આ પાંચ વસ્તુને ઘરમાં કાયમ માટે સ્થાન આપો… ધન ની કમી ક્યારેય નહિ થાય | જાણો એ વસ્તુ કઈ

💁 આ પાંચ વસ્તુને ઘરમાં કાયમ માટે સ્થાન આપો…… જીવનમાં ક્યારેય કોઈ પણ પરેશાની નહિ થાય… 💁

🤵 મિત્રો કંગાળમાં કંગાળ વ્યક્તિ પણ અમીર બની જાય છે જો તે ઘરમાં રાખી લે આ પાંચ વસ્તુ. મિત્રો સૌથી પહેલા તો તમારે આ વાત પર ભરોસો કરવો ખુબ જ જરૂરી છે. કેમ કે ભરોસો ન હોય તો દુનિયા ચાલે જ નહિ એ આપણે બધા જાણીએ છીએ. આજકાલ બધા લોકો અલગ અલગ રીતે જીવન જીવી રહ્યા છે. તેમાંથી ઘણા લોકો એવા હોય છે જે તેની લાઈફને બરાબર રીતે નથી જીવી શકતા. કેમ કે તેના ઘરોમાં વાસ્તુદોષના કારણે લોકો ગરીબીમાં ચાલ્યા જાય છે. તે કારણો ના કારણે જ તે બરાબર લાઈફ નથી જીવી શકતા. પરંતુ આજે તમારા માટે અમે એવી પાંચ વસ્તુ તમારી માટે લઈને આવ્યા છીએ જેનાથી તમારી લાઈફ બની જશે. પરંતુ મિત્રો યાદ રહે કે દિલથી કરવામાં આવેલું કયારેક જરૂર સફળ થાય છે. તો ચાલો જાણીએ તે પાંચ વસ્તુઓ વિશે. જેને ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા સદા તમારા પર રહેશે. 1 જે વ્યક્તિ સાચા દિલથી ગણેશજીનો હાથ પકડી લે તે ક્યારેય પણ દુખી નથી થતો. એટલા માટે ગણેશજીને વિઘ્નહર્તા માનવામાં આવે છે. ધન અને સુખની બાધાને દુર કરવા માટે નૃત્ય કરતા હોય તેવા ગણેશજીની મૂર્તિ ઘરમાં રાખવી ખુબ જ શુભ માનવામાં આવે છે. ગણેશજીની આવી પ્રતિમાને એવી રીતે રાખવી જોઈએ કે ઘરના મુખ્ય દ્વારા પર ગણેશજીની દ્રષ્ટિ રહે. અને જયારે પણ તમે સવારના સમયે ઉઠો તો પહેલા ગણેશજીને પ્રણામ જરૂર કરો છે. આવું કરવાથી તમારું બગડતું કામ તો સારું થાય છે પરંતુ સાથે સાથે ધનની કમીને પણ પૂરી કરે છે. 2 વાંસળી. વાંસળી વાસ્તુદોષ દુર કરવામાં ખુબ જ કારગર હોય છે. આર્થિક સમસ્યાઓની મુક્તિ માટે વ્યક્તિએ ચાંદીની વાંસળી ઘરમાં રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે વાંસળી ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીનો વાસ ઘરમાં સદા માટે રહે છે. તેનાથી પણ વાસ્તુદોષ બિલકુલ દુર થઇ જાય છે અને ધન આગમનના સ્ત્રોત વધે છે.

3 શંખ. વાસ્તુ અનુસાર શંખમાં વાસ્તુદોષ દુર કરવા માટેની અદ્દભુત ક્ષમતા હોય છે. જ્યાં નિયમિત શંખનો નાદ થાય છે ત્યાંની આસપાસની હવા શુદ્ધ અને સકારાત્મક થઇ જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરોમાં દેવી લક્ષ્મીના હાથમાં દક્ષિણાવર્તી શંખ હોય છે. ત્યાં લક્ષ્મીજી સ્વયં નિવાસ કરે છે. એવા ઘરમાં ધન સંબંધિત પરેશાની ક્યારેય પણ નથી આવતી. શંખને લાલ કપડામાં પૂજા સ્થાનમાં રાખવો જોઈએ અને નિયમિત તેની પૂજા પણ કરવી જોઈએ.

4 દેવી લક્ષ્મીજી અને કુબેરજીની મૂર્તિ. દેવી લક્ષ્મીજીની મૂર્તિ અથવા ફોટો તમારા ઘરમાં જરૂર હશે. પરંતુ ધનમાં વૃદ્ધી માટે લક્ષ્મીની સાથે સાથે ઘરમાં કુબેરની મૂર્તિ અથવા ફોટો જરૂર હોવો જોઈએ. કુબેર મહારાજ પણ ધન પ્રાપ્તિ માટે મદદ કરે છે. કુબેર મહારાજ ઉત્તર દિશાના સ્વામી છે. એટલા માટે તેણે હંમેશા ઉત્તર દિશમાં જ રાખવા જોઈએ.

5 કપૂર કરે કમાલ. વાસ્તુદોષને દુર કરવા માટે, ધન સંબંધિત પરેશાની માટે નિયમિત એક કપૂર સળગાવવું. ઘરમાં બરાબર વચ્ચે નિયમિત કપૂર સળગાવવું જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નષ્ટ થઇ જાય છે. તમારા બગડતા કામ પણ ધીમે ધીમે બનવા લાગે છે. તો ભગવાનની પૂજા સમયે એક કપૂરને દીવા સાથે સળગાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment