ટુવ્હીલર કરતા પણ સસ્તી ચાલે છે આ પાંચ CNG કાર, એક કિલો CNG આપે છે આટલી એવરેજ..

પેટ્રોલ પર ચાલતી મોટર સાયકલ અને સ્કૂટર શહેરોમાં લગભગ 50 કિલોમીટર પ્રતિ લીટરનું માઈલેજ આપે છે. જ્યારે પેટ્રોલ પર ચાલતી હેચબેક અથવા ઓછી કિંમત વાળી કારનું માઈલેજ લગભગ 15 થી 17 કિલોમીટર પ્રતિ લીટર હોય છે. જ્યારે CNG કારનું માઈલેજ પેટ્રોલની સરખામણીમાં થોડું સારું હોય છે. દિલ્હીમાં 3 માર્ચ એક લીટર પેટ્રોલની કિંમત 91.17 રૂપિયા હતું, જ્યારે એક કિલોગ્રામ CNG નો ભાવ 42.70 રૂપિયા હતો. આ રીતે CNG કારની મુસાફરી રાજધાનીમાં બાઈક કરતા સસ્તી છે.

મિત્રો તમે જાણો છો તેમ હાલ પેટ્રોલના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે. તેવામાં કોઈ પણ જગ્યાની લાંબી મુસાફરી બાઈક પર કરવી ખુબ જ મોંઘી પડે છે. એટલે સુધી કે હવે તો દરરોજની લાઈફમાં પણ બાઈક હવે મોંઘી પડી રહી છે. તેવામાં અમે તમને એવી કાર વિશે જણાવીશું જેમાં CNG નો ઉપયોગ કરીને તમે બાઈક કરતા પણ ઓછા ખર્ચે કારમાં મુસાફરી શકો છો. તો આજે અમે તમને એક કાર વિશે જણાવશું, જે CNG ગેસમાં સૌથી વધુ માઈલેજ આપે છે.મારુતિની WagonR દેશીની સૌથી વધુ માઈલેજ આપનાર CNG કારમાંથી એક છે. 7 લાખ રૂપિયાથી અને ઓછી કિંમતની શ્રેણી વાળી આ કાર કંપનીના દાવા અનુસાર એક કિલોગ્રામ ગેસમાં 32 કિલોમીટરથી વધુ સફર કરી શકે છે. આ હિસાબે દિલ્હીથી જયપુરની મુસાફરી આ કારથી 450 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં કરી શકાય છે.હુંડાઈ મોટર્સની ઓરા સેડાન શ્રેણીમાં બેસ્ટ CNG કાર છે. તેમાં કંપની 1.2 લીટરના bi-fuel એન્જીન આપે છે. આ એન્જીન પેટ્રોલ અને CNG બંને પર કામ કરે છે. આ વિશે કંપનીનો દાવો છે કે આ 28 કિલોમીટરનું માઈલેજ આપે છે.દેશના મધ્યમવર્ગીયની પહેલી પસંદ રહી છે મારુતિની Alto. હવે કંપનીમાંથી જ ફેક્ટરી ફીટેડ CNG મોડેલમાં આવે છે. ઓલ્ટો વિશે કંપનીનો દાવો છે કે, એક કિલોગ્રામ CNG માં 31 કિલોમીટરથી વધુ મુસાફરી કરી શકાય છે. આ રીતે નાના-મોટા ફેમિલી ટ્રીપ માટે આ તમારી પહેલી પસંદ હોય શકે છે.હુંડાઈની સૌથી વધુ પસંદ કરવામાં આવતી હેચબેક કાર સેન્ટ્રોનું CNG મોડેલ એક કિલોગ્રામ ગેસમાં 30 કિલોમીટરથી વધુનું માઈલેજ આપે છે. પોતાની કિંમતના આ દામ પર આ શ્રેણીમાં આ મારુતિની વેગનઆર અને ઓલ્ટો બંને મોટો પડકાર આપે છે.ઓનલાઈન કમ્પેરીઝન કરનાર લગભગ બધી ઓટો વેબસાઈટ પર મારુતિ suzuki ની અર્ટીગાના CNG મોડેલની રેટિંગ હાઈ છે. MPV સેગમેન્ટની આ કારને લઈને કંપનીનો દાવો છે કે, આ કાર એક કિલોગ્રામ CNG માં 26 કિલોમીટર સુધી માઈલેજ આપે છે. આ રીતે આ કાર આ શ્રેણીમાં સૌથી વધુ માઈલેજ આપનાર CNG કાર છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment