મેન્યુઅલ ગિયરવાળી કાર ચલાવતા સમયે રાખજો આટલી સાવધાની, નહીં તો ગાડીને થશે મોંઘુ છે મોટું નુકસાન…આ પાંચ પ્રકારની ભૂલો ક્યારેય ન કરતા.

મિત્રો આજના સમયમાં દેશમાં ઓટોમેટીક કારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકોને હવે ઓટોમેટીક કાર વધુ પસંદ આવવા લાગી છે પરંતુ હજુ પણ મેન્યુઅલ ગિયર બોક્સ વાળી કારો ની સંખ્યા વધારે છે એન્યુઅલ ગીયર બોક્સ વાળી કાર ચલાવતી વખતે મોટાભાગે લોકો એવી ભૂલો કરે છે જે ગાડી અને ડ્રાઇવર બંનેને નુકસાન પહોંચી શકે છે. અહીંયા અમે તમને એવી પાંચ મોટી ભૂલો વિશે જણાવીશું જેને મેન્યુઅલ ગિયરબોક્સ વાળી કાર ચલાવતા સમયે ક્યારેય ન કરવી જોઈએ.

1) ગિયર લીવરને આર્મરેસ્ટ ન બનાવવું જોઈએ:- મેન્યુઅલ ગીયર વાળી કાર ચલાવતી વખતે મોટાભાગે લોકો એક હાથ સ્ટીયરીંગ અને બીજો હાથ ગિયર લીવર પર રાખે છે. ગિયર લીવર નો ઉપયોગ હાથ રાખવા માટે ન કરવો જોઈએ. વળી મેન્યુઅલ ટ્રાન્સમિશન દરમિયાન આપણે માત્ર ગિયર લીવર દેખાય છે, પરંતુ તેની પાછળના ફંકશનિંગ નથી દેખાતા.ગિયર લીવર થી ગિયર ચેન્જ કરતી વખતે સ્થિર રહેતા સિલેકટર ફોર્ક રોટેટીંગ કોલર ની તરફ દબાય છે અને કોલર ગિયરને તેવી સ્થિતિમાં દબાવે છે, જેમાં તમે ડ્રાઇવ કરવા ઈચ્છો છો. ગિયર લીવર પર હાથ રાખવાથી સિલેકટર ફોર્ક રોટેટીંગ કોલર ના સંપર્કમાં આવી શકે છે અને ગિયર બદલાવાની સંભાવના બનેલી રહે છે. તેથી કાર ચલાવતા દરમિયાન તમારો હાથ સ્ટીયરીંગ વ્હીલ પર જ રાખો તેનાથી તમે અને તમારી ગાડી બંને સુરક્ષિત રહેશે.

2) ક્લચ પેન્ડલ પર હંમેશા ન રાખો પગ:- કારના ક્લચ પેડલ પર તમારા પગને રેસ્ટ ન આપો. આમ કરવાથી ઇંધણ નો વપરાશ વધુ થાય છે કારણ કે એવામાં ટ્રાન્સમિશન એનર્જીને નુકસાન થવાની સંભાવના રહે છે. સાથે જ જો તમને અચાનક બ્રેક લગાવવાની જરૂર પડી તો તમે હળબળાટ માં બ્રેક ની જગ્યાએ ક્લચ દબાવી દેશો, જેનાથી એક્સિડન્ટ થઈ શકે છે. તેથી સારું એ રહેશે કે ડેડ પેડલ નો ઉપયોગ કરો, જે એકલો ક્લચ પેડલ ની પાસે રહે છે અને આજકાલ સરેરાશ દરેક કારોમાં મળે છે.3) સ્ટોપ સિગ્નલ પર ગિયર પર ન રાખો કાર:- સ્ટોપ સિગ્નલ પર જો તમે એન્જિન બંધ નહીં કરવા ઈચ્છો તો કારને ન્યુટ્રલ પર રાખવી બેસ્ટ ઓપ્શન છે. સ્ટોપ સિગ્નલ પર કારને ગિયર માં છોડી તો સિગ્નલ ગ્રીન થતા પહેલા ક્લચ પરથી પગ સ્લીપ થવાની સંભાવના રહે છે. એવામાં કાર જાતે જ આગળ વધવા લાગશે અને દુર્ઘટના થઈ શકે છે.

4) કાર ની ગતિ વધારતા વખતે ખોટા ગિયરનો ન કરો ઉપયોગ:- સ્પીડ વધારતી વખતે ગિયર પણ સ્પીડ ના હિસાબે રાખવો. નીચલા ગિયર માં વધારે સ્પીડ રાખવાથી એન્જિન પર દબાણ વધશે અને અવાજ કરવા લાગશે. આમ થવાથી તમને ઇંધણનો વધારે વપરાશ થશે. એન્જિન જલ્દી ખરાબ થવાનું જોખમ રહે છે. કારનો ગિયર પણ હંમેશા યોગ્ય એન્જિન આરપીએમ (રિવોલ્યુશન પ્રતિ મિનિટ) પર બદલવું જોઈએ. તેના પ્રમાણે જ એક્સીલેટર દબાવવું જોઈએ.5) પહાડ ચડતી વખતે ક્લચ પેન્ડલ ન દબાવી રાખો:- સામાન્ય રીતે લોકો પહાડ પર કાર ચડાવતી વખતે ક્લચ દબાવી રાખે છે, જે ખોટું છે. જો તમે આવી સ્થિતિ માં ક્લચ દબાવી રાખો છો તો ઢાળ આવવા પર કાર પાછળ જવા લાગે છે. કારને ચડાવતી વખતે ગિયર માં જ રાખો અને ક્લચ ને માત્ર ગિયર બદલતી વખતે જ ઉપયોગ કરો. તેને સતત ન દબાવી રાખો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment