અમિત શાહના બનાવટી પી.એ. ની ધરપકડ, આ બે રાજ્યના મંત્રીને ફરી કહી હતી આ વાત…!

મિત્રો આપણે જોઈએ છીએ કે, ઘણા ફ્રોડ કેસો સામે આવતા હોય છે. જેમાં ઘણી વાર લોકોને ફસાવવામાં આવે. પરંતુ એક વ્યક્તિએ અમિત શાહના પી.એ. બનીને કોલ કર્યો. ટૂંકમાં ગૃહ મંત્રીના બનાવટી પી.એ. બનીને બે રાજકીય ઓફિસમાં કોલ કર્યો હતો. આગળ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના બનાવટી પી.એ.ની પોલીસે ધરપકડ કરી છે. ગૃહમંત્રીના બનાવટી પી.એ. ની વાત જાણતા લોકો પણ વિચારમાં પડી ગયા હતા. કેમ કે દેશના ગૃહમંત્રીના જો ફર્જી પી.એ હોય એવી વાત સામે આવે તો લગભગ આશ્વર્ય થાય. લોકો એવું વિચારે કે આવું કેવી રીતે બની શકે ? તો ચાલો તેના વિશે જાણીએ વિશેષ માહિતી.

પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બનાવટી પી.એ.ની ધરપકડ કરી હતી. અલવર નજીકથી સંદીપ ચૌધરી નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. સંદીપે રાજસ્થાનના કાયદામંત્રી અને હરિયાણાના શ્રમમંત્રીને અમિત શાહના પી.એ. બનીને ફોન કર્યો અને એક વ્યક્તિને નોકરી પર રાખવા કહ્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે, સંદીપ ચૌધરીએ તેમની જ એટલે કે પોતાની જ નોકરીની હિમાયત કરી હતી. તે એક જાણીતી ખાનગી કંપનીમાં કામ કરતો હતો. તેની નોકરી લોકડાઉનમાં જતી રહી હતી. સંદીપના ફોન બાદ રાજસ્થાનના કાયદા મંત્રીની કચેરીએ ગૃહમંત્રી અમિત શાહની ઓફિસમાં ફોન કરીને સંદીપ વિશે જાણકારી આપી હતી.

ત્યાર બાદ અમિત શાહની ઓફિસ દ્વારા કહેવામાં આવ્યું કે, અહીંથી આવો કોઈ ફોન કરવામાં આવ્યો નથી. અમિત શાહની ઓફિસથી દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચને ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપી સંદીપને અલવરથી પકડી લીધો હતો. આ મંત્રીઓ સિવાય તેણે કોને કોને ફોન કર્યો, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ મામલે દિલ્હી પોલીસનું કહેવું છે કે, સંદીપ ચૌધરીની યોજના હરિયાણા અથવા રાજસ્થાન ઓદ્યોગિક ક્ષેત્રના કોઈ પણ કારખાનામાં મંત્રીઓ દ્વારા નોકરી મેળવવાની હતી. તેની પાસેથી ફોન અને સિમકાર્ડ મળી આવ્યા છે. સંદીપે ફોન કરેલું સિમ તેની ગર્લફ્રેન્ડના નામે રજિસ્ટર થયેલ છે.

Leave a Comment