ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…

આપણી સંસ્કૃતિમાં દેવી દેવતાઓની પૂજા અને અર્ચના કરવાનુ વિશેષ મહત્વ રહેલું છે. તેમજ દરેક શુભ કામ કરવા માટે અલગ અલગ દેવી કે દેવતાની ઉપાસના કરવામાં આવે છે. જેમ કે વિદ્યા માટે સરસ્વતી દેવીની ઉપાસના કરવામાં આવે છે, તો ધન માટે માતા લક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે. પણ જયારે તમે પૂજા કરો છો, ત્યારે દીવો તો જરૂર કરતા હશો. પણ અલગ અલગ દેવી દેવતા સામે જુદા જુદા પ્રકારનો દીવો કરવામાં આવે છે. આથી તમે જે તે ભગવાનને પ્રસન્ન કરી શકો છો. આ વિશે તમારું જ્ઞાન હોવું પણ જરૂરી છે. જેથી કરીને તમારી પૂજા સફળ નીવડે. ચાલો તો આપણે આજે આ લેખમાં અલગ અલગ દેવી કે દેવતા સામે ક્યાં પ્રકારનો દીવો કરવો જોઈએ તેના વિશે વિસ્તારથી જાણીશું. 

હિન્દુ ધર્મમાં બધા જ દેવતાઓનું પોતાનું મહત્વ છે. બધા દેવતાઓની પૂજા વિધિ પણ અલગ-અલગ છે. કોઈ પણ શુભ કાર્યમાં દીવો કરવામાં આવે છે. ભગવાનની પૂજામાં પણ દીવાનું ખાસ મહત્વ હોય છે. દીવો સકારાત્મકતા અને શુભતાનું પ્રતિક છે. જ્યોતિષ મુજબ, જેમ દેવતાઓની પૂજાનું વિધાન અલગ અલગ હોય છે તેમ જ પ્રત્યેક દેવતાઓના દીવા કરવાનું મહત્વ પણ અલગ અલગ હોય છે. પંડિત આ વિશે જણાવે છે કે, દેવતાઓની પૂજા કરવા દરમિયાન દીવો કરવા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ.પ્રત્યેક દીવાનું પોતાનું મહત્વ:- ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રથમ પૂજનીય દેવતા શ્રી ગણેશની પૂજામાં ત્રણ ઘીના દીવા કરવા શુભ ગણવામાં આવે છે. તેનાથી ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાદ પરિવાર પર જળવાઈ રહે છે. માન્યતા છે કે દેવી લક્ષ્મીની પૂજામાં સપ્તમુખી દીવો કરવો જોઈએ. તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન રહે છે અને બધા પ્રકારની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. હનુમાનજીની પૂજામાં ત્રણ દીવા કરવા શુભ ગણવામાં આવે છે. તેનાથી બધા પ્રકારના સંકટોનો નાશ થાય છે. ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. 

જ્યોતિષ મુજબ ભગવાન સૂર્યને સરસોના તેલનો દીવો કરવો શુભ ગણવામાં આવે છે. તેનાથી સૂર્યની જેમ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ભગવાન વિષ્ણુને સાત, સોળ દીવા કરવા શુભ ગણવામાં આવે છે. તે જ રીતે બે દીવા કરવાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે. ભગવાન કાર્તિકેયની પૂજામાં પંચમુખી દીવાનો ઉપયોગ કરવામાં આવે છે.આ વાતોનુ રાખવું ધ્યાન:- શાસ્ત્રો મુજબ, દેવતાઓને ગાયના શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ. તેમજ શનીદેવને તેલનો દીવો કરવો શુભ ગણવામાં આવે છે. જ્યોતિષીયોનું કહેવું છે કે, ધાર્મિક માન્યતાઓ અનુસાર જ ભગવાનના દીવા કરવા જોઈએ. તેનાથી ભગવાનની કૃપા જળવાઈ રહે છે અને બધા જ પ્રકારના સંકટ દૂર થાય છે. આમ તમે તેલ અને ઘીનો દીવો કરી શકો છો. પણ જુદા જુદા દેવતાઓ અલગ અલગ પ્રકારનો દીવો થાય છે. તેમજ કેટલા દીવા કરવા શુભ છે તેના વિશે જાણવું પણ જરૂરી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment