ભૂખ્યા પેટે કરો લસણનું સેવન , આ સમસ્યામાંથી ચમત્કારી રીતે મળશે રાહત.

મિત્રો આપણા ભારતીય આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે, જો લસણનું સેવન કરવામાં આવે તો આપણે યુવાન રહી શકીએ છીએ. સાથે સાથે ઘણી બધી બીમારીઓમાં દવાનું પણ કામ કરે છે. જેમ કે કબજિયાત, બવાસીર, કાનનો દુઃખાવો, બ્લડ પ્રેશર અને ભૂખને ખૂલવામાં પણ મદદરૂપ થાય છે. લસણ એક કુદરતી એન્ટીબાયોટિક વસ્તુ છે. જે આપણા શરીરમાં ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પરંતુ આપણે ત્યાં લસણનો ઉપયોગ મોટા ભાગે ભોજનમાં સ્વાદને વધારવા માટે થાય છે. જેના ઉપયોગથી ખાવામાં સ્વાદ પણ સારો આવે છે. માટે ભારતમાં તેનો ઉપયોગ શાક બનાવવા માટે ખુબ જ કરવામાં આવે છે.

પરંતુ આયુર્વેદ અનુસાર જોઈએ તો માત્ર એક જ લસણની કળી આપણા શરીરને ઘણી બીમારીથી દુર રાખે છે. લસણ માત્ર આપણા જમવાનો સ્વાદ જ નથી વધારતું, પરંતુ તે આપણા સ્વાસ્થ્યનું ખુબ જ ખ્યાલ રાખે છે. પરંતુ જો માત્ર લસણની કળીનું સેવન ભૂખ્યા પેટે કરવામાં આવે તો આપણા શરીર માટે અમૃત સમાન સાબિત થાય છે. તો ચાલો જાણીએ લસણની કળીથી શું શું ફાયદા થાય છે. મિત્રો આજના સમયમાં લોકોને ભૂખ ઓછી લાગવાની પણ સમસ્યા હોય છે. ખાસ કરીને જે લોકો બેઠાળુ જીવન જીવી રહ્યા હોય છે, તેને આ પ્રકારની સમસ્યા હોય છે. પરંતુ જો સમસ્યામાંથી બહાર આવવું હોય તો લસણનું સેવન કરવું જોઈએ. લાસનું સેવન આપણી ભૂખને વધારે છે. ઘણી વાર ઓછી ભૂખ લાગવાથી આપણા પેટમાં એસીડ પણ બનતું હોય છે. પરંતુ જો લસણનું સેવન કરવામાં આવે તો આપણા પેટમાં એસીડ બનતું નથી અને આપણને સમયસર ભૂખ પણ લાગે છે. માટે જો ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો લસણનું સેવન કરવું જોઈએ. જે તમારા તણાવને પણ ઓછો કરે છે.

આજકાલ લગભગ લોકોમાં કેલ્શિયમની કમીના કારણે દાંતમાં દુઃખાવો થતો હોય છે. પરંતુ આ સમસ્યામાં પણ એક લસણની કળી ફાયદો કરાવી શકે છે. કેમ કે લસણમાં કુદરતી એન્ટીબેક્ટેરિઅલ હોય છે, અને તેની સાથે સાથે તેમાં દુઃખાવાને દુર કરવામાં ગુણો પણ રહેલા હોય છે. જેના કારણ દાંતમાં દુખાવામાં રાહત પણ અપાવે છે છે. પરંતુ દાંતમાં જે જગ્યા પર દુઃખાવો થતો હોય ત્યાં લસણની એક કળીને પીસી નાખવાની અને દુઃખાવા પર લગાવી દેવાની. બ્લડ પ્રેશરની સમસ્યા આજે સામાન્ય બની ગઈ છે, અમુક ઉમર બાદ આ સમસ્યાથી લગભગ વ્યક્તિ ઘેરાય જાય છે. પરંતુ જો આ સમસ્યામાં લસણનું સેવન કરવામાં આવે તો બ્લડ સર્ક્યુલેશન નિયમિતપણે થાય છે. અને આ સમસ્યામાં રાહત મળે છે. પરંતુ લસણ હાઈ બ્લડ પ્રેશરની સાથે સાથે હૃદયને લગતી બીમારીમાં પણ રાહત અપાવે છે.

લસણ આપણા પેટની સાથે જોડાયેલી દરેક સમસ્યા માટે પણ ખુબ જ લાભદાયક છે. કેમ કે આપણા પેટમાં અમુક સમયે ઝેરી પદાર્થો પણ જામી જતા હોય છે. જેને સાફ કરવા માટે લસણનું સેવન કરવામાં આવે તો તેમાં રાહત અનુભવાય છે. આપણા પેટની દરેક સમસ્યામાં લસણ આપણને ફાયદો પહોંચાડે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment