Yamaha ની આ પોપ્યુલર બાઈક શા માટે થઈ બંધ ? હવે કેમ નથી મળતી..? જાણી તેના કારણો અને હકીકત, ચોંકી જશો..

મિત્રો આપણે આપણી દરરોજની જીવનશૈલીમાં બાઈકનો ઉપયોગ કરીએ છીએ. અથવા તો કોઈને કોઈ વાહનનો ઉપયોગ આપણે કરીએ છીએ. કારણ કે વાહન વગર આજના સમયમાં કોઈપણ સ્થળે જાવું ખુબ જ મુશ્કેલ છે. ત્યારે ટુ વ્હીલરમાં બાઈકનું વિશેષ મહત્વ રહેલું છે. આથી અનેક બાઈક બનાવતી કંપની વિશે તમે જાણતા હશો. તેમાંથી જ એક કંપની છે યમાહા. જેની એક બાઈક આજે બંધ થઇ ગઈ છે. પણ તેના બંધ થવા પાછળનું કારણ કોઈપણ નથી  જાણતું.  

આજના સમયમાં લગભગ દરરોજ અલગ અલગ અલગ કંપનીઓ ની બાઈક લોન્ચ થતી હોય છે. પણ વર્ષ 1985 માં લોન્ચ થયેલી એક બાઈક આજે પણ યુવાનોના દિલ પર રાજ કરી રહી છે. આ બાઈક ભલે આપણા દેશમાં બંધ થઇ ગઈ હોય, પણ આજે પણ ઘણા લોકો તેને ખરીદવા માંગે છે. ઘણા બાઈક લવર્સ તો તેને ઘરે સજાવીને રાખે છે. શો રૂમમાં પણ આ મોડલના રૂપમાં જોવા મળી જાય છે. એટલું જ નહિ લોકપ્રિય હોવા છતાં પણ ભારત સરકારે તેને બંધ કરી દીધી? યમાહા કંપનીની આ બાઈક ને માત્ર 11 વર્ષ પછી ડિસ્કંટીન્યુ કરવામાં આવી હતી. સ્પીડ ની બાબતે આજે પણ આ કોઈ સુપર બાઇકથી ઓછી નથી.1985 માં આ બાઈકને કંપનીએ કરી હતી ડિસ્કંટીન્યુ:- આપણે જે બાઈક વિશે વાત કરી રહ્યા છીએ તે યમાહા કંપનીની RX 100 છે. તેને કંપનીએ વર્ષ 1985 માં લોન્ચ કરી હતી. ત્યારે આ બાઈકની કિંમત માત્ર 19,700 રૂપિયા હતી. બંધ થઇ ગયાં પછી પણ તે સેકંડ હેન્ડ બાઈક સેલરની પાસે જોવા મળી જાય છે. તે સમયે આ બાઈકને યમાહા કંપની જાપાનમાં રજૂ કરી હતી. ઈએસ્કોટ કંપનીની સાથે મળીને યમાહાએ ભારતમાં તેને વેચવાનું શરુ કર્યું હતું. આજે પણ આ બાઈક સડક પર જોવા મળી જાય છે. 

યમાહા RX 100 બાઈકની વિશેષતાઓ:- યમાહા RX 100 ની સૌથી મોટી વિશેષતા એ છે કે તે માત્ર 7 સેકન્ડ ની અંદર આ બાઈક 100 ની સ્પીડ પકડી લે છે. આ બાઈકનું એન્જીન 98 સીસી નું છે. તેમાં 2 સ્ટ્રોક એર કુલ્ડ એન્જીન આપવામાં આવેલ છે. તે 11 બીએચપી ની પાવર સાથે 10.39 એનએમ ટોર્ચ જનરેટ કરી શકે છે. બોલીવુડ ફિલ્મ અને ગીતમાં આજે પણ આ બાઈક નો ઉપયોગ કરવામાં આવે છે. કિંમત ઓછી હોવાની સાથે ફીચર બાબતે આજે પણ આ બાઈક અન બાઈક થી આગળ છે. 90 ના દશકમાં ચોરી અને સ્ટેચીંગ કરતા લોકો આ બાઈકનો ઉપયોગ કરતા હતા.શા માટે કંપનીએ આ બાઈકને ડિસ્કંટીન્યુ કરી:- હવે તમે વિચારતા હશો કે ફીચર્સ અને કીમત ઓછી હોવા છતાં પણ કંપનીએ આ બાઈકને ડિસ્કંટીન્યુ કેમ કરી દીધી. તેની પાછળ નું સૌથી મોટું કારણ ઈમીશન નોર્મસ છે. જો કે ઘણા લોકો એ પણ કહે છે કે તેની પીકઅપ અને સ્પીડને કારણે પોલીસ ચોરને પકડી શકતી ન હતી. સાથે જ પ્રદુષણ ના કારણે સરકાર તેના પર વિચાર કરી રહી હતી. પછી યમાહા કંપનીએ RX 135 લોન્ચ કરી હતી. RX 135 ને પણ યુવાનોએ ખુબ જ પસંદ કરી હતી.

આમ આ કારણો ને લીધે 1985 માં લોન્ચ થયેલ RX 100 યમાહા બાઈકને બન્ધ કરવામાં આવી હતી. પણ આજના સમયમાં પણ લોકો આ બાઈકની સ્પીડના દીવાના છે. એટલે જ લોકો તેનું સેકંડ હેન્ડ મોડલ પણ ખરીદવા તૈયાર છે. જોકે અન્ય દેશોમાં આ બાઈકનું વેચાણ આજે પણ ચાલુ છે. પણ ભારતમાં સરકાર દ્વારા તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment