ભારત એક એવો દેશ જયાની સંસ્કૃતિ સૌથી અનોખી છે. અહી લોકોમાં એટલી ધાર્મિકતા છે કે અન્ય વિદેશથી પણ લોકો ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કરવા માટે છે. લાખો મંદિરો કે જે આદિકાળથી ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. આદિકાળ તો શું એવા પણ મંદિરો છે જે પૌરાણિકકાળ થી અસ્તિત્વ ધરાવે છે. જેનો પુરાવો સમય સમય પર પુરાતત્વ વિભાગ દ્રારા કરવામાં આવે છે.
આજે અમે તમને એવા જ સરોવર વિષે જણાવીશું કે જે જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. આપણા ભારત દેશમાં નદીઓને માતાનું સ્થાન આપવામાં આવ્યા છે. તેમજ આ નદીઓ ઉપરાંત સરોવરોનું પણ એટલું જ મહત્વ આપણા પુરાણોમાં ગાવામાં આવ્યું છે. આથી જ અમે તમને એવા સરોવર વિશે માહિતી આપીશું જેના વિશે જાણીને તમને ત્યાં જવાનું મન થઇ આવશે. ચાલો તો આ જાણવા માટે અંત સુધી આ લેખ વાંચવાનું ભૂલશો નહિ.
આજે અમે આ લેખની અંદર એવા 5 સરોવર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું ધાર્મિક દ્રષ્ટીએ ખુબ જ મહત્વ રહેલું છે. આ સરોવરો એવા છે જેના વિશે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે અહી સ્નાન કરવાથી તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 1.પુષ્કર સરોવર – (ઉપરનો ફોટો) આ સરોવર રાજસ્થાનના અજમેર શહેરમાં આવેલું છે. તે રાજસ્થાનમાં અજમેર શહેરથી લગભગ ૧૪ કિલોમીટર દુર એક પુષ્કર ઝીલ આવેલી છે. અહી એવું માનવામાં આવે છે કે આ સરોવરનો સંબંધ ભગવાન બ્રહ્મા સાથે જોડાયેલ છે. એવું પણ કહેવાય છે કે અહી એક મંદિર આવેલું છે જે બ્રહ્માનું છે. જે એકમાત્ર બ્રહ્માનું મંદિર ગણવામાં આવે છે. આ સિવાય પુષ્કરની ગણના 5 પવિત્ર તીર્થોમાં પણ કરવામાં આવે છે. આ સિવાય પુષ્કર, ગયા, કુરુક્ષેત્ર, હરિદ્રાર અને પ્રયાગ આ પંચતીર્થ ગણવામાં આવે છે. 2. કૈલાસ માનસરોવર – (ઉપરનો ફોટો) ભગવાન શિવનું નિવાસ સ્થાન એટલે કૈલાસ માનસરોવર. જયારે આ માનસરોવર ની વ્યાખ્યા કરવામાં આવે તો એવું કહેવામા આવે છે કે માનસ અને સરોવર એમ આ બે શબ્દ મળીને માનસરોવર બને છે જેનો શાબ્દિક અર્થ ‘મનનું સરોવર’ એવું થાય છે. પૌરાણિક કથાઓમાં આ સ્થાનને ખુબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. આ સિવાય અહી આ સરોવરમાં જૈન ધર્મ અને તિબ્બતના સ્થાનીય બોનપા લોકો પણ આવે છે અને તેને ખુબ પવિત્ર માને છે. 3. નારાયણ સરોવર – (ઉપરનો ફોટો) નારાયણ સરોવર એ ગુજરાતના કચ્છ જીલ્લાના લખપત તહસીલમાં આવેલ છે. આ સરોવરનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. આથી જ આ સરોવરને ભગવાન વિષ્ણુનું સરોવર માનવામાં આવે છે. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે અહી આ નારાયણ સરોવરમાં લોકો પોતાના પિતૃઓના શ્રાદ્ધ પણ કરવા આવે છે.
4. પંપા સરોવર – (ઉપરનો ફોટો) આ સરોવર એ મેસુરમાં આવેલ છે. જે એક એતિહાસિક સરોવર ગણવામાં આવે છે. આ સિવાય અમે તમને જણાવી દઈએ કે તુંગભદ્રા નદીને ઓળંગીને અનેગુંદી જતી વખતે તેના મુખ્યમાર્ગથી થોડે દુર એટલે કે પશ્ચિમ દિશામાં પંપા સરોવર સ્થિત છે. પૌરાણિક કથાઓમાં વર્ણિત જે પંપા સરોવરની વાત કરવામાં આવે છે તે વાસ્તવમાં રામાયણમાં વર્ણિત પંપા સરોવર તે આ જ સરોવર છે.
5. બિંદુ સરોવર – (ઉપરનો ફોટો) આ સરોવર ગુજરાતના સિદ્ધપુર માં આવેલ છે. આ સરોવર અમદ્દાવાદથી ઉત્તરમાં લગભગ ૧૩૯ કીલોમીટરના અંતરે બિંદુ સરોવર આવેલ છે. એવું માનવામાં આવે છે કે અહી આ સરોવરના કિનારે બેસીને ઋષિ કર્દમએ હજારો વર્ષ સુધી તપસ્યા કરી હતી. આ વાતનો ઉલ્લેખ ઘણા ગ્રંથો તેમજ પુરાણોમાં આવે છે.
આમ આ હતા ભારતના ખુબ જ પવિત્ર ગણાતા સરોવર.જ્યાં એવી માન્યતા છે કે અહી આ સરોવરમાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.