તમે લુંગી-ચપ્પલ પહેરીને પણ ગાડી ચલાવો છો તો પણ ભરવો પડશે દંડ? જાણો નીતિન ગડકરીએ શું કહ્યું?

મિત્રો, આજકાલ લગભગ લોકો ખુબ જ પરેશાન છે. તેનું કારણ છે ટ્રાફિક નિયમોના કારણે થતા દંડ. અત્યારે RTO ઓફિસ જોઈએ, વીમા એજન્સીઓની ઓફિસ જોઈએ, pucની ઓફિસ કે પછી લાઇસન્સ માટે ગમે ત્યાં જઈએ. બધી જગ્યાઓ પર લાઈનો જ જોવા મળે છે. ત્યારે એવી જાણકારી મળી છે કે જો તમે લુંગી કે ચપ્પલ પહેરીને ગાડી ચલાવો છો તો પણ દંડ થશે. તો ચાલો જાણીએ આ માહિતીને વિગત અનુસાર.

કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીની ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટમાં એવું લખવામાં આવ્યું કે અફવાઓથી સાવધન રહો. નવા મોટર વ્હીકલ એક્ટમાં, હાફ સ્લીવ શર્ટ પહેરીને વાહન ચલાવવા માટે તેમજ લુંગી પહેરી વાહન ચલાવવા માટે દંડની કોઈ જોગવાઈ નથી. આ સિવાય જો કાચ ગંદા હોય તો દંડ કરવામાં આવશે નહીં.

જ્યારથી નવો મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવ્યો છે ત્યારથી દંડ ફરમાવવામાં આવી રહ્યો છે. આ સમય દરમિયાન એવી અફવા પણ ફેલાવવામાં આવી રહી છે કે વાહન ચલાવતી વખતે હાફ સ્લીવ શર્ટ અને લુંગી પહેરી વાહન ચલાવવામાં આવશે પણ તો દંડ થઈ શકે છે. હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની આવી અફવાઓ વિશે એલર્ટ કરી દીધું છે.

આ ટ્વિટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, કારમાં વધારાના બલ્બ ન રાખવા માટે કોઈ કાયદો નથી, ઉપરાંત વાહનના કાચ ગંદા છે અને જો ચપ્પલ પહેરીને ડ્રાઇવિંગ કરો છો તે વખતે પણ દંડ થઈ શકે છે. આવી ખોટી અફવા ફેલાવવામાં આવી હતી.

વધુમાં તમને જણાવી દઈએ કે આ અગાઉ નીતિન ગડકરીએ પણ અફવાઓ અને ચલણને લઈને અમુક પત્રકારોને ઘેર્યા હતા. ત્યારે ગડકરીએ ટ્વીટ કર્યું હતું કે ‘માફ કરશો, આજે ફરી આપણા મીડિયાના કેટલાક મિત્રોએ માર્ગ સલામતી કાયદા જેવા ગંભીર વિષયની મજાક ઉડાવી છે. મારી સૌથી મોટી વિનંતી છે કે લોકોના જીવનને લગતા આવા ગંભીર મુદ્દા પર ખોટી માહિતી ફેલાવીને લોકોને મૂંઝવણ ન થવી જોઈએ.’ આવું કહીને નીતિન ગડકરીએ પત્રકાર અને મીડિયાને ખોટી અફવા ન ફેલાવવા માટે જણાવ્યું હતું.

આ સિવાય નવો મોટર વ્હીકલ એક્ટ 1 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે. આ અંતર્ગત ટ્રાફિક નિયમોના ભંગ બદલ ભારે દંડ લાદવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. નવા મોટર વ્હીકલ એક્ટમાં, અગાઉની તુલનામાં દંડનું પ્રમાણ 10 ગણું વધારવામાં આવ્યું છે. આને કારણે, ઘણા વિવાદો થઈ રહ્યા છે.

વધુ વિગતોમાં ઘણી વખત દંડની માત્રા એટલી વધારે હોય છે કે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. તાજેતરમાં જ ઓડિશાના સંબલપુરમાં એક ટ્રકના ડ્રાઇવરને 6,53,100 રૂપિયાનો દંડ થયો હતો. આ ટ્રક નાગાલેન્ડનો છે. ટ્રક માલિકે જુલાઈ 2014 થી સપ્ટેમ્બર 2019 સુધી વેરો ભર્યો ન હતો. આ ટ્રક પાસે પરમિટ, પ્રદૂષણ પ્રમાણપત્ર અને વીમો પણ ન હતા. જેના કારણે તેનો આટલો તગડી કિંમતમાં દંડ આવ્યો હતો.

આ ઘટના પછી કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, દંડની માત્રામાં વધારાનો બચાવ કરતાં કહ્યું કે દેશમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેથી, આ નવા કાયદાનો હેતુ ડ્રાઇવરોને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા અટકાવવાનો છે. જો કે, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોએ નવા મોટર વાહન કાયદાનો અમલ નહીં કરવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રએ દંડની રકમ પર પુનઃર્વિચારણા કરવા કેન્દ્રને અપીલ કરી છે.

આમ વાહનોને લઈને થતાં દંડમાં અનેક ફાયદા છે તેમાં ખાસ કરીને લોકોમાં શિસ્ત લાવવી અને અકસ્માતોને અટકાવવા તે મુખ્ય હેતુ રહ્યો છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment