થોડી સેકેંડ પહેલા બધું જ બરોબર હતું અને અચાનક ધુમ્મસમાં શા માટે ખોવાય ગયું CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ? જાણો આ ઘટનાને લઈને થઈ રહેલા 5 ગંભીર સવાલો…

તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમની પત્ની અને 11 અન્ય રક્ષા કર્મીઓનું મૃત્યુ થયું છે. સીડીએસ વેલિંગ્ટનના ડિફેન્સ સર્વિસેજ સ્ટાફ કોલેજમાં લેકચર આપવા જઇ રહયા હતા, ત્યાં જ અચાનક આ દુર્ઘટના બની. હેલિકોપ્ટર લેંડિંગના થોડા મિનિટ પહેલા જ દુર્ઘટનાગ્રસ્ત બની ગયું.

સોશિયલ મીડિયામાં એક હેલિકોપ્ટરનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિડીયો દુર્ઘટના પહેલાનો છે. તેમાં હેલિકોપ્ટર સરખી રીતે ઉડતું દેખાઈ રહ્યું છે. પછી અચાનક તે ધુમ્મસમાં ખોવાઈ જાય છે. જો કે એનબીટી ઓનલાઈન આ વિડિયોની પુષ્ટિ કરતું નથી. આ બધા વચ્ચે લોકોના મનમાં દુર્ઘટનાને લઈને ઘણા સવાલ છે. જાણીએ એવા જ કેટલાક સવાલ અને તેના જવાબ વિશે.

હેલિકોપ્ટરમાથી કોઈ ડિસ્ટ્રેસ કોલ કેમ ન આવ્યો? : આધિકારિક સૂત્રો મુજબ પ્રમુખ રક્ષા અધ્યક્ષ સવારે 8:47 વાગ્યે પાલમ એયરબેસથી ભારતીય વાયુસેનાના એમ્બરથી નીકળ્યા અને સવારે 11:34 વાગ્યે સુલુર એયરબેસ પર પહોચ્યા હતા. સુલુરથી તેઓ એમઆઇ – 17વી5 હેલિકોપ્ટરથી 11:48 વાગ્યે વેલિંગ્ટનથી નીકળ્યા. તેઓએ જણાવ્યુ કે હેલિકોપ્ટર બપોરે 12:22 વાગ્યે દુર્ઘટનાગ્રસ્ત થયું. સૂત્રો મુજબ દુર્ઘટના પહેલા હેલિકોપ્ટરથી કોઈ ડિસ્ટ્રેસ કોલ આવ્યો ન હતો. એવામાં લોકોના મનમાં આ સવાલ આવી રહ્યો છે કે એવું શું થયું દુર્ઘટના પહેલા કે ચાલક દળના સદસ્ય ડિસ્ટ્રેસ કોલ પણ ન કરી શક્યા. લેંડિંગ પહેલા પાઇલેટનો મેસેજ હતો કે તેઓ 4000 ફૂટની ઊંચાઈએ છે અને લેંડિંગ બેસથી 5 મિનિટ દૂર છે.

સૌથી સુરક્ષિત હેલિકોપ્ટર છે તો દુર્ઘટનાનું કારણ ટેકનિકલ ખામી કે બીજું ? : એમઆઇ – 17વી5 હેલિકોપ્ટરને ઘણું સુરક્ષિત ગણવામાં આવે છે, માટે જ તેમાં પીએમ સહિત અન્ય વીવીઆઇપી યુસ કરે છે. તેમાં ડબલ એન્જિન હોય છે એવામાં આ સવાલ થવો વ્યાજબી છે કે, જો આ હેલિકોપ્ટર આટલું સુરક્ષિત હોય તો છેવટે આ દુર્ઘટના કેવી રીતે થઈ. શું આ દુર્ઘટનાનું કારણ ટેકનિકલ ખામી છે કે પછી બીજું. ત્યાં જ જાણકારીઓ જણાવે છે કે કુન્નુરમાં થયેલ દુર્ઘટનાનું કારણ ધુમ્મસ અને સરખી દ્રષ્ટિ ન હોવી એ બની શકે છે. જાણકારીઓનું માનવું છે કે તેમાં ટેકનિકલ ગડબડીની સંભાવના ઘણી ઓછી છે.

જોકે દુર્ઘટનાનું સાચું કારણ તો ભારતીય વાયુ સેના તરફથી કરવામાં આવતી કોર્ટ ઓફ ઇંક્વાઇરી પછી જ ખબર પડશે. હેલિકોપ્ટરના અવશેષોની આગળની ફોરેન્સિક તપાસ પરથી એ પણ ખબર પડી જશે કે શું દુર્ઘટનાનું કોઈ બહારનું કારણ હતું. આ સિવાય, ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ, વેલિંગ્ટન, તમિલનાડુમાં ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજમાં ડાયરેકટિંગ સ્ટાફ પણ ઉડાન વિશે સીધી જાણકારી આપી શકે છે.

આખરે બ્લેક બોક્સમાં શું છે ? શું તેમાં કોઈ રાઝ છુપાયેલા છે ? : દુર્ઘટનાગ્રસ્ત બનેલા એમઆઇ – 17વી5 હેલિકોપ્ટરના બ્લેક બોક્સ અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી ગયું છે. આ પહેલા તપાસ ટીમે તપાસનો વિસ્તાર વધારી દીધો હતો. એવામાં આખરે બ્લેક બોક્સમાં શું છે ? તેમાં ક્યાં રાઝ છુપાયેલા છે ? બ્લેક બોક્સ હેલિકોપ્ટરની અંતિમ ઉડાનની સ્થિતિ અને અન્ય બાબતો વિશે ડેટા જણાવી શકે છે.

આ વિવિઆઇપી હેલિકોપ્ટર સ્વદેશી છે કે વિદેશી ? : એમઆઇ – 17વી5 વીવીઆઇપી હેલિકોપ્ટર રૂસમાં બનેલું છે. તેને દુનિયાનું સૌથી એડવાન્સ હેલિકોપ્ટર માનવામાં આવે છે. તેની વધુમાં વધુ સ્પીડ 250 કિલોમીટર પ્રતિ કલાક છે. તે એક વારમાં 36 સૈનિકોને લઈને ઊડી શકે છે. તેની ખાસિયત છે કે તે 6000 મીટર સુધીની ઊંચાઈએ પણ ઊડી શકે છે. તે એક વખતના ફ્યુલ સાથે 580 કિલોમીટર સુધીનું સફર કરી શકે છે. 17 ફેબ્રુઆરી 2012 ના રોજ તેને એર ફોર્સમાં સમાવેશ કરવામાં આવ્યું હતું. 

સોશિયલ મીડિયા પર આ એમઆઇ – 17વી5 હેલિકોપ્ટરથી જોડાયેલો એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીઓને કોઈ ટુરિસ્ટે શુટ કરેલો છે. વિડિયોમાં હેલિકોપ્ટર આકાશમાં એકદમ સરખી રીતે ઉડતું દેખાઈ રહ્યું છે. અમુક સેકેન્ડ પછી હેલિકોપ્ટર ધુમ્મસના ગુબ્બારામાં ગાયબ થઈ જાય છે. જોકે એનબીટી ઓનલાઈન આ વિડીઓની કોઈ પુષ્ટિ કરી રહ્યું નથી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment