ઇન્સ્ટાગ્રામમાં યુવતીએ લખ્યું ‘મરી જાવ?’, તો 69% લોકોએ ‘હા’ પાડી, ને પછી યુવતી ભર્યું આ પગલું.

આજકાલ ઇન્ફોર્મેશન ટેક્નોલૉજીના વિકાસને કારણે એ નથી સમજી શક્યું કે આપણે સફળતા મેળવી છે કે નિષ્ફળતા. આપણે સંબંધોમાં લાગણીથી જોડાયેલા છીએ કે ટેક્નોલોજીથી. એ જ સમજાતું નથી. પરંતુ આ ટેક્નોલૉજીની આદત સબંધોને ચોક્કસ રીતે ખત્મ કરી રહી છે. તો એવી જ એક ઘટના વિશે આપણે વિસ્તારથી જાણીશું.

આજના સમયમાં ઇન્ટરનેટ પર વપરાશકારોની વસ્તી ચાર ગણી વધી રહી છે. આજે સોશિયલ મીડિયા પર નાની વાત હોય કે મોટી વાત હોય, લોકો ખુબ જ ટ્રોલ થઇ રહ્યા છે. એટલું જ નહિ, જ્યાં વપરાશકર્તાઓની જરૂર જ નથી, ત્યાં બીજા લોકો કંઈ પણ વિચાર્યા વિના પોતાનો અભિપ્રાય આપે છે. આવી સ્થિતિમાં, વપરાશકર્તાઓની વિચારસરણી કેવી હશે ? તેનો પણ અંદાઝ આવે છે. કેમ કે હાલમાં એક એવી ઘટના બની છે જે જાણીને કોઈ પણ વ્યક્તિ દંગ રહી જશે. લોકોના ટાઈમપાસે કોઈનું જીવન લઈ લીધું. તો ચાલો જાણીએ આખી ઘટનાને. માટે આ લેખ અંત સુધી વાંચો. આ ઘટના વિશે વિસ્તારથી વાત કરીએ તો તાજેતરમાં જ એક ખુબ જ દુ:ખદ ઘટના મલેશિયાની સામે આવી છે. 16 વર્ષની એક યુવતીએ આત્મહત્યા કરી. જીવનમાં વ્યક્તિગત સમસ્યામાં ફસાયેલી આ યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોલ મૂક્યો હતો. જેમાં મહિલાએ લોકોને પૂછ્યું કે તેણે ‘આત્મહત્યા કરવી જોઈએ ?’

જ્યારે મહિલા એ આ સવાલ લોકોને પૂછ્યો, ત્યારે નવરા બેઠેલા વપરાશકર્તાઓના ટોળાએ તેમનો સમય પાસ કરવા માટે ‘હા’ નો જવાબ આપ્યો. લગભગ 69 ટકા લોકોએ ‘હા’ પાડી. ત્યાર પછી એ મહિલાએ આત્મહત્યા કરી લીધી. આખી ઘટના મલેશિયાના સરાવકના કુચિંગ વિસ્તારની છે.

વિગતે જણાવી દઈએ કે મલેશિયા પ્રશાસને આ ઘટના અંગે તપાસના આદેશ પણ આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની પોસ્ટમાં લખ્યું હતું. આ ખુબ મહત્વનું છે, મને D અથવા L પસંદ કરવામાં સહાય કરો. સમાચાર અનુસાર, યુવતીએ તેની ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર આ પોસ્ટ 13 મે ના રોજ મૂકી હતી અને થોડી જ કલાકો પછી, આ યુવતીએ અગાસી પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

જ્યારે આ અંગે યુવતીના મિત્રને પુછવામાં આવ્યું ? ત્યારે ઇન્સ્ટાગ્રામની તેની સ્ટોરી D નો અર્થ ડેથ એટ્લે કે મૃત્યુ થાય છે, અને L નો અર્થ લાઈફ એટલે કે જીવન છે. જિલ્લા પોલીસ વડા Aidil Bolhassan ને The Borneo Post ને જણાવ્યું હતું કે, પોલમાં 69 ટકા અનુયાયીઓએ તેમના વતી D પર વોટ આપ્યો હતો. આ સિવાય એવી વાત પણ સામે આવી છે કે મલેશિયાના સંસદસભ્ય અને વકીલ રામકૃપાલ સિંહે કહ્યું છે કે, જે લોકોએ યુવતીને મરણ માટેનો મત આપ્યો છે. તે તમામ લોકો યુવતીની આત્મહત્યા માટે દોષી ગણી શકાય છે. અધિકારીઓએ યુવતીના મોત માટે આ તમામ સંજોગોની તપાસ કરવા અપીલ કરી છે.

આ ઉપરાંત વધુ માહિતી અનુસાર મલેશિયાના કાયદા મુજબ, જો કોઈ સગીરને આત્મહત્યા કરવા અથવા તેને આપઘાત કરવામાં મદદ કરવામાં આવે, તો તેને દોષી ઠેરવવામાં આવે છે. આ દોષમાં તેને 20 વર્ષ કેદની સજા ફટકારવામાં આવે છે. આ સમયે પ્રશ્ન સજા અંગેનો નથી, પરંતુ સવાલ એ છે કે કોઈનો સમય પાસ કરવા માટે અને કંઇ પણ બિનજરૂરી લખવાને કારણે કોઈની જિંદગી ખત્મ થઈ શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment