માટીના વાસણમાં બનેલા ભોજનમાં હોય છે આટલા ઉત્તમ ગુણો, જાણો તેના વિશિષ્ટ ફાયદા.

આજકાલ મોટાભાગના ઘરોમાં એલ્યુમિનિયમ, સ્ટીલ અને નોન-સ્ટીકના વાસણોનો ટ્રેન્ડ વધી ગયો છે. તે સાથે જ આ વાસણોમાં રસોઈ વધુ અનુકૂળ બની ગઈ છે. પરંતુ પહેલા માટીના વાસણોનો ઉપયોગ થતો હતો. માટીના વાસણોમાં રાંધેલો ખોરાક ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે તે સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. આજના સમયમાં આપણી ખાવા-પીવાની સાથે પીરસવાની રીત પણ બદલાઈ ગઈ છે અને આ ફેરફાર રસોઈ અને વાસણોની પદ્ધતિઓમાં પણ આવ્યો છે. એક સમય એવો હતો જ્યારે લોકો ઘરમાં રસોઈ બનાવવા અને ખોરાક પીરસવા માટે માટીના વાસણોનો ઉપયોગ પણ કરતા હતા. જોકે આજકાલ ફક્ત માટીના વાસણોનો ઉપયોગ નામનો જ છે.

પરંતુ સ્વાસ્થ્ય જાળવવા લોકોએ ફરીથી માટીના વાસણોને મહત્વ આપવાનું શરૂ કર્યું છે. હકીકતમાં માટીના વાસણ ફાયદાકારક છે કારણ કે, માટીમાં ઘણા ગુણ રહેલા છે. જ્યારે આ માટીના વાસણમાં રાંધવામાં આવે છે અને ખાવામાં આવે છે, ત્યારે ઝિંક, મેગ્નેશિયમ અને આયર્ન જેવા ઘણા પોષક તત્વો આપણા શરીરને મળે છે. તે સ્વાસ્થ્ય માટે ખુબ સારા છે. તો આવો જાણીએ માટીના વાસણમાં બનેલા ખાવાના ફાયદાઓ વિશે જાણીએ.

આ વાસણની સફાઈ સરળ છે : અત્યારે નોનસ્ટિક વાસણો ઝડપથી સાફ થવાના કારણે વધુ લોકો પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, માટીના વાસણોની સફાઈ પણ સરળ રીતે કરી શકાય છે. તે સમયનો બચાવ પણ કરે છે. માટીના વાસણો ધોવા ખુબ જ સરળ છે. માટીના વાસણ ધોવા માટે કોઈ સાબુ, પાવડર વગેરેનો ઉપયોગ કરવનામાં આવતો નથી. જી હા, માટીના વાસણોને ફક્ત ગરમ પાણીથી ધોઈને સાફ કરી શકો છો.

પોષક તત્વ નષ્ટ થતા નથી : માટીના વાસણમાં ધીમી આંચે ખોરાક બનાવવામાં આવે છે. ધીમી આંચે પર રાંધેલો ખોરાક આરોગ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. માટીના વાસણોમાં બનેલા કઠોળ, શાકભાજી વગેરેમાં સો ટકા સૂક્ષ્મ પોષકતત્વો (માઇક્રોન્યુટ્રિએન્ટ) હાજર છે. આ જ કારણ છે કે, ડાયેટિશિયન અને ન્યુટ્રિશિયન લોકો હવે માટીના વાસણમાં રાંધવાની સલાહ આપી રહ્યા છે. તો લોકોએ પણ પોતાના સ્વાસ્થ્ય માટે માટીના વાસણનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.

પેટની સમસ્યાઓ થશે દૂર : આજકાલ માટીની તવી, કડાઈ, હાંડી વગેરે જેવા વાસણો બજારમાં ઉપલબ્ધ છે. જે લોકોને અપચો અને પેટને લગતી અન્ય સમસ્યાઓ હોય છે, જો તેઓ આ તવી કે કડાઈમાં બરાબર રોટલી ખાય છે, તો તેઓને પેટની બીમારીમાં રાહત મળશે. આજકાલ બદલાતી જીવનશૈલીમાં લોકોને પેટને લગતી ઘણી સમસ્યાઓ થઈ રહી છે. કબજિયાતની સમસ્યા પણ તેમાંથી એક છે. જે લોકો માટીના વાસણમાં બનાવેલું ભોજન કરે છે, તેમની કબજિયાતની સમસ્યા પણ દૂર થવા લાગે છે.

ભોજન બને છે સ્વાદિષ્ટ : આ વાસણોમાં બનાવવામાં આવેલો ખોરાક ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં માટીના પોષકતત્વો રહેલા હોય છે, ખોરાકમાં માટીની સુંગંધ અને ઠંડકનો સ્વાદ હોવાના કારણે ભોજન વધારે ટેસ્ટી લાગે છે. ઉપરાંત માટીના વાસણમાં બનેલો ખોરાક ઝડપથી બગડે નહીં.

ધ્યાન રાખો : માટીના વાસણનો ઉપયોગ કરવો ખુબ જ સરળ છે. જ્યારે તમે પહેલી વખત માટીના વાસણનો ઉપયોગ કરો ત્યારે તેને લગભગ 12 કલાક પાણીમાં પલાળી રાખો. તે પછી તેને પાણીમાંથી બહાર કાઢો અને તેને સૂકવો દો. ત્યાર બાદ તે વાસણનો ઉપયોગ રસોઈ માટે કરો. ઉલ્લેખનીય છે કે, માટીના નાના વાસણો જેવા કે ગ્લાસ, બાઉલ, કપ વગેરે પાણીમાં ઓછામાં ઓછા 6 કલાક માટે પલાળો, ત્યારબાદ જ તેનો ઉપયોગ કરો. ઉપરાંત, આ વાસણોમાં ખાદ્યપદાર્થોને ધીમી આંચ પર રાંધો. 

Leave a Comment