અહી છુપાયેલું છે અમર થવાનું રાઝ | હિમાલયનો એક એવો આશ્રમ જ્યાં કોઈનું નથી થતું મૃત્યુ….

હિમાલયનો એક એવો આશ્રમ જ્યાં કોઈનું નથી થતું મૃત્યુ….

મિત્રો હિમાલયને દુનિયાની સૌથી રહસ્યમય જગ્યાઓ માંથી એક જગ્યા માનવામાં આવે છે. હિમાલયમાં એવા ઘણા રહસ્યો છુપાયેલા છે જે આજના વૈજ્ઞાનિકોની સમજથી બહુ દુર છે. તેમના જ એક રહસ્ય વિશે આજે અમે જણાવશું. આજે અમે વાત કરીશું હિમાલયના જ્ઞાનગંજ વિશે. જેને સાંગ્રીલા, સંભાલા અને સિદ્ધાશ્રમ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે હિમાલયની પહાડીઓમાં એવા ઘણા રહસ્યો છુપાયેલા છે જેને આજ સુધી કોઈ નથી ઉકેલી શક્યું. જ્ઞાનગંજ મઠ હિમાલયની તે પહાડીઓમાં આવેલ એક નાની એવી જગ્યા છે. જે માત્ર ભારતમાં જ નહિ પરંતુ તિબેટમાં પણ ખુબ જ પ્રખ્યાત છે.

સિદ્ધાશ્રમ વિશે એવું કહેવાય છે કે અહીં અમર થવાનું રાઝ પણ છુપાયેલું છે. આ એવી જગ્યા છે જે સિદ્ધ પુરુષોને જ મળે છે. અહીં કોઈ સામાન્ય વ્યક્તિ નથી પહોંચી શકતી. જ્ઞાનગંજમાં આવેલ વ્યક્તિનું મૃત્યુ ક્યારેય પણ નથી થતું. અહીં આવનાર દરેક સંન્યાસીની ઉંમર વધતી અટકી જાય છે. આ મઠમાં સમયને રોકનાર મહાત્મા તપસ્યામાં લીન રહે છે. પરંતુ મિત્રો આશ્ચર્યની વાત તો એ છે કે એ ન તો કોઈ આંખોથી જોઈ શકે છે કે ન તો એ સેટેલાઈટ એટકે કે ઉપગ્રહ માં દેખાય છે.
  આ જગ્યા કોઈ ખાસ ધર્મ કે સંસ્કૃતિ સાથે જોડાયેલ નથી. લેખક જેમ્સ હેલ્ટનની એક બુક “લોસ્ટ હોરીજન્ટ અબાઉટ ધ કિંગડમ ઓફ શામડી લાંબે” માં આ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ ભારતના સૌથી મહાન કાવ્યો વાલ્મીકી રામાયણ અને મહાભારતમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં આ જગ્યાને સિદ્ધાશ્રમ નામ આપવામાં આવ્યું છે. આ જગ્યા કોઈ ખાસ ધર્મ કે સંસ્કૃતિ માટે નથી. જે પણ વ્યક્તિ આ જગ્યાને લાયક હોય છે તે વ્યક્તિ આ જગ્યાને અવશ્ય શોધી લે છે.

વર્ષ 1942 માં એક અંગ્રેજ અધિકારી એલ્બી ફેરલને આ જગ્યા પર કંઈક ખાસ અનુભવો થયા હતા. જેના વિશે તેણે વર્ષ 1959 માં સાપ્તાહિક હિન્દુસ્તાનમાં લખીને પ્રકાશિત કરાવી હતી. તિબેટી બુદ્ધિસ્તનું માનવું છે કે જ્યારે દુનિયામાં વિનાશક યુદ્ધ થશે ત્યારે સંભાલાનો 25 મો શાસક દુનિયાને બચાવવા માટે આવશે.

અનાદીકાળથી હિમાલયનું સંપૂર્ણ ક્ષેત્ર ભારતના સંતો અને સંન્યાસીઓ માટે તપોભૂમિ રહ્યો છે. પ્રાચીન કાળના ઋષિમુનીઓથી લઈને આધુનિક કાળના યોગીઓ હિમાલયના વિવિધ ક્ષેત્રોમાં તપસ્યા કરતા આવ્યા છે. આ મઠ અને આશ્રમ વિશે લોકોને વધુ જાણકારી નથી. તે સામાન્ય પર્યટકો માટે અલગ રહે છે. આ આશ્રમોમાં યોગની સાથે સાથે વિજ્ઞાની પણ શિક્ષા આપવામાં આવે છે. માત્ર ઉચ્ચ કોટીના સિદ્ધ મહાપુરુષો જ આ આશ્રમમાં પ્રવેશ કરી શકે છે.

