ગુજરાતનું એક એવું ગામ જ્યાં વર્ષોથી પરિવારના લોકો સ્ત્રીઓ તેમજ દીકરીઓ પાસે કરાવે છે દેહવ્યાપાર અને ઘર ચલાવે છે…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી 

ગુજરાતનું એક એવું ગામ જ્યાં વર્ષોથી પરિવારના લોકો સ્ત્રીઓ તેમજ દીકરીઓ પાસે કરાવે છે દેહવ્યાપાર અને ઘર ચલાવે છે… આ વાત ખુદ BBC NEWS અને બીજા મોટા સામયિકોમાં પણ પ્રકાશમાં આવી ચુકી છે.

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લામાં એક ગામ એવું છે જ્યાં લોકો બહેન દીકરીઓની ઈજ્જતનો સોદો કરીને પૈસા કમાય  છે અને ચલાવે છે પોતાનું ઘર. આ વસ્તુ વર્ષોથી આ ગામમાં ચાલી આવે છે. વાડિયા નામનાં ગામમાં લોકો સ્ત્રીઓનો વેપાર કરીને કમાઈ છે પૈસા. અને આશ્ચર્યની વાત તો એ છે કે ઘરના પરિવારજનો જ પોતાની બહેન દીકરીઓ પાસેથી આ ધંધો કરાવડાવે છે. તેનાથી પણ નવાઈ લાગે તેવી વાત તો એ છે કે અહીંના લોકો આ દેહવ્યાપારના ધંધાને ખરાબ ગણવાને બદલે તેને એક પરંપરા માને છે.

img source

પરંતુ મિત્રો આવી કોઈ પરંપરા હોય ખરી ? લગભગ 150 વર્ષ પહેલા રાજસ્થાનથી શરણીયા જાતિના લોકો અહીં વાડિયા ગામે આવીને વસ્યા હતા. પૈસા કમાવવાનું કોઈ સાધન ન હોવાને કારણે તેઓએ ઘરની સ્ત્રીઓ પાસેથી ગંદો વેપાર કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ સ્ત્રીઓને એક સાધન બનાવીને દેહવ્યાપારને એક પરંપરાનું નામ આપી દીધું.

img source

આ ગામમાં એક દીકરીનો જન્મ થતા ખુશી મનાવવામાં આવે છે અને જો દીકરાનો જન્મ થાય તો તે લોકોને થોડું દુઃખ થાય છે. મિત્રો આજે સ્ત્રીઓ પણ પોતાનું કરિયર બનાવીને સફળતાના શિખરો સર કરે છે પરંતુ શરમની વાત છે કે આ ગામમાં છોકરીનો જન્મ થતા જ તેનું નસીબ લખી દેવામાં આવે છે કે મોટી થઈને તે પુરુષોની હવસનો શિકાર બનશે અને તેના પરિવાર જનોને પૈસા કમાઈને આપશે.

img source

આ ગામમાં દીકરીના લગ્ન કરી દેવામાં આવતા નથી. તેમજ દીકરીઓને પોતાની રીતે જીવવાનો પણ અધિકાર નથી. દીકરીની પરિસ્થિતિ ગમે તેવી હોય તો પણ તેમને પૈસા માટે થઈને ગ્રાહકો પાસે જવું પડે છે. મહિલાઓ અને દીકરીઓ પાસે આ ગંદુ કામ કરાવતા પુરુષો પોતે કોઈ કામ કરતા નથી અને દીકરીઓની ઈજ્જતનો વેપાર કરીને પૈસા કમાય છે.

આ ગામમાં મહિલાઓ પુરુષો વિરુદ્ધ જઇ શકતી નથી અને જો કોઈ મહિલા તેમની વિરુદ્ધ થાય તો તેને ધાક ધમકી આપીને તેમજ પૈસાની લાલચ આપીને તેમજ બાપ દાદાની પરંપરા છે એવું સમજાવીને મનાવી લે છે. આ ગામમાં 350 થી 400 જેટલી મહિલાઓ છે અને 50 જેટલા દલાલો છે. આ દલાલો ખાવા પીવા તેમજ રહેવાની સુવિધા પણ કરી આપે છે.

img source

ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં આવું થાય તે થોડી શરમજનક વાત તો છે પરંતુ મિત્રો એવું નથી કે તે ગામમાં સુધારો લાવવા કોઈએ પ્રયત્નો નથી કરેલા. સરકાર ઘણા વર્ષોથી ત્યાં પરિવર્તન લાવવાના પ્રયાસો કરી રહી છે તેમજ એક સામાજિક સંસ્થાએ પણ અહીંની મહિલાઓને આ દલદલ માંથી બચાવવાના પ્રયાસો કરેલા છે. એટલું જ નહિ પરંતુ સરકાર અને સામાજિક સંસ્થાએ બંનેએ પ્રયાસો કરીને આ ગામની સાત દીકરીઓના સમૂહ લગ્ન પણ કરાવ્યા છે. સુરક્ષા સેતુ જેવા કાર્યક્રમો યોજીને ત્યાંના લોકોને ખેતી કરવા પ્રત્યે પ્રોત્સાહિત કર્યા છે.

img source

પરંતુ મિત્રો આટલા પ્રયાસો બાદ પણ તે પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા નથી મળ્યો. ગામના પંદરેક કુટુંબો જાગૃત થયા છે. આ ગામના પુરુષોની માનસિકતા હજુ સંપૂર્ણ પણે બદલી શકાઈ નથી. હજુ પણ ત્યાં દેહવ્યાપાર તો થઇ રહ્યો છે અને બહેન દીકરીઓ સાથે આ રીતે ખોટું થઇ રહ્યું છે. ત્યાંના લોકોની અને ખાસ કરીને પુરુષોની અજ્ઞાનતાને દુર કરવા માટે હજુ વધુ સામાજિક સંથાઓએ કાર્ય કરવું પડશે તેમજ સરકારે પણ હજુ વધારે પ્રયાસો કરવા પડશે. તમારો કીમતી મંતવ્ય આ બાબતે જણાવજો

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment