મિત્રો આપણે જોઈએ છીએ કે, મચ્છરનો ત્રાસ ખુબ જ વધી ગયો છે. જો કે તમે મચ્છરને દુર કરવા માટે અગરબતી, ઓલ આઉટ, ગુડ નાઈટ અથવા તો શરીર પર તેલ લગાવો છો. આ બધાથી મચ્છર દુર તો થઈ જાય છે. પરંતુ આજે અમને તમને એક એવા ઉપાય વિશે જણાવશું જેનો ઉપયોગ કરીને તમે મચ્છરના ત્રાસથી છુટકારો મેળવી શકાશે. આ વસ્તુઓ તમને ઘરમાંથી જ સરળતાથી મળી જશે.
ગરમી આવતા જ મચ્છરોનો ઉપદ્રવ પણ વધવા લાગે છે. ઓલઆઉટ, માસકિટોમેટ, આ જિદ્દી મચ્છરોની આગળ કોઈ કેમિકલ વાળી વસ્તુઓ કામ આવતા નથી. સૌથી અસરકારક ઉપાય મચ્છરદાની છે, પરંતુ મચ્છર તેમાં પણ કોઈને કોઈ જગ્યાએથી અંદર જવાનો રસ્તો ગોતી જ લે છે. હવે ઊંઘ આવતા જ કાનમાં જે ગણગણાટ સંભળાય છે તેનાથી સારી એવી ઊંઘ ઊડી જાય છે. મચ્છરોને ભગાડવાનો પ્રયત્ન કરીને જો તમે થાકી ગયા હોય તો, હવે તમે આ ઉપાય અજમાવો, મળશે 100% પરિણામ. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું મચ્છર ભગાડવાના ખુબ જ સરળ અને સહેલા ઉપાય.જેનાથી ફક્ત 2 જ મિનીટમાં 100% પરિણામ મળશે.
મચ્છર કરડવાથી થાય છે જીવલેણ રોગ : ગરમીને કારણે દરેક લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળે છે. તેમજ ગરમી લાગી જાય ત્યારે ઉલટી, ડાયરિયા, દસ્ત, સ્કીન સમસ્યા વગેરેની સમસ્યા વધી જાય છે. જો કે ગરમીમાં મચ્છરનો ત્રાસ વધુ હોવાથી તેના કરડવાથી પણ તમે બીમાર પડી શકો છો. ગરમીમાં તો એવી હાલત થાય છે કે, પરસેવાથી વધારે તો મચ્છર હેરાન કરે છે. એનાફિલિઝ મચ્છર કરડવાથી મેલેરિયા થવાનું નક્કી જ છે, એ પ્રકારે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા પણ મચ્છરના એક બાઈટથી જ થઈ જાય છે. હેલ્થ એક્સપર્ટના મત મુજબ, મચ્છર કરડવાથી સ્કિનમાં સ્ટીચિંગ થવા લાગે છે. એલર્જી, ઇન્ફેક્શન જેવી ગંભીર બીમારીઓનો શિકાર થવાય છે.
લવિંગ-લીંબુથી ભગાડો મચ્છર : તમે લીંબુ અને લવિગનો ઉપયોગ કરીને પણ મચ્છરને ભગાડી શકો છો. લવિંગ-લીંબુની ગંધ પણ મચ્છરને પસંદ નથી. બંનેનું કોમ્બીનેશન થઈ જાય તો મચ્છરોની શામત આવી જાય છે. ઘરના ખૂણામાં લીંબુના થોડા ટુકડા કાપીને તેમાં લવિંગ લગાડીને રાખવાટી મચ્છર ઘરેથી નૌ-દો-ગ્યારહ થઈ જાય છે.
લસણથી ભગાડો મચ્છર : ગરમીમાં લસણ ખુબ ઓછું ખાવામાં આવે છે. આ જ કારણ છે કે, આ સિઝનમાં લસણ ખુબ જ સસ્તું વેચાય છે. આ સસ્તી વસ્તુ તમારા ઘરે મચ્છરોની એન્ટ્રી બંધ કરી દે છે. તે માટે તમે થોડી લસણની કળીઓનો પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને ગરમ પાણીમાં ઉકાળી લો. ત્યાર બાદ આ પાણી રૂમમાં છાંટી લો, આમ કરવાથી મચ્છર તમારા રૂમમાં ફરકશે પણ નહીં. આમ તમે લસણની મદદથી પણ મચ્છરને દુર કરી શકો છો.
કોફીથી મારો મચ્છર : દરેક ઘરમાં ચાની સાથે કોફી જરૂર હોય છે. ટેસ્ટ બદલનારી મૂડ ફ્રેશ કરનારી આ કોફીમાં અમુક એવા ગુણ હોય છે જે મચ્છરના ઈંડાને ખતમ કરે છે. કોફીને મચ્છર થતાં હોય તે જગ્યાએ નાખવી, તેનાથી મચ્છર અને તેમના ઈંડા દૂર થાય છે.
ફૂદીનો-લીમડાનું તેલ-સોયાબિન તેલના ઉપયોગ : ફુદીનાનું, લીમડાનું અને સોયાબીન તેલથી પણ મચ્છરો ભાગે છે. ફુદીનાના તેલને રૂમના કિનારે, નીચે ફર્શ પર છાંટવાથી મચ્છર તમારા ઘરને છોડી દે છે. તેમજ જો તમે ક્યાંય બહાર જઈ રહ્યા હો જ્યાં પોતાને મચ્છરથી દૂર રાખવા માંગતા હોય, તો પાણીમાં લીમડાનું તેલ મિક્સ કરીને શરીર પર લગાડી લેવું. તેનાથી મચ્છર તમને કરડવાનું વિચારશે પણ નહીં. સોયાબીન તેલ પણ મચ્છરને દૂર ભગાડે છે. તેને શરીર પર લગાડવાથી મચ્છર તમારાથી દૂર રહે છે. આમ અહી આપેલ ઉપાયો અજમાવીને તમે મચ્છરના ત્રાસથી બચી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી