આ બે વસ્તુનો રસ મિક્સ કરી ને અઠવાડિયામાં 2 વાર લગાવી લો.. તમારા વાળને આપશે અદ્દભુત સુંદરતા

લાંબા વાળની કેર કરવી એ ઘણું મહેનત વાળું કામ હોય છે. લાંબા વાળ રાખવા એ બધી સ્ત્રીઓને પસંદ હોય છે. પોલ્યુશન, બિઝી લાઈફસ્ટાઈલ અને ખરાબ ફૂડ્સ કારણે વાળની તંદુરસ્તી પર ઘણી ખરાબ અસર પડે છે. તેવામાં જો તમે લાંબા વાળની ઈચ્છા રાખો છો, તો તમારે ઘરે જ રહીને તમારા વાળની કેર કરવી પડશે. તેના માટે તમારે સૌથી પહેલા તમારા ડાયટ (Diet) માં આદુ અને કાકાડીને સામેલ કરવી પડશે. એટલું જ નહિ, તમારે આદુ અને કકડીને તમારા વાળ પર હેયર પેકની જેમ પણ લગાવવું પડશે. તમને જણાવી દઈએ કે, આદુમાં મૈગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન્સની માત્ર ભરપુર હોય છે.

આદુ ફક્ત તમારા શરીર માટે જ સારું નથી, પરંતુ એ તમારા વાળના આરોગ્યને પણ સ્વસ્થ રાખવામાં ખુબ જ મદદરૂપ થાય છે. આદુ અને કાકડી તમારા વાળને પોષણ આપવાની સાથે સાથે મજબુતી પણ પ્રદાન કરે છે. તેનાથી  તમારા વાળ ઓછા તૂટશે અને વાળ લાંબા પણ થાય છે. તો આવો તમને જણાવીએ કે, તમેં તમારા વાળ પર આદુ અને કાકડીનો કેવી રીતે ઉપયોગ કરી શકો..

આદુ, કાકડી, નાળીયેરનું તેલ અને તુલસીના તેલનો ઉપયોગ કેવી રીતે કરવો : વાળ માટે આદુ, કાકડી, નાળીયેરનું તેલ અને તુલસી પણ ખુબ ફાયદાકારક હોય છે. આ બધામાં પોષકતત્વો રહેલા હોય છે, જે વાળનો ગ્રોથ વધારવા માટે જરૂરી હોય છે. કાકડીનો રસ વાળનો ગ્રોથ વધારે છે અને તુલસીનું તેલ ડેન્ડ્રફની સમસ્યા દુર કરે છે.

તો તેના માટે, એક મોટી ચમચી પીસેલું આદુ, અડધો કપ પીસેલી કાકડી, એક મોટી ચમચી નાળીયેરનું તેલ અને એક મોટી ચમચી તુલસીનું તેલને મિક્સ કરો. આ બધી સામગ્રીને બ્લેન્ડ કરી તેની સ્મુધ પેસ્ટ તૈયાર કરી લો. ત્યાર પછી આ મિશ્રણને વાળમાં લગાવો. પેસ્ટ આખા માથામાં લાગાવીને તેને 30 મિનીટ સુધી રહેવા દો. ત્યાર બાદ વાળને શેમ્પુ વડે સાફ કરો. અઠવાડિયામાં 2 વાર આ પેસ્ટ વાળમાં જરૂર લગાવવી. તમારા વાળ મજબુત થવાની સાથે સાથે તેનો ગ્રોથ પણ વધશે.

ડુંગળી અને આદુના રસનો ઉપયોગ કરો : વાળ માટે સલ્ફર એક ખુબ જરૂરી પોષકતત્વ છે અને ડુંગળીમાં આ પોષકતત્વ ભરપૂર માત્રામાં રહેલું હોય છે. તે વાળની ફોલિકલ્સને રીઝનેટ કરે છે. જો તમે ડુંગળીને આદુ સાથે મિક્સ કરીને વાળમાં લગાવશો તો તેનાથી તમારા વાળની થીકનેસ વધશે અને તે સાથે જ તમારા વાળ ઓછા સમયમાં લાંબા પણ થઈ જશે. તેના માટે તમારે 2 મોટી ચમચી પીસેલું આદુ અને 1 ચમચી પીસેલી ડુંગળી.

ડુંગળી અને આદુંને અલગ-અલગ ઘસી લો, ત્યાર પછી તેનો રસ કાઢી લો અને બંને રસને મિક્સ કરી દો. તમારે આ રસને વાળની જડોમાં સારી રીતે લગાવવો પડશે, ત્યાર પછી 20 મિનીટ સુધી આ રસને વાળમાં લગાવી રહેવા દો. ત્યાર પછી વાળને શેમ્પુથી વોશ કરી લો. જો તમે અઠવાડિયામાં 2 વાર વાળમાં આ રસ લગાવશો તો તમારા વાળના ગ્રોથ પર અસર સ્પષ્ટ જોઈ શકશો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “આ બે વસ્તુનો રસ મિક્સ કરી ને અઠવાડિયામાં 2 વાર લગાવી લો.. તમારા વાળને આપશે અદ્દભુત સુંદરતા”

Leave a Comment