જો તમે તમારા ઘરમાં એક પણ વાંદાને જીવીત કે મૃત જોવો છો તો તે તમને કોઈ પણ પ્રકારના સંક્રમણથી ગ્રસિત કરી શકે છે. તેના કારણે તમારા હાથમાં સંક્રમણ થઈ શકે છે, ખોરાકને નુકશાન પહોંચાડીને ફૂડ પોઇઝનિંગ પણ કરી શકે છે. ગંદકીનું મુખ્ય કારણ બની શકે છે. ઘરમાં વંદાનો પ્રવેશ કોઈ પણ પ્રકારની ગટર માંથી જ થઈ શકે છે.
તે બાથરૂમની નળીમાંથી બહાર નીકળીને તમારા રસોડાની સામગ્રીઓને પણ નુકશાન પહોંચાડી શકે છે. વાસ્તવમાં વાંદાથી છુટકારો મેળવવો ખુબ જ મુશ્કેલ છે. પરંતુ તેને ઘરમાંથી બહાર કાઢવા પણ જરૂરી છે. વાંદાઓ બાથરૂમની નળીમાં પોતાનું ઘર બનાવી લે છે અને જલ્દી તેની સંખ્યામાં પણ વધારો થાય છે. જો તમે પણ બાથરૂમની નળીમાં થતા વાંદાઓથી પરેશાન છો તો અહી જણાવેલ થોડી સરળ ટીપ્સ દ્વારા તમે છુટકારો મેળવી શકો છો.
વાંદાઓ ગટરમાંથી કેમ બહાર આવે છે ? : સામાન્ય રીતે વાંદાઓ ગરમ, નરમ અને અંધારા વાતાવરણમાં રહેવાનું પસંદ કરે છે. મુખ્ય રૂપે ગટરના માધ્યમથી આ કીડાઓ ઘરમાં પ્રવેશ કરે છે. બાથરૂમ કે રસોડાની ગટરમાંથી આવતી વાંદાઓ અમરિકાન વાંદાઓ હોય છે. જો કે આ વાંદાઓ સીવરમાં રહી શકે છે. પરંતુ ઘણી વખત ભારે વરસાદને કારણે ઘરના પાઈપમાં પોતાનો અડ્ડો બનાવી લે છે. જેના કારણે આ સમસ્યા વધી શકે છે. તમારા પાઈપમાં નાની એવી તડ કે કાણા વાંદાઓના અંદર આવવા માટે સારો રસ્તો છે. આ પાઈપ વાંદાઓ માટે યોગ્ય વાતાવરણનું નિર્માણ કરે છે જ્યાં વાંદાઓ ઉછરી શકે છે. તો ચાલો જાણીએ વાંદાઓથી કેવી રીતે છુટકારો મેળવવો જોઈએ ?
1 ) પહેલો ઉપાય : પહેલો ઉપાય છે બેકિંગ સોડાનો. બેકિંગ સોડા એ વાંદાઓથી છુટકારો મેળવવા માટે સૌથી સરળ અને અસરકારક ટીપ્સ છે. આ માટે તમે બેકિંગ સોડાને એ જગ્યાએ છાંટો જ્યાં વાંદાઓ વધુ આવે છે. સૌથી પહેલા બાથરૂમની ગટર સારી રીતે સુકવી નાખો. એક ચમચી બેકિંગ સોડા ગટરની ચારે તરફ છાંટો, અને આખી રાત રહેવા દો. વાંદાઓ બેકિંગ સોડાની સુગંધથી દુર ભાગે છે, અને ગટરમાંથી બહાર નીકળી જાય છે. ગટરની અંદર રહેલ વાંદાઓને કાઢવા માટે લગભગ એક કપ ગરમ પાણીમાં 2 ચમચી બેકિંગ સોડા નાખો, આ મિશ્રણને ગટરમાં નાખો. તેનાથી ગટરની અંદરના વાંદાઓ મરી જાય છે.
2 ) બીજો ઉપાય : બીજો ઉપાય છે બોરિક એસિડનો ઉપયોગ. બોરિક એસિડ મુખ્ય રૂપે કીટો માટે હાનિકારક છે. તે બાથરૂમની ગટરમાંથી વાંદાઓને દુર કરવાનો સારો ઉપાય છે. જયારે વાંદાઓ બોરિક એસિડના સંપર્કમાં આવે છે ત્યારે તેના પગ અને પાંખમાં ચીપકી જાય છે. જ્યારે તેઓ તેને ખાય છે ત્યારે તે તેની પાચનતંત્રને તંત્રિકા પર કાર્ય કરે છે, અને તેને મારવાનું કામ કરે છે. બાથરૂમની ગટર અને તેની આસપાસ બોરિક એસીડ છાંટો, તેને આખી રાત રહેવા દો, આમ વાંદાઓ બહાર નીકળી જશે.
3 ) ત્રીજો ઉપાય : ત્રીજા ઉપાયમાં છે સફેદ વિનેગરનો ઉપયોગ. વાંદાઓથી છુટકારો મેળવવા માટે સફેદ વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. આ માટે વિનેગર અને પાણીની બરાબર માત્રામાં મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો, આ મિશ્રણને ગટરમાં નાખો, અને વાંદાઓથી છુટકારો મેળવી શકાય છે. તેના ઉપયોગથી વાંદાઓ ભાગી જાય છે અને બીજા વાંદાઓને પણ અંદર પ્રવેશ નથી કરવા દેતા.
4 ) થોચો ઉપાય : ચોથો ઉપાય છે બોરેક્સ પાવડરનો. બોરેકસ એક સરળ રીતે ઉપલબ્ધ અને કપડા ધોવાનો ઉત્પાદ છે. જે વાંદાઓ મારવા માટે ઉપયોગી છે. આ માટે બરાબર માત્રામાં બોરેક્સ પાવડર અને ખાંડ મિક્સ કરો. આ મિશ્રણને વાંદાઓ વાળી કોઈ પણ જગ્યાએ નાખો, જ્યારે વાંદાઓ બોરેક્સના સંપર્કમાં આવે છે ત્યારે તેની તીવ્ર ગંધ તેને મારી નાખે છે.
5 ) પાંચમો ઉપાય : આ ઉપાય છે ગરમ પાણીનો. ગટર વાળી જગ્યાએ વચ્ચે વચ્ચે જગ્યાઓ પર ગરમ પાણી નાખો. તે ગટરમાં કોઈ પણ પ્રકારની ગંદકી ભેગી થવાથી રોકે છે. ગંદકી વાંદાઓ થવાનું મુખ્ય કારણ છે. આથી ગંદકી નથી થતી તો વાંદાઓ પણ નથી થતા. ગરમ પાણી ગટરની અંદરના વાંદાઓને મારી નાખે છે.
વાંદાઓના પ્રવેશને કેવી રીતે રોકવા ? : 1 ) બાથરૂમમાં પડેલ કોઈ પણ તિરાડ કે કાણાને બંધ કરવા વાંદાઓના પ્રવેશ માટે અસરકારક છે. આ માટે કોઈ પ્રોફેશનલની મદદ લઈ શકાય છે.
2 ) ટીપા પડતા નળ કે પાણી વાળા સ્ત્રોતની તપાસ કરીને તેને બંધ કરો, ભેજ વાળી જગ્યાએથી વાંદાઓ જલ્દી આવે છે.
3 ) બાથરૂમના ડ્રેન પાઈપની ચારે બાજુ કોઈ પણ તિરાડ કે કાણાને સીલ કરો, અને તેને બંધ કરવાની કોશિશ કરો.
4 ) બાથરૂમના આઉટલેટની તપાસ કરો કોઈ જાળી કાટ વાળી હોય કે તૂટેલી હોય તો તે વાંદાઓના પ્રવેશનું કારણ બને છે.
આમ તમે અહીં આપેલ કોઈ પણ ટીપ્સની મદદથી જો તમારા ઘરમાં વાંદાઓનો ત્રાસ વધી ગયો હોય તો તેને દુર કરવા માટે અપનાવી શકો છો. તેમજ આ ટીપ્સ ખુબ જ સરળ અને સસ્તી પણ છે જે તમને વાંદાઓના ત્રાસથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી