મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે, કાળા રંગની કાર જ્યારે સડકો પર ચાલે છે ત્યારે કંઈક અલગ જ અંદાજ નજર આવે છે. તેમાં પણ તડકો હોય ત્યારે કાળા રંગની કારની ચમક ડબલ થઇ જાય છે. પરંતુ કાળા રંગની ગાડીઓમાં ઘણી પ્રકારની પરેશાનીઓ પણ થાય છે. જો તમે કાળી ગાડી ખરીદવાનો પ્લાન કરી રહ્યા હો અથવા તમારી પાસે કાળી કાર હોય તો તમારે આ લેખ જરૂર વાંચવો જોઈએ. કેમ કે કાળા રંગની કાર રાખવાથી નુકશાન પણ થાય છે. જેનાથી લગભગ લોકો અજાણ હોય છે.
બીએએસએફના આંકડાઓ અનુસાર વર્ષ 2022 માં ભારતમાં સફેદ રંગની ગાડીઓ સૌથી વધુ ખરીદવામાં આવી. આંકડાઓ અનુસાર, 40% ખરીદારોએ સફેદ રંગની જ કાર ખરીદી, તેમજ 15% લોકોએ ગ્રે રંગની કાર ખરીદી, જે બીજા ક્રમ પર છે. તેમજ સિલ્વર કાર 12%, તો બ્લેક રંગની કાર 10% ગ્રાહકોએ પસંદ કરી. આ રિપોર્ટ અનુસાર ભારતમાં વેચાઈ રહેલી દરેક 100 કાર માંથી 10 કાર બ્લેક રંગની હોય છે. તો ચાલો જાણીએ કાળા રંગની કારના શું શું નુકશાન હોય છે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
1 ) તડકો : કાળા રંગની કાર હળવા રંગોની તુલનામાં વધુ ગરમ થાય છે. કાળો રંગ ગરમીમાં વધુ તપે છે. તેના કારણે કારની અંદરનું ઇન્ટીરિયર પણ વધુ ગરમ થઈ જાય છે. જો તમે તડકામાં કાળા રંગની કાર ડ્રાઈવ કરો છો તેનું કેબિન વધુ ગરમ થઈ જાય છે. માટે એસીને પણ કેબિન ઠંડું કરવામાં વધુ સમય લાગે લાગે છે.
2 ) રખાવટ : કાળા રંગની કારમાં થોડી એવી ગંદકી અને સ્ક્રેચ પડ્યા હોય તો પણ આસાનીથી દેખાય આવે છે. તેનો અર્થ એ છે કે, તમારે કારને સાફ રાખવા માટે વારંવાર ધોવી પડે છે. કાળા રંગની કારમાં આછો એવો સ્ક્રેચ પણ વધુ દેખાઈ આવે છે, જેના કારણે કારનો લુક બગડી જાય છે. તેવામાં કારને ફરી પેઈન્ટ કરવાનો પણ ખર્ચો થાય છે.
3 ) કલર ફેડિંગ : કાળા રંગની કાર ખરીદવા વાળાને કલર ફેડિંગ સૌથી વધુ પરેશાન કરે છે. જો તમે કારને વધુ તડકામાં ઉભી રાખો છો તો તેનો રંગ ઉડવા લાગે છે અને તેની ચમક ફીકી પડવા લાગે છે. કાળા રંગની કાર વધુ ગરમ થાય છે, એટલા માટે કલર ફેડિંગનો પ્રભાવ અન્ય રંગોના મુકાબલે વધુ થાય છે. કલર ફેડ થવાના કારણે નવી કાર પણ જૂની લાગવા લાગે છે.
4 ) ઓછા પ્રકાશમાં વિઝિબિલિટી : કાળા રંગની કારની સાથે એક મોટી સમસ્યા વિઝિબિલિટીની છે. વિઝિબિલિટી સમાયા રાતમાં વધુ હોય છે. કાળો રંગ ઓછી રોશનીમાં રિફ્લેક્ટ કરે છે. જો સડક પર લાઈટ સારી ન હોય તો તમારી કાર બીજાની નજરમાં નથી આવતી, જેના કારણે દુર્ઘટના થવાનો ભય વધુ રહે છે. તો આ છે કાળા રંગની કારના ગેરફાયદા.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી