રાવણનું પત્ની, મંદોદરીએ વિભીષણ સાથે પણ કર્યા હતા અહી લગ્ન.  જાણો તે લગ્ન કરવા પાછળનું કારણ.

મિત્રો, હાલ થોડા સમય પહેલા તમે ટીવી પર પ્રકાશિત રામાયણ લગભગ દેશના ઘણા લોકોએ જોઈ હશે. અને ફરી જૂની યાદો તાજી થઈ ગઈ હશે. બાળકો પણ પ્રકાશિત થયેલી રામાયણથી ઘણું શીખ્યા હશે. પરંતુ મિત્રો દરેક લોકોએ એવો આગ્રહ રાખવો જોઈએ કે પોતાના સંતાનો રામાયણના દરેક પાત્રોથી પરિચિત હોવા જોઈએ અને સંતાનો તેનાથી કંઈક શીખે તેવી દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે.

રામાયણમાં ખુબ જ મહત્વનું પાત્ર અને પોતાની અલગ છાપ ઉપજાવતું આ પાત્ર જેને લોકો રાવણની પત્નીના રૂપે જાણે છે. જેનું નામ મંદોદરી છે. તમે રામાયણમાં રાવણના મૃત્યુ સુધી બધું જ જોયું હશે. પરંતુ રાવણની મૃત્યુ પછી લંકામાં શું થયું તેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હશે. તો મિત્રો એવું કહેવાય છે કે, રાવણના મૃત્યુ પછી મંદોદરીએ વિભીષણ સાથે લગ્ન કર્યા હતા.

વાલ્મીકી રામાયણ અનુસાર રાવણના લગ્ન મંદોદરી સાથે થયા હતા. મંદોદરી ઋષિ કશ્યપના પુત્ર માયાસુર દ્રારા ગોદ લીધેલ પુત્રી છે. જ્યારે રંભા નામની અપ્સરા તેની માતા છે. કહેવાય છે કે, મંદોદરી રામાયણની પંચ-કન્યા માંથી એક કન્યા છે. આ સિવાય મંદોદરીને ચીર-કુમારી કહીને ઓળખવામાં આવે છે. એવું પણ જાણવા મળે છે કે, પોતાના પતિ દશાનનના મનોરંજન માટે તેણે શતરંજની શોધ કરી હતી.

આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે, મંદોદરી કોઈ અપ્સરાથી ઓછી ન હતી. તેનું સ્વરૂપ અત્યંત સુંદર હતું. આ કારણે જ જ્યારે હનુમાનજી સીતાજીની શોધમાં લંકા આવ્યા ત્યારે તેઓ પણ ક્ષણિક વાર મંદોદરીને જોઈને લાગ્યું કે, આ જ સીતા માતા છે. પરંતુ પછી વિચાર આવ્યો કે સીતા માતા તો ત્યાં મહેલમાં ન હોય, સીતા માતા પોતાના સ્વામી શ્રી રામથી વિમુખ હોય ત્યારે આ રીતે સુખી ન હોય, તે દુઃખમાં જ હોય.

એવું કહેવામાં આવે છે કે. શાસ્ત્ર અનુસાર રાવણ સુંદર સ્ત્રીઓને જોઈ તેના પ્રત્યે ખુબ જ આકર્ષિત થઈ જતો. તેથી જ રાવણે માતા સીતાનું અપહરણ તેમના રૂપને જોઈને જ કર્યું હતું. આ સિવાય જ્યારે રાવણ સીતાનું હરણ કરીને લાવ્યો ત્યારે તેની જાણ મંદોદરીને થતા જ તેણે રાવણને ખુબ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાવણે મંદોદરીની એક વાત ન માની.

રાવણ અને મંદોદરીના કુલ ત્રણ સંતાન હતા. જેમના નામ મેઘનાથ, અક્ષકુમાર અને અતિક્ય. આ ત્રણ સંતાનોમાં મેઘનાથ ખુબ જ પરાક્રમી હતો. રામ-રાવણ યુદ્ધમાં મેઘનાથે જ લક્ષ્મણજી પર શક્તિ વાર કર્યો હતો, અને લક્ષ્મણને મૂર્છિત કર્યા હતા.એવું પણ કહેવાય છે કે, રાવણે મંદોદરીને વચન આપ્યું હતું કે, મંદોદરી જ લંકાની મહારાણી અને પ્રમુખ પત્ની રહેશે. એવું પણ જાણવા મળે છે કે, મંદોદરી અને લંકાના રાજા રાવણના લગ્ન મંડોરમાં થયા હતા. આ મંડોર જોધપુર નજીક આવેલ છે. આમ જોધપુરમાં રાવણનું એક મંદિર પણ બનેલું છે. જ્યારે લોકોનું એમ પણ માનવું છે કે, મંડોર દશાનનનું સાસરું છે અને એમ પણ માનવામાં આવે છે કે, રાવણના મૃત્યુ પછી તેનો સમસ્ત પરિવાર મંડોરમાં આવીને રહેવા લાગ્યો હતો.

આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે, રાવણના વધ પછી વિભીષણ સાથે મંદોદરીના લગ્ન થયા હતા. આમ રામાયણના પણ ઘણા એવા પાત્રો પણ છે જેના વિશે અનેક સવાલો ઉદ્દભવે છે.

Leave a Comment