કવિરાજ શ્રી જે સ્વયં જ્ઞાનગંજના ચમત્કારોથી વાકેફ થયેલા છે. તેમણે એક પુસ્તકમાં લખ્યું હતું કે ‘જ્ઞાનગંજ’ પૃથ્વી પરનું એક વિશેષ ગુપ્ત સ્થાન છે. તે એટલું વિશેષ છે કે તેની વિશેષતાઓના કારણે તે મૃત લોકના મનુષ્યો એટલે કે સામાન્ય વ્યક્તિને દેખાતું પણ નથી. કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બે જર્મની પર્યટક પકડાય જવાના ડરથી નેપાળના રસ્તાથી તિબેટ ભાગી ગયા હતા. ત્યાં તે બંને એક એવા માથમાં રહ્યા હતા જ્યાં સભ્ય જગતની દરેક સુવિધાઓ ઉપલબ્ધ હતી. યુદ્ધ સમાપ્ત થયા બાદ તેઓ પગપાળા ચાલીને ફરી ભારત આવવા રવાના થયા.

તે બંને પર્યટકોની રામકહાની સાંભળીને લોકો દંગ રહી ગયા કે હિમાલય જેવા ક્ષેત્રમાં વિજ્ઞાને આટલી ઉન્નત્તિ કરેલી છે તેની જાણકારી સંસારને પણ નથી. પરંતુ લોકોએ તેની વાત પર વિશ્વાસ ન કર્યો. સિદ્ધયોગી અને સંન્યાસીઓએ કહ્યું છે કે જ્ઞાનગંજ સાથે કોઈ પણ જગ્યાયેથી સંપર્ક સાધી શકાય છે. ઔષધી, કોઈ યંત્ર કે કોઈ પણ અન્ય સામગ્રી ત્યાંથી મંગાવી શકીએ છીએ. સ્વર્ગીય નારાયણદાસ શ્રીમાલીએ આ વિષય પર કહ્યું છે કે સિદ્ધાશ્રમ એક એવો આશ્રમ છે જેમાં પરમ શક્તિશાળી યોગીઓ સહીત સતયુગ, દ્વાપર તેમજ ત્રેતા યુગના ઘણા બધા ઋષિમુનીઓ રહે છે. જે રામકૃષ્ણ, વિશ્વામિત્ર, વશિષ્ઠ, કૃપાચાર્ય વગેરેનું સમય સમય પર વિચલન થતું રહે છે.

સિદ્ધાશ્રમમાં હજારો વર્ષોથી સુક્ષ્મ શરીરમાં જીવિત એવા યોગીઓ છે જે માત્ર શ્વાસ માત્રની મદદથી અહીં સમાધિ મુદ્રામાં લીન છે. આ જગ્યા વિશે લોકોને તો કોઈ અનુભવ નથી. પરંતુ મહાન યોગીઓ અને સાધુઓ આ જગ્યાનો દાવો કરે છે અને દાવો તો ત્યાં સુધીનો છે કે આ સિદ્ધાશ્રમમાં રહેતા સિદ્ધયોગીઓ પાસે સમસ્ત બ્રહ્માંડને વશમાં કરી શકે તેટલી શક્તિઓ હોય છે. તેમની પાસે એવી પણ શક્તિઓ  છે કે તે કાયનાતની કોઈ પણ સંરચનાને પરિવર્તિત કરીને તેને નવું સ્વરૂપ પણ આપી શકે છે. મિત્રો સમય સમય પર યોગીઓ અને સંન્યાસીઓએ આ જગ્યાનો ઉલ્લેખ કરેલો છે. સિદ્ધાશ્રમ એક એવું જગત છે કે જે આપણા જગતથી અનેક ગણું ઉન્નત છે. અહીંની દરેક અવસ્થા આપણી અવસ્થાથી અનેક ગણી અગ્રીમ છે.

મિત્રો તમારૂ શું કહેવું છે આ જગ્યા વિશે ? જો તમને આ વિષય પર વાંચવું ગમતું હોય તો કોમેન્ટ કરો next part અમે આ વિષય પર ચોક્કસ લખીશું… 

Leave a Comment