આંખમાં મરચું પડે કે તીખી આંગળીઓ અડી જાય ત્યારે ફટાફટ કરીલો આ એક નાનકડું કામ, બળતરા પણ મટી જશે અને આંખોને નુકસાન પણ નહીં થાય

મિત્રો આપણી આંખ એ ખુબ જ નાજુક છે. જો તેમાં કોઈ નાની અમથી પણ તકલીફ થાય તો સખ્ત દુખાવો અથવા તો જલન થાય છે. આથી આપણે આંખનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આંખમાં જલન ઉત્પન્ન કરતી વસ્તુઓમાં મરચું એ સૌથી વધુ જલન પેદા કરે છે. તો મિત્રો તમારી આંખમાં ક્યારેક મરચું પડી જાય તો શું કરવું જોઈએ? અહી થોડાક નાના ઉપાયો જણાવવામાં આવ્યા છે. જે તમારી મદદ કરી શકે છે. 

સામાન્ય રીતે તમે જોયું હશે કે, મરચું સમારતી વખતે અથવા ખાતી વખતે સામાન્ય રીતે લોકોના હાથે તે પોતાની આંખમાં જતું રહે છે, જેના કારણે તેઓને ઘણી બળતરા અને ખંજવાળનો સામનો કરવો પડતો હોય છે. એવામાં પણ તરત જ આ બળતરાને દૂર કરવા માટે પોતાની આંખમાં ઠંડા ઠંડા પાણીનો છંટકાવ કરે છે. જોકે બળતરા ઘણીવાર સુધી વ્યક્તિને પરેશાન કરી શકે છે. એવામાં તમને જણાવી દઈએ કે, મરચાંને કારણે આંખમાં થતી બળતરાને દૂર કરવા માટે અમુક ઘરેલુ ઉપાય તમારે ઘણા કામ આવી શકે છે. આજનો અમારો લેખ એવા ઘરેલુ ઉપાય પર જ છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું કે, ક્યાં ઘરેલુ ઉપાયોના ઉપયોગથી મરચાંને કારણે થતી આંખોની બળતરને દૂર કરી શકાય છે. 

ઉપયોગ 1 : 

આંખમાં મરચાને કારણે થતી બળતરા થી આરામ મેળવવા માટે તમે દુધનો ઉપયોગ કરી શકો છો. જણાવી દઈએ કે મરચાંને કારણે થતી આંખોની બળતરાને દૂર કરવા માટે દૂધ તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે મોટા ભાગના મરચાંમાં ઓઇલ જોવા મળે છે. તેમ જ દૂધ ઓઇલને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. એવામાં તમે તમારી આંખોને દૂધથી ધોઈ લો. એવું કરવાથી આંખની બળતરાને તરત જ દૂર કરી શકાય છે. 

ઉપયોગ 2 : 

સામાન્ય રીતે દરેક લોકો મરચાથી થતી બચવા માટે પાણીનો છંટકાવ કરતા હોય છે. આથી જ્યારે પણ આંખમાં મરચાં વાળા હાથ લાગી જાય તો તરત જ વ્યક્તિ પાણીની તરફ ભાગે છે. એવું એ માટે કારણ કે તે ખૂબ જ જૂનો અને અસરકારક ઉપાય છે. એ માટે વ્યક્તિએ આંખોને ધોવા માટે પાણીનો તેજ છંટકાવ કરવો જોઈએ. આમ કરવાથી આંખની બળતરા અને લાલાશ પણ દૂર થાય છે. 

ઉપયોગ 3 : 

શુદ્ધ ઘીના ઉપયોગથી પણ આંખોની બળતરાને દૂર કરી શકાય છે. એ માટે રુના ટુકડામાં ઠંડા પાનના થોડા ટીપાં અને ઘીના થોડા ટીપાં નાખો અને રૂ થોડા સમય માટે તમારી આંખ પર રાખો. આમ કરવાથી માત્ર આંખની બળતરા જ નહીં પરંતુ દુખાવાથી પણ રાહત મળે છે. 

ઉપયોગ 4 : 

જો તમારા હાથ ભૂલથી આંખ પર અડી ગયા હોય અને તમને બળતરાની સાથે સાથે દુખાવો અને આંખ પર સોજો પણ લાગતો હોય. તો એવામાં તમે આ સમસ્યાને રૂમાલની મદદથી દૂર કરી શકો છો. સૌથી પહેલા તમારે રૂમાલને ઠંડા પાણીથી ધોવો પડશે અને તે પછી આંખોને હળવા હળવા હાથે તે રૂમાલથી લૂછવી. આમ કરવાથી બળતરાને દૂર કરી શકાય છે. 

ઉપયોગ 5 : 

ફૂંક ની મદદથી પણ તમે આંખમાં થતી બળતરા થી મુક્તિ મેળવી શકો છો. સામાન્ય રીતે તમે જોયું હશે કે જ્યારે પણ આંખમાં કઈક જાય છે ત્યારે એક સુતરાવ કાપડ કે રૂમાલ પર ગરમ ફૂંક મારીને આંખ પર લગાડવાથી સમસ્યાને દૂર કરી શકાય છે. એવું જ કઈક આંખની બળતરાને દૂર કરવા માટે પણ છે. એ માટે રૂમાલમાં ગરમ ફૂંક મારીને તેને થોડી વાર માટે આંખ પર રાખવો. પરંતુ ધ્યાન રહે કે વધારે ગરમ હવા પણ આંખને ન અડકે નહિતો સમસ્યા વધી પણ શકે છે. 

( ઉપર જણાવેલ મુદ્દા પરથી તમે ઘરેલુ ઉપાયથી આંખની બળતરા મટાડી શકો છો. પરંતુ જો વ્યક્તિને આંખથી જોડાયેલી કોઈ અન્ય સમસ્યા હોય તો આ ઉપાયોને અજમાવતા પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment