હિંદુ ધર્મમાં કડવા ચોથના વ્રતનું ખુબ જ મહત્વ હોય છે. કડવા ચોથ શબ્દ બે શબ્દો મળીને બને છે. કડવા એટલે કે માટીનું બનેલુ વાસણ અને ચોથ એટલે ચતુર્થી. આ તહેવાર પર માટીના વાસણ એટલે કે કડવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિની લાંબી ઉંમર અને સુખી જીવન માટે વ્રત રાખે છે. આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે મહત્વનું છે. કડવા ચોથના દિવસે મહિલાઓ ખુબ જ શ્રદ્ધાભાવથી શિવ-પાર્વતીની પૂજા કરે છે. આ દિવસે વ્રતમાં શિવ, પાર્વતી, કાર્તિકેય, ગણેશ અને ચંદ્રની પૂજા કરવામાં આવે છે. કડવા ચોથનો તહેવાર પતિ-પત્નીના મજબૂત સંબંધ, પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે. એટલું જ નહીં કુંવારી છોકરીઓ પણ મન પસંદ પતિ મેળવવા માટે આ વ્રત રાખે છે. કરવા ચોથનું આ પવિત્ર વ્રત દર વર્ષે કાર્તિક માસમાં કૃષ્ણ પક્ષની ચોથની તિથિએ રાખવામાં આવે છે. આ વર્ષે 04 નવેમ્બર 2020 ના રોજ રાખવામાં આવશે.
કડવા ચોથનું મુહુર્ત ; કડવા ચોથ તિથિ – 04 નવેમ્બર 2020 (બુધવાર), કડવા ચોથની પૂજાનું મુહુર્ત – સાંજ 5 વાગીને 29 મિનિટથી સાંજે 6 વાગીને 48 મિનિટ સુધી છે. ચંદ્રોદય – રાત્રે 8 વાગીને 16 મિનિટ પર ચતુર્થી તિથિ આરંભ – સવારે 3 વાગીને 24 મિનિટ પર (04 નવેમ્બર) છે.
કડવા ચોથનો ઇતિહાસ ; પ્રાચીન કથાઓ અનુસાર, કડવા ચોથની પરંપરા દેવતાઓના સમયથી ચાલી આવે છે. માનવામાં આવે છે કે, એકવાર દેવતાઓ અને દાનવોમાં યુદ્ધ શરૂ થઈ ગયો અને તે યુદ્ધમાં દેવતાઓની હાર થઈ રહી છે. તેવામાં દેવતા બ્રહ્મદેવની પાસે ગઈ અને રક્ષાની પ્રાર્થના કરી. બ્રહ્મદેવે કહ્યું કે, આ સંકટથી બચવા માટે બધા દેવતાઓની પત્નીઓને પોત-પોતાના પતિઓ માટે વ્રત રાખવું જોઈએ અને સાચા દિલથી તેમનું વિજય માટે પ્રાર્થના કરવી જોઈએ. બ્રહ્મદેવે આ વચન આપ્યું કે, આવા કરવા પર નિશ્ચિત જ યુદ્ધમાં દેવતાઓની જીત થશે.બ્રહ્મદેવના આ સૂચનના બધા દેવતાઓ અને તેમની પત્નીઓને ખુશી-ખુશી સ્વીકાર કર્યુ. બ્રહ્મદેવના કહેવા અનુસાર, કાર્તિક મહિનાની ચતુર્થીના દિવસ બધા દેવતાઓની પત્નીઓએ વ્રત રાખ્યુ અને તેમના પતિ એટલે કે દેવતાઓના વિજય માટે પ્રાર્થના કરી હતી. તેઓની આ પ્રાર્થના સ્વીકાર થઈ અને યુદ્ધમાં દેવતાઓની જીત થઈ. આ સમય આકાશમાં ચાંદ નીકળી આવે છે. માનવામાં આવે છે કે, આ દિવસથી કરવા ચોથ વ્રત કરવાની પરંપરા શરૂ થઈ.
કડવા ચોથ વ્રતનો નિયમ ; આ વ્રત સુર્યોદય થતા પહેલાં જ શરૂ થાય છે અને ચાંદ નીકળે ત્યાં સુધી રાખવાનું હોય છે. ચંદ્ર દર્શન બાદ જ વ્રતને ખોલવામાં આવે છે. સાંજના સમયે ચંદ્રોદયથી લગભગ એક કલાક પહેલા સંપૂર્ણ શિવ-પરિવારની પૂજા કરવામાં આવે છે. પૂજાની સમય પૂર્વ દિશા તરફ મોં રાખીને બેસવું જોઈએ. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓએ નિર્જળા વ્રત રાખવું જોઈએ, અને ચંદ્રમાને અર્ધ્ય આપ્યા બાદ પતિનું સારણીમાં દિવો મૂકીને ચહેરો જોવો. ત્યાર બાદ પતિએ પત્નીને પાણી પિવડાવીને વ્રત ખોલાવે છે.કડવા ચોથ પૂજાનો મંત્ર ; ‘ॐ શિવાય નમઃ’ પાર્વતીજી માટે, ‘ॐ નમઃશિવાય’ શિવજી માટે, ‘ॐ ષણ્મુખાય નમઃ’ સ્વામી કાર્તિકેય માટે, ‘ॐ ગણેશાય નમઃ’ ગણેશજી માટે તથા ‘ॐ સોમાય નમઃ’ ચંદ્રમા માટેનો મંત્ર બોલીને પૂજા કરવી જોઈએ. કડવોમાં એટલે કે માટીના વાસણમાં લાડુનું નિવેદ બનાવીને ભગવાનને ધરાવો. એક લોટો, એક વસ્ત્ર, એક વિશેષ દક્ષિણાના રૂપે માટીનું વાસણ ભગવાનને અર્પિત કરીને પૂજા સમાપ્ત કરો. કડવા ચોથની વ્રત કથા સાંભળો.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google