આ છે ભારતના 10 સૌથી સુંદર લગ્ન સ્થળો, જ્યાં લગ્ન કરવાનું સપનું દરેકનું હોય છે. જાણો ક્યું સ્થળ લગ્ન માટે છે વધુ સુંદર અને આકર્ષક….

લગ્નએ પરંપરા, સંસ્કૃતિ અને ધાર્મિક વિધિઓનું એક અનોખુ સંગમ છે. કોઈ પણ વ્યક્તિના જીવન માટે આ દિવસ ખાસ હોય છે. માટે તેને ખાસ બનાવવા માટે દરેક શક્ય પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત આપણું સહેજ અમથું ખોટું આયોજન લગ્નથી જોડાયેલી મોટી ઈવેન્ટને ખરાબ કરી નાખે છે. સાચું વેડિંગ ડેસ્ટિનેશન પસંદ કરવું એ ઘણુ જ મુશ્કેલ કામ છે. આવો આ લગ્નની સીઝનમાં તમને ભારતની 10 સૌથી સુંદર વેડિંગ ડેસ્ટિનેશન વિશે જણાવીએ, જ્યાં લગ્ન કરવા માટે લોકો લાખો-કરોડો રૂપિયા પાણીની જેમ વાપરી નાખે છે.

1) ગુજરાત : સમૃદ્ધ સંસ્કૃતિ અને વિરાસતના કારણે ગુજરાતને રાજકુમારોની ભૂમિ કહેવામા આવે છે. જો તમે શાહી લગ્ન કરવા માંગતા હોય તો ગુજરાતથી વધુ સારી જગ્યા તમને નહીં મળી શકે. અહી એવા ઘણા જ રાજમહેલો અને ભવ્ય વિવાહ સ્થળો છે જે શાહી ઢબે લગ્ન કરવા માટેની બધી જ સગવડ ધરાવે છે. ઋતુ અનુસાર નવેમ્બર થી ફેબ્રુઆરી સુધીનો સમય અહી લગ્ન માટે ખુબ જ સારો છે.

2) કેરળ : કેરળ પોતાના સુંદર નજારાઓ અને બીચ માટે પ્રસિદ્ધ છે. જોકે ડેસ્ટિનેશન વેડિંગ માટે કેરળ પહેલા એટલું જાણીતું ન હતું પરંતુ ભીડભાડથી દૂર શાંત જગ્યા પસંદ કરવા વાળા આવી જગ્યાઓ પણ પસંદ કરે છે. કોવલમાં આવેલ “ધ લીલા” ભારતના સૌથી સુંદર વેડિંગ રિસોર્ટમાનું એક છે. સપ્ટેમ્બરથી માર્ચ સુધી અહી લગ્ન કરવા સૌથી બેસ્ટ સમય છે કારણ કે ચોમાસામાં કેરળમાં રહેવાની અલગ જ મજા છે. 

3) અંદમાન નિકોબાર : જો તમે ભીડભાડથી દૂર શાંતિમાં બીચ વેડિંગ કરવા માંગો છો તો અંદમાન નિકોબાર તમારા માટે પર્ફેક્ટ પ્લેસ છે. સાફ બીચ અને સુંદર નજારાને કારણે અંદામાન નિકોબાર ડેસ્ટિનેશન વેડિંગ માટે લોકપ્રિય થઈ રહ્યું છે. સપ્ટેમ્બરથી મે મહિના સુધી અહી લગ્ન કરવાનું સારું માનવામાં આવે છે. 

4) ઉદયપુર : રોયલ ડેસ્ટિનેશન વેડિંગ માટે ઉદયપુર ઘણું જ લોકપ્રિય છે. સમૃદ્ધ વિરાસત, સંસ્કૃતિ અને વાસ્તુકળાની ભવ્યતા લોકોને અહી ખેંચી લાવે છે. ઝીલથી ઘેરાયેલું ઉદયપુર ભારતના સૌથી રોમેન્ટીક શહેરોમાંથી એક છે. એપ્રિલથી ઓગસ્ટનો મહિનો અહી માટે બેસ્ટ છે.

5) જયપુર : જો તમે મહેલોમાં લગ્ન કરવાની ઇચ્છા રાખો છો તો જયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરી શકો છો. અહી લગ્નનો ઉત્સવ મહેલોમાં ઉજવવો તે એક શાનદાર અનુભવ રહેશે. ઠંડીની ઋતુ અહી લગ્ન કરવા માટે બેસ્ટ રહેશે. 

6) ઋષિકેશ : પવિત્રનગરી ઋષિકેશમાં લગ્નના બંધનમાં જોડાવું તે એક અલગ પ્રકારનો જ અનુભવ કરાવે છે. ડેસ્ટિનેશન વેડિંગ માટે દૂર દૂરથી કપલ્સ અહી લગ્ન કરવા માટે આવે છે. અહીનું શાંત વાતાવરણ અને મંદિર લોકોને ખૂબ જ ગમે છે. ઓક્ટોબરથી માર્ચ અહી લગ્ન કરવા માટે સારો સમય ગણવામાં આવે છે. 

7) ગોવા : પાર્ટી લવર્સ માટે ગોવાથી સારી બીજી કોઈ જગ્યા હોઇ શકે નહીં. મોટા ભાગે કપલ્સ લગ્ન પછી હનીમૂન માટે અહી આવે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો સમય અહી માટે બેસ્ટ છે. આ સમયે અહી ઘણા પ્રકારની એક્ટિવિટીનું આયોજન થતું હોય છે જેનાથી તમારા લગ્નની મજા બે ગણી થઈ જશે.

8) મસુરી : જો તમે પહાડોમાં લગ્ન કરવાના સપના જોઈ રહ્યા છો તો મસુરી તમારા માટે સૌથી સરસ જગ્યા છે. જે ડબ્લ્યુ મેરિએટ વોલનટ ગ્રોવ રિસોર્ટ એન્ડ સ્પામાં તમને એ બધી જ સુવિધાઓ મળશે જે તમારા ડ્રીમ વેડિંગને પૂરી કરશે. 

9) શિમલા : હરિયાળી અને પહાડો વચ્ચે નવા જીવનની શરૂઆત કરવી એ દરેકનું સપનું હોય છે. જો તમે પણ તેવું સપનું જોઈ રહ્યા છો તો તમારી ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન શિમલામાં કરી લો. શિમલામાં લગ્ન કરવા માટે ઉનાળાનો સમય સૌથી બેસ્ટ ગણાય છે. 

10) મથુરા : મથુરા પ્રાચીન અને પ્રસિદ્ધ તીર્થ સ્થળોમાંથી એક છે. અહી ઘણા એવા સુંદર રિસોર્ટ છે જે ડેસ્ટિનેશન વેડિંગ માટે બેસ્ટ છે. ભગવાન શ્રી ક્રુષ્ણની નગરીમાં લગ્નના બંધનમાં જોડાવું અને તેમનો આશીર્વાદ લેવો તે તમારા માટે અદ્ભુત રહેશે. ઓક્ટોબરથી ફેબ્રુઆરી અહી લગ્નના આયોજન માટે બેસ્ટ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment