ઠંડીના કારણે ગેસનું સિલિન્ડર જામી જાય તો કરો આ 1 કામ, જામેલો ગેસ ફક્ત 2 જ મિનીટમાં ઓગળી જશે અને રસોઈ પણ ઝડપથી બનાવવામાં મદદરૂપ થશે…

મિત્રો તમે અક્સર જોયું હશે કે, શિયાળામાં ખુબ જ ઠંડી પડવાથી સિલિન્ડરમાં રહેલ ગેસ જામી જાય છે. જેને કારણે ગરમ પાણી અથવા રસોઈ કરવામાં ઘણી મુશ્કેલી થાય છે. આમ જો તમાર ગેસ સિલિન્ડરમાં આવું ક્યારેક થાય તો તમે અહીં આપેલ થોડી ઘણી ટીપ્સ અપનાવીને ફરી જ ગેસ સિલિન્ડર શરુ કરી શકો છો. પણ આમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે.

હાલ શિયાળાને કારણે લગભગ આખું ભારત ઠરી રહ્યું છે. ઠંડીની ઋતુમાં કોઈ કોઈ જગ્યાએ તાપમાન શૂન્યથી પણ નીચું રહે છે. આવા સમયે ગરમ પાણીથી લઈને ગરમ દૂધ, ગરમ જમવાનું વગેરે વસ્તુઓ જ સારી લાગે છે. ઠંડીની ઋતુમાં રસોઈ ગેસનો ઉપયોગ પણ વધારે થાય છે. પરંતુ તમે મોટા ભાગે જોયું હશે કે, ગરમીની ઋતુમાં તો નહીં પરંતુ ઠંડીની ઋતુમાં સિલિન્ડરમાં ગેસ જામી જાય છે અને એવું લાગે છે કે ગેસ ખાલી થઈ ગયો. આથી સિલિન્ડરને ફરી શરુ કરવા માટે ઘણી મથામણ કરવી પડે છે.

તેવામાં જો તમને પણ લાગતું હોય કે શિયાળાની ઋતુમાં રસોઈ ગેસ વારંવાર જામી જાય છે, તો આ મુશ્કેલીના ઉપાય માટે અમે તમને કેટલાક સરસ કિચન ટિપ્સ અને હેક્સ જણાવવા જય રહ્યા છીએ. જેને અજમાવીને તમે આ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો. તો ચાલો જાણીએ એ સરળ ટીપ્સ વિશે.

1 ) ગરમ પાણીનો ઉપયોગ કરવો : તમે ગરમ પાણીનો ઉપયોગ કરીને સિલિન્ડરમાં જામેલ ગેસ ફરી ઓગાળી શકો છો. હા જી મિત્રો, ઠંડીની ઋતુમાં સિલિન્ડરમાં ગેસ જામવાની પ્રક્રિયાને પૂરી કરવા માટે તમે ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા 3 થી 4 લિટર પાણીને ગરમ કરો અને કોઈ મોટા વાસણમાં નાખો. મોટા વાસણમાં ગરમ પાણી મૂક્યા બાદ સિલિન્ડર ને તે પાણીમાં રાખી લો અને પછી ઉપયોગ કરવાનું ચાલુ કરી દો, જામેલો ગેસ ઓગળી જશે અને કામ પણ નહિ અટકે. જેનાથી જામી ગયેલ ગેસ તેના મૂળ રૂપમાં આવી જાય છે અને સામાન્ય દિવસોની જેમ ગેસ સળગવા લાગે છે. તમે પાણીને ઉપરથી પણ નાખી શકો છો.

2 )સિલિન્ડર વ્હીલનો કરવો ઉપયોગ : સારું ! જો તમને એ સવાલ કરવામાં આવે કે સિલિન્ડર સૌથી વધુ ક્યાં કારણે જામી જાય છે. તો પછી તમારો જવાબ શું હોય શકે છે ? કદાચ તમારો જવાબ હોય કે જમીન ઉપર રાખવાને કારણે પણ જામી જાય છે. જી હા મિત્રો, જમીન ઠંડી હોવાને કારણે પણ સિલિન્ડરમાં ગેસ જામી જાય છે. તેવામાં તમે સિલિન્ડર વ્હીલસનો ઉપયોગ કરી શકો છો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, તેને ઘણા લોકો સિલિન્ડર ટ્રૉલીના નામથી પણ ઓળખે છે. તેનો ઉપયોગ કરવાથી ફર્શ ઉપર સિલિન્ડરના ડાઘ પણ પડતાં નથી. આમ ગેસ સિલિન્ડરને જમીન પર રાખવા કરતા કોઈ વ્હીલમાં રાખો.

3 )કોથળાનો ઉપયોગ કરવો : જો વારંવાર શિયાળાની ઋતુમાં ગેસ જામી જતી હોય, તો તમે કોથળાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે પ્લાસ્ટિકના કોથળાનો ઉપયોગ છોડીને શણના કોથળાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે એક થી બે કોથળાને સારો રીતે ફેલાવી લો અને તેના પર સિલિન્ડર રાખવો. તમને જણાવી દઈએ કે શણ સિલિન્ડરને ગરમ રાખે છે. એક થી બે કોથળાને તમે સિલિન્ડર પર રાખી શકો છો.

4 ) તડકામાં રાખો : જો વારંવાર ગેસ જામી જતો હોય, તો આ મુશ્કેલીને દૂર કરવા માટે તમે સિલિન્ડરને થોડા સમય માટે તડકામાં રાખી શકો છો. તેનાથી જામેલો ગેસ સામાન્ય રૂપમાં આવી શકે છે. જો તડકો ન હોય તો તમે લાકડા સળગાવીને થોડા દૂર થોડા સમય માટે રાખી શકો છો. જો કે આ ઉપાયની સરખામણીએ ઉપર જણાવેલી ટિપ્સ વધુ સુરક્ષિત છે. માટે આગની આજુબાજુ રાખવાથી બચવું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment