ડેન્ગ્યું મેલેરિયાથી બચવા મચ્છરને કહો ઘરમાંથી બાય બાય, આજમાવો આ 5 માંથી કોઈ પણ 1 ઉપાય… 30 મિનીટમાં ખૂણે ખૂણેથી મચ્છરો થઈ જશે નાબુદ..

જો કે હાલ ચોમાસું શરુ થતા જ દરેકના ઘરમાં મચ્છરોનો ત્રાસ વધી ગયો હશે. પણ સૌથી મોટો ડર તો એ વાતનો હોય છે કે, આ મચ્છરો અનેક રોગો થવાનું કારણ બને છે અને તે ઝડપથી રોગચાળો ફેલાવે છે. આથી દવાખાનામાં ડેન્ગ્યું, મેલેરિયાના કેસો વધતા જાય છે. જો કે મચ્છરોથી લડવા માટે બજારમાં ઘણા પ્રકારની વસ્તુઓ મળે છે. પરંતુ તમે ચાહો તો તમે બજારમાંથી પૈસા ખર્ચીને વસ્તુઓ લાવવા કરતાં તમે ઘર પર જ હોમમેડ નેચરલ વસ્તુને બનાવી શકો છો.

મચ્છરનો ઝેરીલો ડંખ વ્યક્તિને જોખમમાં નાખી શકે છે. ચોમાસામાં થતાં મચ્છરો જિકા વાયરસ, મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીનું કારણ બની શકે છે. મચ્છરોથી લડવા માટે બજારમાં અનેક પ્રકારની જંતુનાશક દવાઓ, લીકવીડ તેમજ અગરબતી મળે છે. પરંતુ તમે ચાહો તો, આ જંતુનાશક દવામાં પૈસા ખર્ચ કરવા કરતા ઘરે જાતે જ થોડી વસ્તુઓનો ઉપયોગ કરીને ઘરે આ લીકવીડ તેમજ મચ્છર મારવા માટેની દવા બનાવી શકો છો.

કપૂર : વોશરૂમ, રસોડુ અને તિજોરીમાં રાખેલ કપૂર મચ્છરોને ઘરમાથી દૂર કરે છે. રૂમની અંદર, બાલકની અથવા ઘરના કોઈપણ સ્થાનમાં તમે કપૂર રાખી શકો છો. લગભગ 30 મિનિટમાં જ ઘરમાં કપૂરની સુગંધ ફેલાઈ જાય છે અને મચ્છર ઘરમાં આવતા નથી.

લસણ : લસણ પણ મચ્છરને દૂર કરવા માટેનો સારો ઉપાય છે. શાકભાજીમાં વપરાતું લસણથી તમે એક નેચરલ સ્પ્રે બનાવી શકાય છે. આ માટે તમે લસણને પાણીમાં ઉકાળી લો. પછી આ પાણીને કોઈ પણ સ્પ્રે બોટલમાં ભરી, ખૂણાઓમાં તેનો છંટકાવ કરો. આવું કરવાથી મચ્છર દૂર થઈ જશે.

કોફી : લગભગ દરેક લોકોના રસોડામાં કોફી ખુબ જ સરળતાથી મળી જાય છે. શું તમે જાણો છો કે કોફીથી રોગો ફેલાવવા વાળા મચ્છરને દૂર કરી શકાય છે. મચ્છર લગભગ ગંદા પાણીની અંદર વધારે થતાં હોય છે. આ પાણીની અંદર થોડી કોફી નાખવાથી મચ્છર દૂર થઈ જાય છે.

ફુદીનાનું તેલ : ફુદીનાની સુગંધથી પણ મચ્છરને દૂર કરી શકાય છે. આ માટે તમે તમારી પાસે ફુદીના ના તેલની બોટલ રાખી શકો છો. આ સિવાય મચ્છરોથી મુક્તિ મેળવવા માટે તમે ઘરના આંગણામાં ફુદીનાનો છોડ પણ રાખી શકો છો.

લેવેન્ડર ઓઇલ : લેવેન્ડરના તેલની સુગંધ સામે મચ્છર ટકી શકતા નથી. તમારા ઘરની આસપાસ અથવા ઘરમાં મચ્છરોથી મુક્તિ મેળવવા માટે લેવેન્ડર તેલના સ્પ્રેનો છંટકાવ કરો. તમે ચાહો તો, તમારા હાથ અને પગ પર આ સુગંધી તેલને ક્રીમની જેમ લગાવી શકો છો.

આમ તમે અહી આપેલ કોઈપણ ઉપાય અપનાવીને ઘરમાંથી મચ્છરને કાયમ માટે દુર કરી શકો છો અને પોતાનું રક્ષણ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment