આ જગ્યાને કહેવામાં આવે છે મોક્ષની ભૂમિ, નવેમ્બર મહિનામાં ફરવામાં માટે છે સૌથી ઉત્તમ સ્થળ… જાણો ત્યાંના રહસ્યો તરત જ જવાનું મન થશે…

મિત્રો તમે સૌ ભગવાન બુદ્ધ વિશે ઘણું જાણતા હશો, તેમજ તેમને ક્યાં જ્ઞાન મળ્યું તે પણ તમે જાણતા જ હશો, આથી જ આજે આટલા વર્ષો પછી પણ ‘ગયા’ ને જ્ઞાન અને મોક્ષની ભૂમિ કહેવામાં આવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો પોતાના પિતૃઓની મુક્તિ અને મોક્ષની કામના માટે અહી આવીને પિંડદાન કરે છે. આખા ભારતમાં ગયા જ એવું સ્થળ છે જ્યાં આખું વર્ષ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. 

અહી આખી દુનિયામાંથી લોકો પિતૃઓના શ્રાદ્ધ કરવા આવે છે, એવું કહેવામાં આવે છે કે અહી પિંડદાન કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. આથી જ જો તમે ધાર્મિક ભાવનાથી ભરપુર છો તો તમારા માટે ગયા એક ખુબ જ સારું સ્થળ બની રહેશે. અહી તમે આખા પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ શકો છો. અહી તમને શાંતિ અને સંતુષ્ટિનો અનુભવ થશે, ચાલો તેના ઈતિહાસ વિશે વધુ વિગતે જાણી લઈએ.

ગયાનો ઈતિહાસ : ગયાની ભૂમિને મોક્ષની ભૂમિ કહેવામાં આવે છે. તેને વિષ્ણુ નગરીના નામે પણ ઓળખવામાં આવે છે. સ્વયં ભગવાન રામે પણ ગયાનો મહિમા કહી છે. ગયાની ધરતી પર સ્વયં માતા સીતાને ફ્લગુ નદીના કિનારે બાલુનું પીંડ રાજા દશરથને આપ્યું હતું. એવું માનવામાં આવે છે તેના આ પિંડદાન પછી રાજા દશરથને મોક્ષની પ્રાપ્તિ થઇ હતી. 

પૌરાણિક કથા અનુસાર એવું જાણવા મળે છે કે ગયાસુર નામના એક રાક્ષસે કઠીન તપસ્યા કરીને બ્રહ્માજીથી વરદાન મેળવ્યું હતું કે તેનું શરીર દેવતાઓની જેમ પવિત્ર થઇ જાય અને દરેક વ્યક્તિ તેના દર્શન માત્રથી પાપ મુક્ત થઇ જાય. ત્યારપછી લોકો ભય વગર પાપ કરવા લાગ્યા અને તેના દર્શન કરીને પાપ મુક્ત થવા લાગ્યા. તેના આ વરદાનથી સ્વર્ગમાં ભીડ વધવા લાગી. પછી દેવતાઓએ ગયાસુર પાસેથી યજ્ઞ કરવા માટે પવિત્ર સ્થળની માંગણી કરી. ગયાસુરને દેવતાઓને તેના શરીર પર યજ્ઞ કરવા માટે કહ્યું. 

ગયાસુર જયારે સુતો ત્યારે તે પાંચ કોસમાં ફેલાઈ ગયો અને આ પાંચ કોસમાં ગયા આવેલ છે. ગયાસુરના મનમાંથી લોકોને પાપ મુક્ત કરવાની ઈચ્છા ક્યારેય ખત્મ ન થઇ અને તેણે દેવતાઓ પાસે વરદાન માગ્યું કે આ સ્થળ મોક્ષ માટે બનેલું રહે. તેણે દેવતાઓ પાસે વરદાન માંગ્યું કે અહી જે પણ પિંડદાન કરે તેને તરત જ મુક્તિ મળી જાય. ત્યારપછી ભગવાન વિષ્ણુએ ગયાસુર પર પોતાનો જમણો પગ મુક્યો. આથી અહી વિષ્ણુપદ મંદિરમાં ભગવાન વિષ્ણુની પગ ઉઠાવેલ મૂર્તિ રહેલ છે. આ મંદિરમાં લોકો દર્શન અને તર્પણ કરવા આવે છે.

ગયામાં છે 48 વેદીઓ : એવું કહેવામાં આવે છે પહેલા ગયામાં અલગ અલગ નામથી 360 વેદીઓ હતી. હવે તેમાંથી માત્ર 48 વેદીઓ રહી ગઈ છે. જ્યાં પિંડદાન કરવામાં આવે છે. દર વર્ષે લાખો લોકો અહી પિંડદાન કરવા આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે જ્યાં સુધી ગયામાં પિતૃઓનું પિંડદાન ન થાય ત્યાં સુધી તેમને મોક્ષની પ્રાપ્તિ નથી થતી.

ગયામાં આ સ્થળોના દર્શન જરૂર કરો : 1) મહાબોધિ મંદિર : મહાબોધિ મંદિર એ છે જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. અહી ભગવાન બુદ્ધની અનેક પ્રતિમાઓ સ્થાપિત છે. મહાબોધિ મંદિર ગયા સ્ટેશનથી માત્ર 16 કિલોમીટર દુર આવેલ છે. 

2) ગ્રેટ બુદ્ધા સ્ટેચ્યુ : ગયામાં રહેલ ગ્રેટ બુદ્ધા સ્ટેચ્યુ લગભગ 20 મીટર ઊંચું છે. ધ્યાન મુદ્રામાં ભગવાન બુદ્ધને કમળના ફૂલ પર બનાવવામાં આવ્યા છે. જે દેખાવમાં ખુબ જ ભવ્ય લાગે છે. 

3) વિષ્ણુ પદ મંદિર : ગયામાં રહેલ વિષ્ણુ પદ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અહી દેશ વિદેશથી લોકો પિંડદાન કરવા આવે છે.

4) બોધી વૃક્ષ : બોધી વૃક્ષ નીચે ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. તેઓ આ વૃક્ષ નીચે ધ્યાનની મુદ્રામાં રહેતા હતા, અને તે મહાબોધિ મંદિરની પાછળ જ સ્થિત છે. 

5) થાઈ મઠ : થાઈ મઠ આર્કીટેકચરની થીમ પર બનાવેલ છે, સાથે જ અહી ભગવાન બુદ્ધનું 25 મીટર ઉંચું સ્ટેચ્યુ છે. 

6) મુચલિન્દ લેક : મુચલીન્દ લેક મહાબોધિ મંદિરની અંદર જ સ્થિત છે. એવી માન્યતા છે કે જયારે બુદ્ધ ધ્યાન કરી રહ્યા હતા ત્યારે તોફાન આવ્યું, જેનાથી ભગવાન બુદ્ધનું ધ્યાન ભંગ થઇ રહ્યું હતું, ત્યારે અહી મુચલીન્દ સાપે ભગવાન બુદ્ધની રક્ષા કરી હતી.

7) ચીની મંદિર : ચીની મંદિર મહાબોધિ મંદિરની પાસે જ આવેલ છે અને અહી 500 વર્ષ જૂની મૂર્તિઓ છે જે ચીનથી લાવવામાં આવેલ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment