જાપાનીઝ આટલા સફળ કેમ છે? તેનું કારણ છે આ “IKIGAI” ફોર્મુલા, જાણો શું છે આ ફોર્મુલા?

‘IKIGAI’ નામ સાંભળીને તમને થોડું આશ્ચર્ય જરૂર થશે અને એક સવાલ પણ થશે કે, આ ‘IKIGAI’ શું છે ? તેનો આપણી સાથે શું સંબંધ છે ? તો મિત્રો આ એક એવો ફોર્મ્યુલા છે જેને અપનાવીને તમે તમારા જીવનનું સાચું મકસદ મેળવી શકો છો. આ ફોર્મ્યુલા તમે તમારા જીવનમાં અપનાવશો તો સફળતાના દરેક પગથિયા ચડી જશો. તો ચાલો જાણીએ આ ફોર્મ્યુલા વિશે વિસ્તારથી.

‘IKIGAI’ એક જીવન જીવવાની સાચી દિશા બતાવતી બુક છે. જેને જાપાની લોકો પોતાના જીવનમાં અપનાવીને એક સુકુન ભરેલી અને શાંતિ પૂર્ણ જિંદગી જીવે છે. આ એક એવી લાઈફ છે જેને અપનાવીને જાપાનના 80-90  વર્ષના લોકો પણ અદ્દભુત લાઈફ જીવે છે. વાસ્તવમાં આ એક એવી પદ્ધતિ છે જેમાં તમે સૌથી સારી, લાંબી અને સુખ પૂર્ણ જિંદગીની ભેટ આપણને મળે છે.

જાપાનમાં આવેલ એક આઈલેન્ડ, જેનું નામ છે OKINAWA (ઓકીનાવા). ત્યાં રહેતા લોકો હંમેશા એક શાંતિ અને સુકુન ભરેલી જિંદગી જીવે છે. સૌથી વધુ આશ્ચર્ય ધરાવતી વાત  એ છે કે ત્યાંના લોકો 100 વર્ષથી પણ વધુ જીવે છે. જ્યારે 80-90 વર્ષ સુધી તો લોકો ખુશીથી પોતાનું કામ કરે છે.  સાથે જ ત્યાંના લોકો છેલ્લા શ્વાસ સુધી રીટાયર્ડ થવાનું નામ નથી લેતા. તેનું કારણ માત્ર એક જ છે કે, ત્યાંના લોકો પોતાના જીવનનું સાચું લક્ષ્ય જાણે છે અને  તેને હાંસિલ કરવા માટે પોતાની જિંદગીને માણી લે છે. તો શું તમે પણ આ ફોર્મુલા વિશે જાણવા માંગો છો તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો. આપણે જોતા હોઈએ છીએ કે આજકાલ મોટાભાગના લોકો પોતાની જિંદગી ખુબ જ તણાવમાં પસાર કરી રહ્યા છે. તેનું માત્ર એક કારણ છે કે લોકો પોતાના લક્ષ્ય અનુસાર જીવન જીવતા અથવા તો જાણતા નથી. જ્યારે જાપાની લોકોનું એવું માનવું છે કે, આ દુનિયામાં દરેક લોકો કોઈને કોઈ મકસદથી આવતા હોય છે અને જો તમે તે મકસદ જાણી લો અને તે મુજબ જીવો છો તો લાઈફ ખુબ જ સરળ બની જાય છે.

‘IKIGAI’ નો અર્થ થાય છે ‘જીવન જીવવાનું સાચું મકસદ.’ જ્યારે પણ તમે તમારા મકસદ વગરનું કોઈ પણ કામ કરો છો ત્યારે તમે તણાવ અનુભવો છો. તમારું મગજ સતત જે દિશામાં કામ કરવું જોઈએ તે દિશામાં કામ નથી કરતું. પરિણામે જીવન એક બોજ બની જાય છે. પરંતુ જો ‘IKIGAI’નો આ ફોર્મ્યુલા અપનાવો છો, ત્યારે તમે દુનિયાના કોઈ પણ ખૂણે હો, પરંતુ તેમ છતાં  જીવનનું સાચું લક્ષ્ય મેળવી શકો છો.

