અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, અને પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
આ મંદિરમા પુજાય છે ચુડેલ માતાજી… જાણો શું છે તેમનો ઈતિહાસ..શા માટે તેઓ ચુડેલ માતાજીથી ઓળખાઈ છે..
મિત્રો અત્યાર સુધી તમે ઘણા માતાના મંદિર અને માતાજી વિશે સાંભળ્યું હશે. પરંતુ ચુડેલ માતાજી વિશે ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે. શ્રી ચુડેલ માતાજીનું મંદિર ગુજરાતના પાટણમાં આવેલું એક ખુબ જ રમણીય તીર્થધામ છે. ચુડેલ માતાજીનું મંદિર પાટણથી 10 km અને અમદાવાદથી 118 km દુર આવેલું છે.
મિત્રો જેટલું રોચક આ મંદિરનું નામ છે એટલો જ રોચક તેનો ઈતિહાસ પણ છે. જે દરેક લોકો માટે જાણવા જેવી વાત છે. કેમ કે પહેલા આપણને એ પ્રશ્ન થાય કે આખરે કોઈ ચુડેલ માતાજી કંઈ રીતે બને ! તો આશરે એક દાયકા પહેલાની વાત છે. ચુડેલ માતાજીનું મૂળ વતન જુના જામફર હતું અને તેઓ વાઘેલા કુળની દીકરી હતા. તેમની માતાનું નામ પન્નાશા હતું અને તેઓ ઉત્તર રાજપૂત કુળના હતા.
શ્રી ચુડેલ માતાજીનું મૂળ નામ દેવલબા હતું. દેવલબા તેમના પિતાની એકને એક દીકરી હતા. તેમના માતાપિતાને દેવલબા સિવાય કોઈ સંતાન ન હતા. તેઓ બનાસકાંઠા નદીના તટ પર રહેતા હતા. દેવલબા જ્યારે 15-16 વર્ષના થયા ત્યારે વરસાદ ન પડવાથી ખુબ ગરીબી આવે છે અને દુકાળ પડે છે. ત્યારે જલોત્રા કરવાનો સમય થઇ ગયો હતો અને દેવલબાને કંકુ ચોખા લાવવાનું કહ્યું હતું પરંતુ ત્યારે દેવલબા ઊંઘી રહ્યા હતા. તેમને બુમ સંભળાઈ અને તેઓ ઊંઘમાંથી ઉભા થયા અને જ્યારે ખાટલા નીચે પગ મુકે છે ત્યારે ખાટલા નીચે કાળો નાગ આવીને ઉભો રહે છે.
ત્યારે દેવલબ કંકુ ચોખા લેવા ન જઈ શક્યા અને દેવલબાએ સાપને પોતાના પગ નીચે દબાવી રાખ્યો. ત્યારે નાની ઉમરે તેમના પિતાને ભાસ થયો કે તેમના ઘરે જેણે અવતાર લીધો છે તે કોઈ દેવીય અવતાર છે.
તેમના બીજા પરચાની વાત કરીએ તો એક વાર ગામના પાદરે દેવલબા રમતા હતા ત્યારે બે આખલા લડતા લડતા દેવલબા પાસે આવી પહોંચે છે. ત્યારે લોકો આમ તેમ ભાગવા લાગે છે પરંતુ દેવલબા તો ત્યાં જ ઉભા રહે છે અને બે આખલામાંથી એક આખલો દેવલબા પાસે આવ્યો ત્યારે દેવલબાએ તે આખલાના શીંગડા પકડીને તેને ધરાશાય કરી દીધો. આ દ્રશ્ય જોઈ ગામના લોકો હેરાન રહી ગયા.
મિત્રો આ રીતે ચુડેલ માતાના અનેક પરચાઓ થઇ ચુક્યા છે. પરંતુ આજે આપણે એ જાણવાનું છે કે આખરે તેઓ દેવલબા માંથી ચુડેલ માતાજી કંઈ રીતે બન્યા. તો વાત એમ છે કે દેવલબા મોટા થયા ત્યારે તેમના ગામમાં એક ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભજન ગાવા માટે વિક્રમ સિંહ કરીને એક યુવક આવ્યા હતા અને દેવલબા વિક્રમસિંહને મનોમન પસંદ કરવા લાગે છે.
