ભારતના દુધવાળા પણ અવનવા પેતરા કરવામાં કિંગ છે, વાયરલ થયો એક દૂધ વાળાનો ફોટો.

હાલના લોકડાઉનના કારણે લોકો એવી-એવી હરકતો કરી રહ્યા છે જેને જોઈને ખુબ જ આશ્ચર્ય થાય, સાથે સાથે નવાઈ પણ અનુભવીએ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક કિસ્સાઓ, વિડીયો, જોક્સ, ફોટો વગેરેને જોઈએ લોકોનું મનોરંજન પણ થઈ રહ્યું છે. આવા અવનવા વિડીયો અને ફોટોમાં આજકાલ એક ફોટો ખુબ જ વાયરલ થયો છે. આ ફોટો છે એક દુધવાળાનો જે પોતાનું દૂધ કંઈક એવી રીતે લોકોને વેંચી રહ્યો હતો, જેને જોઈ કોઈ પણ વ્યક્તિ અચરજમાં પડી જાય. તો ચાલો જાણીએ એ દૂધ વાળા વિશે, કેવી રીતે વહેંચે છે દૂધ.

હાલ લોકો લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરી રહ્યા છે, સાથે સાથે તેઓ બીજા લોકોને પણ તેનું પાલન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. ઘણા તો નવા-નવા તરીકાઓ અપનાવીને પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચી રહ્યા છે. હજી હાલમાં એક દૂધવાળાની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જે એ વાતનું પ્રમાણ આપે છે કે ભારતીય લોકો અવનવા અખતરા કરવામાં સૌથી આગળ છે.

આ ફોટો વિશે વિગતે વાત કરીએ તો આ ફોટો સોશિયલ મીડિયા પર પરવીન કાસવાન નામના એક વ્યક્તિએ શેર કર્યો છે. તેણે લખ્યું છે કે, ‘લોકડાઉનમાં એક ફોટો ખુબ જોવા લાયક છે, જેમાં સામાજિક અંતર જાળવતો સંદેશ મળે છે.’ શેર કરેલા ફોટોના કેપ્શ્નમાં આવું લખવામાં આવ્યું તો તેને તરત જ 1 હજાર કરતા વધારે લાઈક મળી ગઈ હતી.

https://twitter.com/imsuddubabu/status/1258318409579679745

આ ફોટોની વાત કરીએ તો તેમાં એક માણસે મોઢા પર માસ્ક બાંધેલું છે. એ માણસ લોકોને ઘરે જઈને દૂધનું વેચાણ કરે છે. માટે તેની બાઈક પર દુધના કેન રાખેલા છે. આ એક સામાન્ય વાત છે કે, દૂધવાળો દૂધ વેંચવા જાય છે. પરંતુ આકર્ષણનું કેન્દ્ર એ હતું કે, આ દુધાવાલો જે રીતે દૂધ વેંચતો હતો તેમાં તેણે ખુબ સારી રીતે સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખ્યું હતું અને એ પણ  ખુબ જ અજીબ રીતે.

આ ફોટો જોતા દેખાય છે કે, આ દૂધવાળો દૂધ વેંચતા સમયે જાળવવા માટે પોતાના હાથથી દૂધ નથી આપતો, પરંતુ એક પાઈપ દ્રારા દૂધ આપે છે. તમને એ પણ જણાવી દઈએ કે, આ ફોટો ધડલ્લેથી વાયરલ થયો છે. લોકો પણ આ પોસ્ટ પર નવી નવી કોમેન્ટ્સ આપી રહ્યા છે. આમ દેશમાં કોરોનાને હરાવવા માટે લોકો ઘણું ધ્યાન રાખી રહ્યા છે.

Leave a Comment