ઉઠીને માત્ર ત્રણ વાર બોલો આ મંત્ર…. આખું જીવન ધનની કોઈ કમી નહિ રહે…. હંમેશા રહેશે લક્ષ્મી અને સરસ્વતીનો સાથ

સવારે માત્ર ત્રણ વાર બોલો આ મંત્ર…. આખું જીવન ધનની કોઈ કમી નહિ રહે…. હંમેશા રહેશે લક્ષ્મી અને સરસ્વતીનો સાથ.

દરેક વ્યક્તિ સફળ અને સુખી જીવન જીવવા માંગતો હોય છે. વ્યક્તિ હંમેશા એવી જિંદગીની કલ્પના કરતા હોય છે જેમાં તેમને કોઈ પણ પ્રકારની ધનની કમી ન હોય. તેમજ કોઈ પણ પ્રકારનું ટેન્શન ન હોય. મિત્રો આજે અમે આજના અમારા લેખ દ્વારા જણાવશું કે કંઈ રીતે તમે માત્ર એક મંત્રનો ઉચ્ચાર કરશો તો તમારી જે પણ કલ્પના હશે તે બધી પૂરી થઇ જશે. મિત્રો ક્યો છે તે મંત્ર અને તેને બોલવાની વિધિ જાણવા માટે અમારો આ લેખ પુરેપુરો વાંચો.મિત્રો આજે અમે જે મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ તેને માત્ર ત્રણ વાર સવારે તમારી બંને હથેળીમાં જોઇને બોલવાનો છે. એવું કહેવાય છે કે આપણી હથેળીમાં ભગવાનનો વાસ થાય છે. સવારે ઉઠતાની સાથે જ આ મંત્ર બોલવાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા તેમજ ખરાબ નજરનો કોઈ પ્રભાવ તમારા પર નથી પડતો.

આ મંત્રનો ત્રણ વાર ઉચ્ચારણ કરશો તો તમે દિવસ દરમિયાન જે કંઈ પણ કામ કરશો તે દરેક કાર્યોમાં સફળતા મળશે. તો ચાલો મિત્રો આપણે જાણીએ કે તે મંત્ર ક્યો છે. તેની પહેલા જણાવી દઈએ કે આ તમારે સવારે ઉઠીને તમારી બંને હથેળીઓને સામે રાખીને ત્રણ વખત આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. તો તે મંત્ર આ પ્રકારે છે..

કરાગ્રે વસતે લક્ષ્મી:  કરમધ્યે સરસ્વતી,
કરમૂલે તું ગોવિંદ: પ્રભાતે કર દર્શનમ્.

મિત્રો આ મંત્રનો અર્થ પણ જાણી લઈએ. કરાગ્રે વસતે લક્ષ્મી: તેનો અર્થ છે કે આપણી હથેળીના ઉપરના ભાગમાં માતા લક્ષ્મી બિરાજમાન હોય છે. કરમધ્યે સરસ્વતી તેનો અર્થ છે કે હથેળીની વચ્ચેનો જે ભાગ હોય છે ત્યાં માતા સરસ્વતી રહે છે. કરમૂલે તું ગોવિંદ: એટલે હથેળીની નીચેનો ભાગ છે ત્યાં ગોવિંદ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો વાસ રહેલો છે. પ્રભાતે કર દર્શનમ્ તેનો મતલબ છે કે આ ત્રણેયનું સવારે દર્શન કરવું જોઈએ.

તેના માટે મિત્રો સવારે તમારે ઉઠતાની સાથે જ તમારા હાથની બંને હથેળી એકબીજાથી જોડી દેવાની છે અને હથેળીમાં જોતા જોતા આ મંત્ર બોલવાનો છે. આટલું કરવાથી તમારામાં સકારત્મક ઉર્જાનો પ્રવેશ થશે. તમારો દિવસ સુખમય અને સારો જશે તેમજ તમારા દિવસ દરમિયાનના દરેક કાર્યોમાં તમને સફળતા મળશે.

મિત્રો આ મંત્રમા જે ત્રણ ભગવાનના નામનો ઉલ્લેખ થાય છે તે ભગવાન પણ આપણાથી પ્રસન્ન થઇ જાય. જો આપણે આ રીતે રોજ સવારે ઉઠીને હાથમાં જોઇને ત્રણ વાર આ મંત્રનો ઉચ્ચાર કરીએ તો  ભગવાનની કૃપા રહે છે. જેના કારણે તકલીફો દુર રહે છે તેમજ આપણા જીવનમાં કરેલી મહેનત વ્યર્થ નથી જતી, તેમજ આપણા જીવનમાં પણ સફળતાઓ મળે છે. જો આપણે આ મંત્રનું સવારે ત્રણ વખત ઉચ્ચારણ કરીએ તો.

તેથી જ તો મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ સવારે હાથના દર્શન કરવાનું કહેવાયું છે. એટલું જ નહિ પરંતુ આ સંબંધમાં વેદો પણ એવું કહે છે કે આપણા જમણા હાથમાં પુરુષાર્થ અને ડાબા હાથમાં  સફળતા રહેલી છે.

અને સવારે આ મંત્ર અને હાથને જોવાથી આપણું સૌભાગ્ય પણ વધે છે. કારણ કે ઋગ્વેદમાં પણ કહેવાયું છે કે હાથ વડે જ પરિશ્રમ કરવામાં આવે છે અને પરિશ્રમના કારણે જ આપણા હાથમાં શ્રી એટલે કે ધન અને સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

તો મિત્રો આપણા હાથમાં જ આપણું ભાગ્ય રહેલું છે માટે આપણે રોજ સવારે ઊંઘ ઉડે ત્યારે સૌથી પહેલા હથેળી સામું જોઈએ લેખમાં આગળ જણાવેલ મંત્ર ત્રણ વાર બોલવો જોઈએ. તે આપણને પરિશ્રમ પ્રત્યે પ્રેરિત કરે છે અને ભાગ્ય પણ આપણું સાથ આપે છે અને સફળતા અવશ્ય મળશે.

Leave a Comment