દિવાળીનો તહેવાર મુખ્યરૂપે પાંચ દિવસનો હોય છે. તેની શરૂઆત ધનતેરસની સાથે થાય છે અને તેનું સમાપન ભાઈબીજના દિવસે થાય છે. પરંતુ આ વખતે આ તહેવાર ચાર દિવસ રહેવાનો છે. નાની દિવાળી અને દીપાવલી એક સાથે જ રહેશે. ત્યાર બાદ ગોવર્ધન પૂજા અને ભાઈબીજનું પર્વ મનાવવામાં આવશે. તો ચાલો જાણીએ દિવાળીના તહેવારની તૈયારી કેવી રીતે કરવામાં આવે છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે દિવાળીના તહેવારની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ. માટે આ લેખ અંત સુધી અવશ્ય વાંચો.
કેવી રીતે કરવી જોઈએ દિવાળીની તૈયારી : 1 – દિવાળી અને ધનતેરસ પહેલા જ ઘરને સારી રીતે સાફ કરી લો. દીવાલો પર રંગ અને ચિત્રણનું કામકાજ ધનતેરસ પહેલા જ સમાપ્ત કરી દેવું જોઈએ. ધનતેરસ બાદ કોઈ પણ કામ ન કરવું જોઈએ.
2 – ઘરમાં ઉપયોગમાં ન લેવાના હોય તેવા કપડા અને બુટ-ચપ્પલ ઘરની બહાર કાઢી નાખવા જોઈએ. ઘરના મુખ્ય દ્વાર પર કોઈ પણ એવી વસ્તુ ન રાખવી જોઈએ જેનો ઉપયોગ ન થવાનો હોય. આવી વસ્તુને ઘરના મુખ્ય દ્વારા રાખવી એ અશુભ માનવામાં આવે છે અને તેનું પરિણામ પણ અશુભ આવે છે.3 – ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય અંધારું ન હોવું જોઈએ. ઘરના મુખ્ય દ્વાર પર જો દીવાનું અંજવાળું હોય તો ખુબ જ શુભ માનવામાં આવે છે. એટલા માટે દિવાળી પહેલા અને દિવાળી બાદ ઘરની બહાર લાઈટ અથવા દીવાનું અંજવાળું કરવું જ જોઈએ. તેનાથી તમારા ઘરમાં શુભ અને સકારાત્મક ઉર્જા રહે છે.
4 – પૂજાના સ્થાન પરથી જુના ચિત્ર અને જરૂરી ન હોય એવી મૂર્તિઓને પણ હટાવી દેવી જોઈએ. ફાટેલા ચિત્ર અને તૂટી ગયેલી મૂર્તિને ઘરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ. પરંતુ ફાટેલા ચિત્ર અને તૂટેલી મૂર્તિને વિસર્જન કરવાનો એક સમય હોય. આ પ્રકારના ચિત્રો અને મૂર્તિઓને ભાઈબીજ બાદ જ વિસર્જન કરવા જોઈએ અને પાણીમાં જ પધરાવવા જોઈએ.
5 – જો પૂજા સ્થળ પર કોઈ મૂર્તિ ન હોય તો તે સ્થાન પર દીપક પ્રગટાવીને ઈશ્વરને ઉપાસના કરવી જોઈએ. જો કોઈ નવી મૂર્તિ અથવા સામાનની ખરીદી કરતા હો તેને પૂજા સ્થાન પર રાખી દેવી જોઈએ અને દિવાળી પર તેનું પૂજન કર્યા બાદ તે વસ્તુનો ઉપયોગ કરવાનું આરંભ કરવું જોઈએ.6 – જો આપ દિવાળી પર કોઈને ભેટ કર કોઈ વસ્તુ આપવા માંગો છો તો આ કામ દિવાળી પહેલા જ કરી લ્યો. કેમ કે એવી માન્યતા છે કે, તહેવારના દિવસે કોઈને ગીફ્ટ કે પૈસા આપવા ન જોઈએ. માટે આં કાર્યને પણ દિવાળી પહેલા જ કરી લેવું જોઈએ.
7 – તૈયારીઓમાં રાખવી જોઈએ આ સાવધાની : ઘરના મુખ્ય દ્વારને વિશેષ રૂપે સાફ રાખો. તે સ્થાન પર પ્રકાશની ઉત્તમ વ્યવસ્થા હોવી જોઈએ. જો નવા વસ્ત્ર ખરીદ્યા હોય તો તેને પહેરીને જ પૂજા કરવી જોઈએ. વસ્ત્રોનો રંગ નીલો, કાળો અથવા ભૂરો રંગ ન હોવો જોઈએ. દિવાળીની સફાઈ જો કોઈ પાસે કરાવો તો તેને પૈસા અવશ્ય આપવા જોઈએ.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google