જ્યારે એક યુવાન પોતાની કોલેજ પૂરી કરીને બહાર સમાજમાં આવે છે, ત્યારે તેના માટે સૌથી મોટો સવાલ એ હોય છે કે, હવે તે પોતાની લાઇફમાં શું કરવા અને બનવા માંગે છે. પરંતુ તે સાચો નિર્ણય નથી લઇ શકતો. તેનું કારણ છે, તે પોતાનો મોટાભાગનો સમય અન્ય કામ કરવામાં જ કાઢી નાખે છે. પરંતુ તેનાથી કોઈ આનંદ કે ખુશી નથી મળતી. આવા સમયે બીજા લોકો તેને કહે છે કે, ‘એ કામ કરો જેમાં તમને ખુશી મળે.’ તો કોઈ  એવું કહે કે, ‘જે કામ તમને ખુબ સારું આવડે છે તે કરો.’ તો કોઈ એમ પણ કહે કે, ‘એવું કામ કરો જેમાં વધુ પૈસા મળે.’ તો કોઈ એમ કહે કે, ‘એવું કામ કરો જેની દુનિયાને જરૂર છે.’

આમ આવા સવાલોમાં વ્યક્તિ અટવાયા કરે છે. પરંતુ સાચો નિર્ણય નથી લઇ શકતો. જ્યારે ‘IKIGAI’ તમને આ સવાલોનું ખુબ સારી રીતે સમાધાન કરી આપે છે. આ ચારેય બાબતોને ‘IKIGAI’ માં ખુબ સારી રીતે લેવામાં આવી છે. વ્યક્તિ લાઇફમાં એટલા માટે દુઃખી થાય છે, કારણ કે તમને લોકો તેમાંથી કોઈ એક બાબત જ સિલેક્ટ કરવા કહે છે. પરંતુ એવું નથી, તમે આ ચારેય બાબત અપનાવીને પણ જીવનનું સાચું ધ્યેય મેળવી શકો છો. જીવનનું સાચું મકસદ મેળવવા આવ ચાર પોઈન્ટ ખુબ જરૂરી છે.

  1. જે કામ તમને પસંદ છે.
  2. જે કામ તમે ખુબ સારી રીતે કરી શકો છો.
  3. જે કામના બદલામાં તમને પૈસા મળે.
  4. જે કામની દુનિયાને જરૂરત છે.

એટલે કે જે કામ તમને પસંદ છે, અને તે કામ તમે ખુબ જ સારી આવડતથી કરી શકો છો. તો આ બંનેના મિશ્રણથી તમારી ફેશનનો જન્મ થશે. એટલે કે તમારી પસંદનું કામ તમે ખુબ સારી રીતે કરી શકો છો, અને એક સમયે એ તમારી  ફેશન બની જશે.

હવે જે કામ તમે સારી રીતે કરી શકો છો તેમાં તમે તમારું નોલેજ વધારીને કંઈક નવું સર્જન કરી છો અને તેના બદલામાં તમને સારા એવા પૈસા મળે છે. આમ તમારી ત્રીજી જરૂરત પૂરી થાય છે. હવે જે કામના બદલામાં તમને પૈસા મળે છે, તે કામની જરૂરત આ દુનિયા છે. તો તેના પરિણામે તમને નામના મળશે. આમ જ્યારે તમે ચોથી અને પહેલી જરૂરિયાતને ભેગી કરો છો ત્યારે તમને તે કામ પસંદ છે, અને દુનિયાને તેની જરૂરિયાત પણ છે.  હવે આપણે એક ઉદાહરણ દ્રારા સમજીએ. અમિતાભ બચ્ચન જેને એક્ટિંગ કરવી પસંદ છે. તે એક્ટિંગમાં પોતાનું નોલેજ વધારીને લોકોને કંઈક નવું આપે છે, પરિણામે તેને પૈસા મળે છે. આમ મનોરંજન એ દુનિયાની જરૂરત છે. જે અમિતાભ બચ્ચન પાસે છે. આમ જ્યારે અમિતાભની પસંદ એ લોકોની જરૂરત બની જાય છે. પરિણામે તેને તેનું સાચું મકસદ મળી જાય છે અને આજે તે ફિલ્મ દુનિયાનો બેતાબ બાદશાહ બની ગયો છે.

એક બીજું ઉદાહરણ લો. ધારો કે તમને ઈન્ટરનેટની દુનિયા ખુબ પસંદ છે. તમે તેમાં સારું એવું નોલેજ ભેગું કરીને blogging બનાવો છો. હવે તમારી પસંદને તમે વિકસાવો છો, જેના બદલામાં તમને પૈસા મળે છે. જ્યારે લોકો તમારી આ blogging સિસ્ટમને અપનાવે છે. આમ તમારી પસંદની લોકોને એટલે કે દુનિયાને પણ જરૂરિયાત ઉભી થાય. પરિણામે તમારી પસંદ એ દુનિયાની જરૂરિયાત બની જાય છે. આમ તમે એક કામયાબ વ્યક્તિ બની શકો છો.

આમ આ દુનિયામાં તમે જેટલા પણ કામયાબ માણસોને જાણો છો, તેઓ એ  પોતાનું ‘IKIGAI’ શોધી લીધું હોય છે. તેઓ પોતાના ‘IKIGAI’ માં એટલા ખોવાઈ ગયા હોય છે કે, તેઓ પછી પોતાની આસપાસની દુનિયાને પણ ભૂલી જાય છે. પોતાના કામને એટલું ઊંડાણ પૂર્વક કરે છે કે, તેમાં કોઈ મિસ્ટેકને પણ સ્થાન નથી હોતું. આ સ્થિતિને ‘flow state’ કહે છે. જેમાં તમને અન્ય કોઈ પણ વસ્તુ દેખાતી નથી. આમ પોતાનું ‘IKIGAI’ મેળવીને જ એપલના માલિક steve jobs ને જાપાનના artist અને એન્જીનિયર ખુબ પસંદ હતા. તેથી જ્યારે તેઓ એ સોની કંપનીની મુલાકાત લીધી ત્યારે તેમણે ઘણું જાણવા મળ્યું હતું અને આ ઉપરાંત તેઓને યુનિફોર્મનો વિચાર પણ ત્યાંથી જ આવ્યો હતો.

આ સિવાય જાપાની jiro ono પોતાની 94 વર્ષની ઉંમર હોવા છતાં પણ વર્લ્ડની સૌથી બેસ્ટ સુશી ડીશ બનાવે છે. કારણ કે, સુશી ડીશ બનાવવું એ તેનું ‘IKIGAI’ છે. આમ બીજું એક ઉદાહરણ છે mark court જે કાર પેન્ટિંગનું કામ છે અને તે પોતાના હાથે જ Rolls Royce ની લાઈન paint કરે છે. જેના કામને આજ સુધી કોઈ નકારી નથી શક્યું.

આમ જો તમે તમારું ‘IKIGAI’ શોધી લો છો, તો તે કામ તમારી ફેશન બની જશે. પરંતુ ‘IKIGAI’ આમ એકદમ અથવા તો તરત જ નહિ મળે. તેના માટે તમારે પોતાના મનનું મંથન કરવું પડશે. વારંવાર પોતાની જાત સાથે પ્રશ્ન કરવા પડશે અને જ્યારે તમને તમારું ‘IKIGAI’ મળી જશે ત્યારે તમને લાગશે કે હા, આ જ મારું મકસદ છે. પછી જુઓ તમારી લાઈફ કેવી રીતે બદલે છે. લાઈફ કેટલી સરળ અને ખુશીઓથી ભરેલી થઈ જશે. પછી કોઈ કામનો બોજ નહિ રહે, પરંતુ હળવા અને પ્રફુલિત મને તમે તમારું કામ કરી શકશો.

Leave a Comment