જાણો ઘરે રહેલા એર કુલરની સફાઈ કરવાની આ સરળ રીત, મફતમાં થશે નવા જેવું સાફ અને હવા આપશે AC જેવી ઠંડી… બેક્ટેરિયા અને સ્મેલ થશે ગાયબ…

મિત્રો હવે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં ગરમીથી રાહત મેળવવા માટે ઘરોમાં પંખા નો ઉપયોગ શરૂ થઈ ગયો છે. તેમજ ટૂંક સમયમાં જ કુલર ઉપયોગ કરવાનો સમય પણ આવી જશે. જોકે કુલર નો ઉપયોગ કરતા પહેલા તેની સફાઈ કરવી પણ ખૂબ જ જરૂરી હોય છે. એવામાં કેટલીક સરળ રીત ની મદદ થી તમે કુલરને ઘરે જ સરળતાથી ચમકાવી શકો છો.

શિયાળા દરમિયાન દરેકના ઘરોમાં કુલર નો ઉપયોગ બંધ થઈ જાય છે એવામાં ઘણા મહિના સુધી બંધ રાખવાથી કુલર પર ધૂળ માટી જમા થઈ જાય છે. જેના કારણે કુલરમાંથી સ્મેલ પણ આવવા લાગે છે. તેથી અમે તમને જણાવવા જઈ રહ્યા છે. કુલર સાફ કરવાની કેટલીક ટિપ્સ જેને ફોલો કરીને તમે કુલરને નવું અને સ્મેલ ફ્રી બનાવી શકો છો.1) વોટર ટેંક ક્લીન કરો:- સૌથી પહેલા કુલર ના પ્લગ ને સ્વીચ બોર્ડ માંથી કાઢી દો. હવે કુલરની વોટર ટેંક ને સાફ કરવા માટે સૌથી પહેલા કુલરમાં ભરેલું પાણી કાઢી દો. ત્યારબાદ કુલર ની વોટર ટેંક ને સ્ક્રબ કરો. જેથી ટેન્કમાં જામેલી પાણીની પરત નીકળી જશે. ત્યારબાદ તેમાં સફેદ સરકો નાખી દો અને એક કલાક બાદ વોટર ટેંક ને સાફ પાણીથી ધોઈ લો. તેનાથી તમારું કુલર સ્મેલ અને બેક્ટેરિયા ફ્રી બની જશે. 

2) કુલિંગ પેડ ની સફાઈ:- કુલરના કુલિંગ પેડ ની સફાઈ કરવા માટે તમે સફેદ સરકો અને લીંબુનો ઉપયોગ કરી શકો છો એવામાં એક ટબમાં પાણી લો. હવે તેમાં સફેદ સરકો અને લીંબુનો રસ નાખીને કુલિંગ પેડ ને તેમાં પલાળી દો. ત્યારબાદ બે મિનિટ પછી કૂલિંગ પેડને પાણીમાંથી કાઢીને સુકવવા માટે રાખો. ત્યારબાદ તેને કુલરમાં લગાવો.3) કુલર ની વિંગ્સ સાફ કરો:- કુલર ના પંખા ને સાફ કરવા માટે તમે માઈલ્ડ ડિટરજન્ટ ની મદદ લઈ શકો છો. તેના માટે પાણીમાં માઈલ્ડ ડીટરજન્ટ મેળવીને પંખા ને ક્લિન કરો. પરંતુ ધ્યાન રાખવું કે પંખાથી મોટરના તાર પણ જોડાયેલા રહે છે. એવામાં કુલર ના પંખા ને સાફ કરતી વખતે સાવધાની રાખવી ન ભૂલતા. તેમજ સેનીટાઈઝર નો છંટકાવ કરીને પણ તમે પંખા ને બેક્ટેરિયા ફ્રી રાખી શકો છો.

4) બોડીને ક્લીન કરો:- સફેદ સરકાનો ઉપયોગ કરીને તમે કુલરની બોડીને પણ નવી બનાવી શકો છો. તેના માટે પાણીમાં સફેદ સરકો મેળવીને ઘોળ તૈયાર કરો. હવે આ મિશ્રણથી કુલરની બોડીને સાફ કરી લો તેમજ બોડીની દુર્ગંધ દૂર કરવા માટે તમે તેને તાપમાં સુકવી શકો છો.

5) મોટર માં તેલ નાખો:- કુલર ને ક્લીન કર્યા બાદ મોટરમાં તેલ જરૂર નાખવું. એવામાં તમે કુલરના પંખા અને મોટરમાં લ્યુબ્રીકેન્ટ ઓઇલ નાખી શકો છો. તેનાથી કુલરની મોટર અને પંખા જામ નહીં થાય અને તમારું કુલર હંમેશા નવું બનેલું રહેશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment