રાશિ અનુસાર કરો ધનતેરસની ખરીદી ! માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને કુબેર ભરી દેશે ખજાનો.

મિત્રો દિવાળીનો તહેવાર પાંચ દિવસનો હોય છે, તેમાં ખાસ મહત્વના દિવસ તરીકે ધનતેરસને ગણવામાં આવે છે. ધનતેરસથી શરૂ થતો દિવાળીનો તહેવાર ભાઈ-બીજના દિવસે પૂર્ણ થાય છે. ધનતેરસના શુભ પર્વે દરેક વ્યક્તિ કંઈકને કંઈક ખરીદે જ છે. માન્યતા છે કે, ધનતેરસ પર નાની અથવા મોટી વસ્તુ ખરીદી સુખ-સંપત્તિનો સંકોચ હોય છે. સોનું, ચાંદી, વાસણ અને ઘણા લોકો તો છોડ પણ ખરીદે છે. આ વર્ષે ધનતેરસ 13 નવેમ્બરના રોજ છે. આ તહેવારના કારણે બજારમાં સજાવટ તો શરૂ થઈ ચૂકી છે. તો આવો જાણીએ કે ધનતેરસના દિવસે તમારી રાશિ અનુસાર કંઈ કંઈ વસ્તુઓની ખરીદી કરી શકો છો ? તે પહેલા જાણી લઈએ કે ધનતેરસનો તહેવાર શા-માટે ઉજવવામાં આવે છે ?

આ કારણે ઉજવવામાં આવે છે ધનતેરસ : ઉલ્લેખનીય છે કે, દર વર્ષે કાર્તિક કૃષ્ણ પક્ષની તેરસના રોજ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસને ધન્વંતરી જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, કાર્તિક કૃષ્ણપક્ષની તેરસના રોજ ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશની સાથે પ્રગટ થયું હતું. તેથી આ દિવસે માતા ધન્વતંરી એટલે કે ધનની દેવી લક્ષ્મીજીની પૂજા કરવાથી કે, તેમને પોતાની પૂજા કરીને પ્રસન્ન કરવાથી તે વ્યક્તિ અને તેના પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા સદેવ રહે છે, તથા તેમના ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે. ઘર હંમેશા ધનધાન્યથી ભરપુર રહે છે. માન્યતા છે કે, ધન્વંતરીની પૂજા કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. આ દિવસે દેશભરમાં લોકો ખરીદી કરે છે, ખાસ કરીને સોનું-ચાંદીની વસ્તુની ખરીદી શુભ માનવામાં આવે છે.

મેષ : રાશિના જાતકોએ આ ધનતેરસના તહેવાર પર સોના-ચાંદી અને સંપત્તિ(મકાન-જમીન વગેરે) ખરીદવું શુભ રહેશે.

વૃષભ : રાશિના જાતકો માટે ચાંદી, હીરાથી બનેલી વસ્તુઓ તથા જમીન અને વાહન ખરીદવું શુભ છે.

મિથુન : આ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે સંપત્તિ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, સોના-ચાંદીથી બનેલી વસ્તુઓ ખરીદવી શુભ રહેશે છે.કર્ક : આ રાશિના જાતકોએ માટે સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવી અને શેર બજાર કે મકાન-જમીનમાં રોકાણ કરવુ શુભ છે.

સિંહ : આ રાશિના જાતકોએ આ ધનતેરસના રોજ સોનું, તાંબુ, ફર્નિચર અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું શુભ માનવામાં આવે છે.

કન્યા : આ રાશિના લોકોએ સોનું, ચાંદી, જમીન અને કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ તમારા માટે સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવનારું બનશે.

ધન : આ રાશિના જાતકો માટે ધનતેરસે સોનું, ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ અને જમીન ખરીદવી લાભદાયી છે.

મકર : આ રાશિના લોકો માટે આ દિવસે ચાંદી, જમીન અને ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ ખરીદવી શુભ છે.

કુંભ : રાશિના જાતકો માટે આ ધનતેરસ શુભ છે તેથી સોનું અને ચાંદીની વસ્તુ તથા ફિક્સ્ડ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરવું શુભ છે.

મીન : રાશિના જાતકો માટે કોઇ પણ પ્રકારનું ઇન્વેસ્ટ અને શોપિંગ કરવું ધનતેરસના દિવસે શુભ માનવામાં આવે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment