ગરુડપુરાણ અનુસાર મૃત્યુ બાદ શબને એકલું મુકવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, નહિ તો થશે કંઈક એવું કે જાણીને તમારા હોંશ ઉડી જશે…

જયારે પરિવારમાં કોઈનું અવસાન થઈ જાય ત્યારે તેને અગ્નિદાહ સંસ્કારનો આપવાનો અધિકાર તેના સંતાનનો હોય છે, એવું કહેવાય છે કે તેનાથી મૃતકની આત્માને શાંતિ મળે છે. પરંતુ જો અગ્નિદાહ સંસ્કાર વખતે તેના સંતાન હાજર ન હોય તો તેની રાહ જોવામાં આવે છે. આ સિવાય જો કોઈનું મૃત્યુ સૂર્યાસ્ત પછી થયું હોય તો શબને સવાર સુધી રાખવામાં આવે છે. કારણ કે ગરુડપુરાણ અનુસાર સુર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવાથી વ્યકિતની આત્માને અધોગતિ પ્રાપ્ત થાય છે અને તે અસુર, દાનવ કે પિશાચ યોનીમાં જન્મ લે છે આવું માનવામાં આવે છે.

કોઈ પણ પરિસ્થિતિ હોય પરંતુ ગરુડપુરાણમાં મૃતકના શબને એકલા મુકવાની મનાઈ કરવામાં આવી છે, તેના કારણે ઘણી સમસ્યાઓ સર્જાય શકે માટે એક વ્યકિતએ તો શબ પાસે રહેવું જ પડે છે. આજે આપણે જાણશું કે ક્યાં કારણોસર ગરુડપુરાણમાં શબને એકલા મુકવાની મનાઈ કરવામાં આવી છે.

1) રાતના સમયે મૃતકના શબને એકલા મૂકવાથી ઘણી સમસ્યા થઈ શકે છે, કારણ કે રાતના સમયે દરેક ખરાબ આત્મા સક્રિય હોય છે, એવામાં જો શબને એકલું મુકવામાં આવે તો તે શબમાં પ્રવેશ કરીને પરિવારના લોકો માટે સંકટ પેદા કરી શકે છે.

2) શબને એકલું મુકવામાં આવે તો તેની આસપાસ લાલ કીડીયું અને મકોડા આવવાનો ભય રહે છે માટે એક વ્યકિત ફરજીયાત શબ પાસે બેસીને ધ્યાન રાખવું જરૂરી છે.

3) રાત્રે એટલા માટે પણ શબને એકલું મુકવામાં નથી આવતું કારણ કે મૃત્યુ બાદ અમૂક સમય સુધી મૃતકની આસપાસ શબની આજુબાજુ જ હોય છે, કારણ કે તેનો પોતાના શરીર પ્રત્યેનો લગાવ અને માયા કારણે તે ફરી પાછી પોતાના શરીરમાં પ્રવેશ કરવા માગતી હોય છે એવામાં તેને પોતાના સ્નેહીજનો શબની આસપાસ જોવા ન મળે ત્યારે તે દુખ અનુભવે છે.

4) મોટાભાગની તાંત્રિક ક્રિયાઓ રાત્રે જ કરવામાં આવે છે, જેના કારણે મૃત આત્મા પર સંકટ આવી શકે છે માટે શબની આસપાસ કોઈએ રહેવું જરૂરી છે.

5) જો વધુ સમય શબને રાખવામાં આવ્યું હોય તો તેમાંથી ગંધ આવવાની શરૂ થઈ જાય છે અને તેમાં માખી અને બેક્ટેરિયા પડવા લાગે છે માટે શબ પાસે બેસીને અગરબતી કરતા રહેવી જરૂરી છે.

(આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતા પર આધારિત છે, આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી, આ માહિતી સામાન્ય જનહિતને ધ્યાનમાં રાખીને રજુ કરવામાં આવી છે.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment