દૈવીય શક્તિ પાસે હોવાના આ છે સંકેતો | આ રીતે મેળવો ભાગવાની દૈવીય શક્તિને

દૈવીય શક્તિ પાસે હોવાના હોય છે આ સંકેતો…… અને આ રીતે મેળવો ભાગવાની દૈવીય શક્તિને ….

આજનો અમારો આ લેખ તમારા માટે એક વરદાન રૂપ સાબિત થઇ શકે છે. કારણ કે આજે અમે તમને જણાવશું કે અમુક એવા સંકેતો વિશે, જે દર્શાવે છે કે આપણી આસપાસ કોઈ દૈવીય શક્તિ છે અને બીજી અમે સૌથી મહત્વની વાત એ જણાવશું કે તે દૈવીય શક્તિ જો આપણી આસપાસ ન હોય તો તેને કંઈ રીતે પ્રાપ્ત કરવી. તો ચાલો જાણીએ આ મજેદાર વાત ને. જે તમે પણ પ્રાપ્ત કરી શકો છો.

મિત્રો સૌથી પહેલા તો બધાને એક જ પ્રશ્ન થશે કે આખરે દૈવીય શક્તિ છે શું. તમને જણાવી દઈએ કે દૈવીય શક્તિ એ છે કે તમે સૌથી મોટી મુશ્કેલીમાં મૂકાઈ જાવ, નસીબમાં કોઈ અનહોની થવા લાગે અને તેવામાં કોઈ આવીને તમને તે અનહોનીથી બચાવી લે તો તેને આપણે દૈવીય શક્તિ કહીએ છીએ. એટલે કે બચવાના કોઈ ચાન્સ ન હોય અને કંઈક ઉપાય મળી આવે અથવા મદદ મળી જાય તો તેને આપણે દૈવીય શક્તિ કહીએ છીએ.

સૌથી પહેલા તો દૈવીય શક્તિ સાથે હોવાના સંકેતો વિશે વાત કરી લઈએ.

જો તમેને એક કે તેથી વધારે વખત અલગ અલગ જગ્યાઓ પર મોર પિચ્છ દેખાય તો તેનો સંકેત છે કે તમારી આસપાસ કોઈ દૈવીય શક્તિ કોઈક ફરીશ્તાના સ્વરૂપે તમારી આસપાસ છે અને તમારી રક્ષા કરી રહ્યું છે. તમે ચાલી રહ્યા હોવ, વાદળો અચાનક ઘેરાવા લાગે અને ધૂંધળું દેખાવા લાગે તો સમજવું તમારી સાથે કોઈ દૈવીય શક્તિ તમારો માર્ગદર્શક બનીને સાથે ચાલે છે. તે તમને નુકશાન નહિ પહોંચાડે, પરંતુ તમારા કષ્ટોમાં સહાયતા કરશે અને મુશકેલી માંથી બહાર કાઢશે.

અચાનક કોઈ તેજ સુગંધ આવવા લાગે અને સુગંધ ક્યાંથી આવી રહી છે તે ખબર જ ન પડે તો સમજી લો કે તમારી આસપાસ કોઈ દૈવીય શક્તિ તમારી રક્ષા કરી રહી છે.નાનું બાળક દરવાજા કે છત પર જોઇને હસે તો તેનો અર્થ છે કે બાળક દૈવીય તાકાતનો અનુભવ કરે છે. કોઈ દેવતા તેની રક્ષા કરી રહ્યા છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પણ રહેતી હોય છે.

જ્યારે તમને કોઈ ઓમ જેવી ધૂન સંભળાઈ અથવા તો તમને કોઈ સુંદર રોશની દેખાય તો સમજી લેવું કે તમારી રક્ષા માટે કોઈ દૈવીય શક્તિ ત્યાં ઉપસ્થિત છે. જે તમને કોઈ પણ સંકટ માંથી બચાવી લેશે.

હવે મિત્રો તમને આ દૈવીય સંકેતો મળ્યા હોય તો તમે ખુબ જ ભાગ્યશાળી છો અને જો ન પણ મળ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને એ પણ જણાવશું કે કંઈ રીતે દૈવીય શક્તિ પ્રાપ્ત કરી શકાય છે.

સૌથી પહેલા તો ઘરમાં એક તુલસી સ્થાપિત કરવા અને તેની યોગ્ય માવજત કરવી અને ઘરમાં નિયમિત રીતે પૂજા અર્ચના કરવી,  તેમજ દીવો પ્રજ્વલ્લિત કરવો. પરંતુ તમારે રોજે ઘરમાં ગોબર એટલે  કે ગાયના છાણાનું ધૂપ કરવું જોઈએ. આવું કરવાથી દૈવીય શક્તિ તો પ્રાપ્ત થશે પરંતુ ઘરમાં સદૈવ માતા લક્ષ્મીનો વાસ પણ રહે છે.

હવે જે બાબત જણાવવા જઈ રહ્યા છીએ તે દૈવીય શક્તિ પ્રાપ્ત કરવા માટે સૌથી સર્વોત્તમ બાબત છે જે દરેક મનુષ્યે જાણવી જોઈએ. એક વાર એક વ્યક્તિએ રામકૃષ્ણજીને એક પ્રશ્ન પૂછ્યો કે “મને કુવિચાર શા માટે આવે છે.”

ત્યારે તેમને રામકૃષ્ણજી જે વાર્તા સંભળાવે છે તેમાં જ દૈવીય શક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ છુપાયેલો છે. રામકૃષ્ણ વાત શરૂ કરે છે કે, “એક વાર એક વ્યક્તિએ કુતરો પાળ્યો હતો. તે કુતરા સાથે તે વ્યક્તિને ખુબ લગાવ હતો. ત્યારે તે વ્યક્તિના દાદા તેને કહે છે કે કુતરા સાથે આટલો લગાવ રાખવો તે બાબત ઠીક નથી.

માલિક કુતરાને ખુબ જ પ્રેમથી રાખતો હોય છે. તેને સાચવતો હોય છે તેમ છતાં પણ કુતરાએ તેને બટકું ભરી લીધું. પછી તે વ્યક્તિને પોતાના દાદાની વાત યાદ આવી અને તેને સમજાયું કે પશુ તો પશુ હોય અને તેણે કુતરાથી દુર રહેવાનો નિર્ણય લઇ લીધો. પરંતુ કુતરો તે વ્યક્તિના નિર્ણયને સમજતું નથી અને વારંવાર તે વ્યક્તિ પાસે આવી જાય છે. પછી તે વ્યક્તિ કુતરાને મારીને દુર ભગાવે છે અને કૂતરાની આદત છોડે છે.”

તો તે કુતરાના માલિક જેવું જ આપણે આપણા જીવનમાં કરીએ છીએ ભોગ વિલાસમાં આસક્તિ અને ગાંડી આદત તેમજ યોગ્ય ખોરાક વગેરે જેવી કુટેવો આપણે છોડી નથી શકતા. તેની સાથે એક લગાવ બનાવી લીધો છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પોતાની આ ખરાબ આદતો પ્રત્યે નિર્દયી, નિર્મોહી થઈને બુરાઈનો ત્યાગ કરે છે ત્યારે મનની એકાગ્રતા વધે છે અને સાથે સાથે ત્યારથી જ ભગવાનની દૈવીય શક્તિ મનમાં પ્રાપ્ત થવા લાગે છે. જેમ જેમ બધી વસ્તુનો ત્યાગ થવા લાગે છે તેમ તેમ દૈવીય શક્તિ માનવમાં આવવા લાગે છે.

તો મિત્રો આ બાબત પરથી તમે કંઈ એવી આદત છે, જે છોડવા માંગો છો, તે કોમેન્ટમાં જરૂર જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ   Image Source: Google

Leave a Comment