મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે હલ દિવાળીનું પર્વ ચાલુ રહ્યું છે. ચારે બાજુ લોકો અવનવી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. તેવામાં આજે અમે તમને આ લેખમાં અમુક એવું વસ્તુ વિશે જણાવશું જેને ધનતેરસના દિવસે ખરીદીને ઘરે લાવવામાં આવે તો માતા લક્ષ્મી સહીત આદિ દેવો પણ ખુબ જ પ્રસન્ન થાય છે. અને ઘરમાં ધન ભંડાર પણ વધે છે. તો મિત્રો આજે અમે આ લેખમાં તમને જણાવશું અમુક ખાસ વસ્તુ વિશે. જેને ધનતેરસના દિવસે અવશ્ય ખરીદીને ઘરે લાવવી જોઈએ.
મિત્રો માતા લક્ષ્મીને સાવરણીનું પ્રતિક માનવમાં આવે છે. અને દિવાળીના પર્વ પર ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાની હોય છે અને દિવાળીના દિવસે તેની પૂજા કરવામાં આવે છે. આ પૂજાનું મહત્વ એ હોય છે કે આપણા ઘરમાં જે કોઈ પણ નકારાત્મક શક્તિઓ હોય છે તેને ઘરની બહાર કાઢે છે. કેમ કે આમ પણ સાવરણી આપણા ઘરમાંથી નકારાત્મક વસ્તુને રોજ દુર કરે છે. પરંતુ આ દિવસોમાં જો તેની પૂજા કરવામાં આવે તો નકારાત્મક શક્તિઓ દુર થઇ જાય છે. સાવરણી ખરીદવાનું મહત્વ : મિત્રો ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી આપણા ઘર અને પરિવાર મમતે ખુબ જ શુભ રહે છે. જો ધનતેરસના દિવસે સાવરણી ખરીદવામાં આવે અને દિવાળીના દિવસે સૂર્યનારાયણનો ઉદય થાય એ પહેલા તેને કોઈ મંદિરમાં દાન કરવામાં આવે તો આપણા ઘરમાં કાયમ માટે લક્ષ્મીજીનો વાસ થાય છે. જો આ દિવસે સાવરણીને પકડવાની જગ્યા પર સફેદ દોરો બાંધવામાં આવે તો આપણા ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે અને લક્ષ્મીજી સ્થિર રહે છે.
ધનતેરસના દિવસે ખાસ તો સાવરણી માટેના અમુક નિયમનું પાલન પણ કરવું જોઈએ કેમ કે આ નિયમનું પાલન કરવામાં ન આવે તો લક્ષ્મીજી નારાજ થાય છે. એટલા માટે ખાસ કરીને ધનતેરસના દિવસે સાવરણીને પગ ન લગાવવો જોઈએ. પરંતુ સાવરણી ખરીદતા સમયે મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું કે બેકી સંખ્યામાં સાવરણી નહિ ખરીદવાની.
મિત્રો ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજીનું ખુબ જ મહત્વ છે તેમ જ આ દિવસે ભગવાન કુબેરનું પણ ખુબ જ મહત્વ રહેલું છે. જો આ દિવસે ભગવાન કુબેરનું પૂજન કરવામાં આવે તો પણ ધનલાભ થાય છે. પરંતુ ધનતેરસના દિવસે ભગવાન કુબેરની મૂર્તિ ઘરમાં લાવવામાં આવે તો ધનલાભ અને સમૃદ્ધી બંને આવે છે. જો ધનને લઈને કોઈ પરેશાની હોય તો કુબેર ભગવાનની પૂજા કરીને તેની મૂર્તિને તિજોરીમાં મુકો. બધી જ સમસ્યા દુર થઇ જશે.
જો ધનતેરસના દિવસે સોનું, ચાંદી અને મેટલની કોઈ ચીજવસ્તુની ખરીદી કરશો તો ભાગ્યમાં વૃદ્ધિ આવશે. આ દિવસે આ ત્રણ વસ્તુની ખરીદી કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે. જો આં દિવસે તમે આ વસ્તુને ખરીદીને ઘરે લાવો છો તો માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરશે.
ત્યાર બાદ છે ગણેશજીની મૂર્તિ. જો ભગવાન શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીજીની મૂર્તિને ધનતેરસના દિવસે ખરીદીને ઘરે લાવવામાં આવે તો ધનનું આગમન થવાનું શરૂ થઇ જાય છે. જે લોકોના ઘરમાં ધન આવતું ન હોય તેમણે આજના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ ઘરમાં લાવવી જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ.
જો મુશ્કેલીઓનો સામનો અવારનવાર કરવો પડતો હોય તો ધનતેરસના દિવસે શંખની ખરીદી કરવી જોઈએ. અને દિવાળીના દિવસે પૂજામાં તેને વગાડવામાં આવે તો તમારી બધી જ મુશ્કેલીઓ દુર થઇ જાય છે. માટે આજના દિવસે શંખ ખરીદવો પણ ખુબ જ શુભ માનવામાં આવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google