ત્યાર બાદ દેવલબા તેમને વચન આપે છે કે મારી શરત પ્રમાણે ગામના પાદરે વડની વડવાઈઓ પકડીને ઘોડી સાથે હીંચકો ખાઈ લે તે રાજપૂતના દીકરા સાથે હું પરણું. વિક્રમસિંહ પણ તે વચનમાં બંધાઈ છે. ત્યાર બાદ અમુક દિવસો બાદ દેવલબાએ જે સમય આપ્યો હતો તે સમયે વિક્રમ સિંહ દેવલબાના ગામે આવવા માટે રવાના થાય છે.
વિક્રમસિંહ જ્યારે રસ્તામાં આવી રહ્યા હતા ત્યારે કસાઈઓ ગાયને લઇ જતા હતા. વિક્રમસિંહ તે ગાયોને બચાવવા માટે કસાઈ સાથે લડે છે. ત્યાર બાદ કસાઈઓ સાથે ભીષણ યુદ્ધ કરી કસાઈને મારીને તેઓ ગાયોને તો બચાવી લે છે પરંતુ તેને તલવારના ઘા વાગવાથી ગંભીર રીતે ઘાયલ થાય છે. તેમ છતાં પણ તેઓ ઘોડા પર બેસીને દેવલબાના ગામે આવે છે અને શરત પ્રમાણે ગામના વડની વડવાઈએ ઘોડી સાથે હીંચકો ખાઈને દેવલબા પાસે આવે છે.
ત્યારે દેવલબાને ખબર પડે છે કે વિક્રમસિંહ ગંભીર હાલતમાં છે. ત્યારે વિક્રમસિંહ દેવલબાને સંપૂર્ણ ઘટનાની વાત કરે છે. ત્યાર બાદ દેવલબા વિક્રમસિંહના ગળામાં હાર પહેરાવે છે અને તેઓ બંને વિક્રમસિંહના ગામ તરફ જવા નીકળી જાય છે. ત્યારે રસ્તામાં એક અંધારિયો કુવો આવે છે જેમાં વિક્રમસિંહ કુદકો મારી દે છે અને તેમની પાછળ દેવલબા પણ કુવામાં કુદી પડે છે. આ રીતે બંને મૃત્યું પામે છે.
કહેવાય છે કે ત્યાર બાદ વિક્રમસિંહ ભૂત બન્યા અને દેવલબા ચુડેલ. દેવલબા તેમના હાથનો ચૂડલો તોડી નાખે છે. ત્યાર બાદ દેવલબાની સાથે વિક્રમસિંહ પણ ચાલવા લાગ્યા ત્યારે દેવલબા વિક્રમસિંહને ના પાડે છે કે આપણો આ સંસાર બગડી ગયો હવે આપણે બીજા જન્મમાં ભેગા થઈશું અને તેઓ બંને ત્યાંથી જુદા પડી જાય છે.
ત્યાર બાદ થોડો સમય પસાર થયો અને એક રાજપૂત કન્યાના લગ્ન બાદ તેની જાન દેવોદાર થાળા આવે છે. તે સમયે કન્યાના ખોળામાં ચુડેલ થઈને દેવલબા બેસી જાય છે. ત્યાર બાદ અડીયાની બાજુના તળાવમાં બેસી જાય છે. હવે બને છે એવું કે અડીયાના તળાવની બાજુમાં બારોટ પસાર થાય છે ત્યારે તેઓ ઘોડીની લગામ પકડી રાખે છે અને કહે છે કે, “હું તમારી સાથે આવું છું.” ત્યારે બારોટ અને તેમની સાથે રહેલ બ્રાહ્મણ બંને બોલ્યા કે રાજપૂતની દીકરી થઈને ગમે તેને વળગો તે શોભે નહિ. અમે તમને વિધિ પૂર્વક એવી રીતે બેસાડીએ કે તમને દુનિયા કે સમાજ યાદ કરે અને તામારો પૂજા પાઠ થાય.
ત્યારે તેઓએ કુણઘેરથી થોડે દુર વરખડીની નીચે માતાજીને સ્થાપિત કરે છે અને ત્યાર બાદ દેવલબા શ્રી ચુડેલ માતાજી તરીકે ઓળખાયા. તમને જણાવી દઈએ કે આજે પણ ચુડેલ માતા લોકોની મનોકામના પૂર્ણ કરે છે. તો મિત્રો કોમેન્ટમાં જય ચુડેલ માતાજી લખવાનું ભૂલતા નહિ. “જય ચુડેલ મા”
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? આવી જ બીજી જાણકારી મેળવવા લાઈક કરી લો SOCIAL GUJARATI પેજ… અને નીચે મુજબનું સેટિંગ કરી નાખો.. એટલે તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા
Very nice