માત્ર એક જ વાર પૈસા કરો જમા…. દર મહીને ઘરે બેઠા આવશે ઇન્કમ, જાણો SBI ની આ સ્કીમ વિશે….

મિત્રો આપણા દેશની સૌથી વિશ્વાસુ બેંક હોય તો એ છે SBI. સ્ટેટ બેંકમાં ઘણી બધી સ્કીમ અઆવતી રહે છે, જેમાં તેના ગ્રાહકોને ફાયદા પણ થાય છે અને પૈસાનું સેવિંગ પણ થાય છે. તો આજે અમે તેની એક એવી જ સ્કીમ વિશે તમને જણાવશું. જેનું નામ છે એન્યુંટી સ્કીમ (SBI Annuity Schemes). બેંકની આ યોજના હેઠળ તમારે માત્ર એક જ વાર રોકન કરવું પડે છે અને ત્યાર બાદ દર મહીને તેની આવક આપણને મળ્યા કરે છે. તો ચાલો જાણીએ શું છે આ સ્કીમ અને તેની કાર્યવાહી.

એન્યુંટી પેમેન્ટમાં ગ્રાહક દ્વારા જમા કરેલી રોકડ પર વ્યાજ આંકીને એક સમય નક્કી કરવામાં આવ્યો હોય છે. એ સમય બાદ ગ્રાહકને આવક મળવાની શરૂ થઇ જાય છે. SBI દ્વારા આ સ્કીમમાં શરૂઆતમાં 1000 રૂપિયા મહીને એન્યુંટી સ્કીમ માટે જમા કરાવી શકાય છે. પરંતુ સ્કીમમાં એવું નથી જણાવવામાં આવ્યું કે વધારે કેટલી રમક જમા કરાવી શકો.

રોકાણનો સમય : SBI ની એન્યુંટી સ્કીમમાં 36, 60, 84 અથવા તો 120 માસની અવધી માટે પૈસા રોકી શકો. પરંતુ આ રોકાણમાં વ્યાજનો દર એ રહેશે, જે પસંદ કરવમાં આવેલ સમયની અવધિ પ્રમાણે ટર્મ ડીપોઝીટ માટે હશે. જેમ એ જો 5 વર્ષ માટે એન્યુંટી ડીપોઝીટ કરાવવા ઈચ્છતા હો તો, તમને 5 વર્ષની FD પર લાગુ થનાર વ્યાજ પર જે હિસાબ હશે એ જ હિસાબ અહીં તમને મળવા પાત્ર હશે.

ઉદાહરણ તરીકે તમારી પાસે એક સાથે 5 કે 10 લાખ રૂપિયાની આવક થઇ છે તો તમે એ પૈસા આ સ્કીમમાં રોકી શકો છો, કારણ કે આ સ્કીમમાં તમારા એ પૈસાને ઇન્કમ ટેક્સની અમુક રાહત પણ મળે છે. (એ SBI માંથી જાણી શકો છો.) નહિ તો એટલા બધા પૈસા પર ઇન્કમ ટેક્સ કદાચ લાગી શકે. અહી આ સ્કીમમાં તમને તમારા એ પૈસા બેંક મહીને મહીને આપશે અને એ પણ વ્યાજ સહીત.. એટલે તમારા એ પૈસા એક વાર જ જમા કરાવવાના અને ઉપરથી ઇન્કમ ટેક્સમાં પણ રાહત અને દર મહીને નિયમિત આવક મળશે એ એ પણ વ્યાજ સહીત.

લોન માટેનો પણ છે અહી વિકલ્પ : અ સ્કીમમાં જમા કરાવેલા પૈસાના 75 % લોન પણ કરી શકાય છે. પરંતુ લોનનો ઓપ્શન્સ પસંદ કર્યા બાદ પણ આવનાર સમયમાં એન્યુંટી પેમેન્ટ લોન એકાઉન્ટમાં ત્યાં સુધી રહેશે, જ્યાં સુધી આપણી લોનની ચુકવણી ન થઈ જાય.

આ સ્કીમ માટે શું છે યોગ્યતા : આ સ્કીમમાં લાભ લેવા માટે કોઈ પણ વ્યક્તિ લઇ શકે છે. તેમાં કોઈ પર્સનલ, જોઈન્ટ, સગીર કે અન્ય ખાતા પ્રકાર ધરાવતા લોકો પણ આ સ્કીમમાં જોડાઈ શકે છે. આ સ્કીમને બીજી બ્રાંચમાં એકાઉન્ટ ટ્રાન્સફર અને ટીડીએસના જે નિયમો છે તેના પ્રમાણે એફડીના નિયમો છે.

FD, RD અને એન્યુંટી રેટમાં શું તફાવત હોય : રિકરિંગ ડિપોઝિટ સ્કીમ કરતા રિકરિંગ ડિપોઝિટ સ્કીમનું કામ અલગ હોય છે. રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં ગ્રાહક એક એક મહિના સુધીની રકમને જમા કરે, જ્યારે મેચ્યોરીટી પર એક નક્કી થયેલી રકમ મળે છે. પરંતુ એન્યુંટીમાં તેનાથી આખું માળખું અલગ હોય છે. જેમાં એક જ રકમ જમા કરવામાં આવે છે અને સમયની અવધિ પૂર્ણ થયા બાદ દર મહીને આવક શરૂ થઇ જાય છે. માટે એન્યુંટી સ્કીમ ઘણી રીતે આપણા માટે ફાયદાકારક રહે છે.તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

 

Leave a Comment