમવામાં લેવી જોઈએ. તમે આખા દિવસ દરમિયાન બીજી કોઈ પણ વસ્તુ ખાઈ શકો છો અને વચ્ચે વચ્ચે ફાળો ખાઈ શકો. હવે વાત કરીએ સામાન્ય લોકોની જે ઘરથી ઓફીસ અને ઓફિસથી ઘર અથવા કોઈ પણ ક્ષેત્રમાં હોય. જ્યાં તમને કસરત કરવાનો સમય નથી મળતો તે પરિસ્થિતિમાં તમે બે રોટલી સવારે, બે રોટલી બપોરે અને બે રોટલી સાંજે લઇ શકો છો. આ ક્રમ તમારા માટે સેફ જે તમારા વજનને કંટ્રોલ રાખશે.

જો તમે ત્રણેય જમવાના સમયે માત્ર રોટલી જ ખાતા હોવ તો આજથી બંધ કરી દો. જે તમારા માટે એક સમયે શરીર માટે જોખમી પણ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment