શું તમે જાણો છો કે હિંદુ ધર્મમાં શા માટે અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત પછી શા માટે નથી આપતા? શું છે તેનું રહસ્ય ?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁શું તમે જાણો છો કે હિંદુ ધર્મમાં શા માટે અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત પછી શા માટે નથી આપતા?  💁

બધા ધર્મમાં પોતાના અલગ અલગ રીતી રીવાજો હોય છે, અલગ પરંપરાઓ નિભાવવામાં આવતી હોય છે. તેવી જ રીતે આપણા હિંદુ ધર્મમાં પણ અલગ અલગ બાબતોને લઈને રીતી રીવાજો બનાવવામાં આવ્યા છે. કહેવાય છે કે હિંદુ ધર્મ અનુસાર જન્મથી લઈને મૃત્યુ સુધી કુલ 16 સંસ્કારો હોય છે. તેમાં 16 સંસ્કાર માનો એક સંસ્કાર છે તે છે અંતિમ સંસ્કાર.

પરંતુ મિત્રો અંતિમ સંસ્કારને લઈને પણ એક નિયમ છે અને તે છે, સૂર્યાસ્ત બાદ કોઈ પણ વ્યક્તિના અંતિમ સંસ્કાર નથી કરવામાં આવતા. જો કે આજના આધુનિક અને મોર્ડન યુગમાં લોકો પશ્વિમી સંસ્કૃતિ તરફ દોરાઈ રહ્યા છે તો ક્યારેક તેઓ સમયના અભાવના કારણે સૂર્યાસ્ત બાદ અંતિમ સંસ્કાર આપી દેતા હોય છે. પરંતુ ખરેખર હિંદુ ધર્મ પ્રમાણે આ વસ્તુ બીલકુલ યોગ્ય નથી માટે ક્યારેય આવું ન કરવું જોઈએ.
તો ચાલો જાણીએ કે સૂર્યાસ્ત પહેલા જ અગ્નિ સંસ્કાર આપવા માટેનું કારણ આખરે શું છે.

ગરુડપુરાણમાં આ બાબતે વર્ણન કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે  સૂર્યને આત્માનો કારક માનવામાં આવે છે. સૂર્ય જ જીવન અને ચેતના છે તેવું મનાય છે.એવું પણ મનાય છે કે આત્મા સૂર્યથી જ જન્મ લે છે સૂર્યથી જ વિકાસ પામે છે અને સૂર્યમાં જ વિલીન થઇ જાય છે. સૂર્ય નારાયણ રૂપમાં છે અને તે બધાના કર્મ ને જૂએ  છે.

જ્યારે ચંદ્ર પીતૃકારક છે જેથી ચંદ્ર પિતૃને સંતુષ્ટ કરે છે માટે રાત્રીના સમયે આસુરી શક્તિઓ પ્રબળ થાય છે જે મુક્તિના માર્ગમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે.આ કારણોસર જ શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત થયા બાદ મૃતક વ્યક્તિના અંતિમ સંસ્કાર નાં કરવાની વાત કરી છે.  આ સિવાય બીજી પણ બે માન્યતાઓ પ્રચલિત  છે જે નીચે મુજબ છે..


એક મત એ પણ છે કે જો અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કરવામાં આવે તો મૃત્યુ પામનાર વ્યક્તિને પરલોકમાં ખુબ કષ્ટ ભોગવવા પડે છે અને આગળના જન્મમાં તેના કોઈ અંગમાં ખરાબી પણ થઇ શકે છે. આ કારણે જ સૂર્યાસ્ત બાદ દેહ સંસ્કાર ઉચિત નથી ગણવામાં આવ્યું. તેથી હિંદુધર્મમાં સૂર્યાસ્ત પહેલા જ મૃત શરીરના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે જેથી તે મૃત વ્યક્તિની આત્માને આગળના જન્મમાં કોઈ કષ્ટ ન ભોગવવા પડે. અહીં 84 લાખ યોનીના સંદર્ભમાં વાત કરી છે અગ્નિ સંસ્કાર બાદ આત્મા ભલે ગમે તે યોનીમાં જાય પણ તેને ત્યાં કષ્ટ ના પડે માટે સુર્યાસ્ત પહેલા જ અગ્નિ સંસ્કાર કરાય છે.

આ ઉપરાંત બીજી માન્યતા એવી પણ આ બાબત સાથે જોડાયેલી છે કે સૂર્યાસ્ત બાદ સ્વર્ગનો દ્વાર બંધ થઇ જાય છે અને નરકનો દ્વાર ખુલે છે. તેથી  જો મૃત વ્યક્તિના શરીરને સૂર્યાસ્ત બાદ અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો તેની આત્મા નરકમાં જાય છે. આ પણ એક કારણ છે કે સૂર્યાસ્ત પછી  મૃત વ્યક્તિના શરીરના અગ્નિ દાહની વિધિ નથી કરવામાં આવતી. આ માન્યતા પિતૃઋણ પર આધારિત છે કે જેમ બાળકને પિતાએ જન્મ આપ્યો તેવી જ રીતે બાળક પિતાને સ્વર્ગની પ્રાપ્તિ કરાવીને ઋણ ચુકવે છે.

તો આ ઈતિહાસ હતો કે હિંદુધર્મમાં  સુર્યાસ્ત બાદ અગ્નિ સંસ્કાર નથી અપાતા, કેવો લાગ્યો આપનો આ ઈતિહાસ તે જરૂર કોમેન્ટ કરજો..અને નીચે મુજબના કોઈ વિષય પસંદ કરી તેની પણ કોમેન્ટ  કરો.

જો આ વાત એક હિંદુમાન્યતાઓ મુજબ છે, અન્ય ધર્મ અન્ય સંપ્રદાયમાં અલગ અલગ રીવાજ હોઈ શકે છે. તે વાતની ખાસ નોંધ લેવી..

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

1 thought on “શું તમે જાણો છો કે હિંદુ ધર્મમાં શા માટે અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત પછી શા માટે નથી આપતા? શું છે તેનું રહસ્ય ?”

Leave a Comment