ત્વચા તડકામાં પણ કાળી નહિ પડે માટે બનાવો આ વસ્તુ ઘરે અને કરો તેનું સેવન…. જાણો તે વસ્તુની રેસીપી…

ત્વચા તડકામાં પણ કાળી નહિ પડે માટે બનાવો આ વસ્તુ ઘરે અને કરો તેનું સેવન…. જાણો તે વસ્તુની રેસીપી…

મિત્રો સુંદર દેખાવું એ દરેક વ્યક્તિને ગમતું હોય છે અને તેના માટે લોકો કેટકેટલા ઉપાયો કરતા હોય છે. તો શું તમે પણ પોતાની ત્વચાને સાફ, સુંદર અને સ્વસ્થ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છો તો અમે જણાવીશું તમને ખાસ એવી રેસીપી વિશે. જે તમારી ત્વચામાં ચાર ચાંદ લગાડી દેશે. હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ સ્મુદીની. સ્મુદી બનાવવા માટે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી નહિ પડે. કેમ કે તે વસ્તુ તમારા ઘરમાં જ ઉપલબ્ધ હશે. ઘરમાં જ રહેલી વસ્તુઓનો ઉપયોગ કરી તમે ખુબ જ સહેલાઈથી બનાવી શકો છો અને ત્વચા માટે બહાર પાર્લરના ખર્ચથી પણ બચી શકો છો.

સ્મુદી એટલે ત્રણથી ચાર વસ્તુને મિક્સ કરીને તેનું મિશ્રણ બનાવીને પીવાનું હોય છે તેનાથી આપણી ત્વચા ખુબ જ સુંદર બને છે અને કોઈ ત્વચાને લાગતો રોગ હોય તેણે દુર કરે છે. એટલા માટે ફળો અને બીજી વસ્તુઓને મિક્સ કરીને સ્મુદી બનાવવામાં આવે છે જેનું સેવન આપણી ત્વચા માટે ખુબ જ ઉપયોગી નીવડે છે.

સાફ અને સુંદર ત્વચા મેળવવી આજની જીવન શૈલી, ખાન-પાન અને પ્રદૂષણ ભરેલા વાતાવરણને કારણે ખુબ જ અઘરી છે. આવા પ્રદૂષણને કારણે આપણી ત્વચા પર દાગ, ખીલ તેમજ ત્વચા સંબંધી અનેક સમસ્યાઓ જોવા મળે છે. આ કારણે જ આપણને સાફ, સુંદર અને સ્વસ્થ ત્વચા નથી મળતી. આજે અમે તમને ત્વચા સંબંધી થોડીક સ્મૂદી રેસીપી વિશે જણાવીશું જેના પ્રયોગથી તમારી ત્વચા સાફ તો થશે, સાથે-સાથે ચામડીને લગતા અનેક રોગોથી પણ છુટકારો મળશે.

કેળા અને ઓટ્સની મિશ્રિત સ્મૂદીની રેસીપી.

સામગ્રી. ચાર –  કેળાં, બે કપ – નારિયેળનું પાણી, એક મોટી ચમચી – મધ, ¼ કપ – ઓટ્સ, એક ચમચી – વેનીલા એસેન્સ, 4 – 5 તાર – કેસર.

સ્મૂદી બનાવવા માટેની રીત : સૌપ્રથમ કેળા, ઓટ્સ, મધ, નારિયેળનું પાણી, વેનીલા એસેન્સ અને કેસરને એક મીક્ષ્યરના જારમાં નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો. મીક્ષ્યરમાં મિક્સ કર્યા પછી આ સ્મૂદીને એક ગ્લાસમાં કાઢી લો. ત્યાર પછી તેનું સેવન કરો.

આ સ્મૂદી રેસીપી ખુબ જ ટેસ્ટી હોય છે. તેના સેવનથી તમારી ત્વચા સંબંધી સમસ્યા જેવી કે ખીલ, દાગ વગેરે સાફ થઈ જશે અને ત્વચામાં પણ ચમક આવવા લાગશે. કેળા અને ઓટ્સની આ સ્મૂદી રેસીપીમાં અનેક પોષકતત્વ હોવાને કારણે તે ત્વચાને નિખારવામાં ખુબ જ મદદ કરે છે. આ પોષકતત્વ જેવા કે વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, ફાઈબર, સોડિયમ અને પાણી, કેલેરી વગેરે તત્વો મળી આવે છે.

સ્ટ્રોબેરી, કેળા અને ગુલાબજળની સ્મૂદીની રેસીપી.

સામગ્રી:  બે કપ – બદામનું દૂધ, ત્રણ ચમચી ગુલાબજળ, એક કપ – સ્ટ્રોબેરી, એક –  કેળું, ચાર – તાજા ગુલાબની પાંખડી, નાની ચમચી – વેનીલા એસેન્સ, મધ – સ્વાદ માટે.

સ્મૂદીની રેસીપી બનાવવાની રીત: સૌપ્રથમ બદામનું દૂધ, ગુલાબજળ, સ્ટ્રોબેરી, કેળુ, ગુલાબની પાંખડી, વેનીલા એસેન્સને એક સાથે મીક્ષ્યરમાં નાખી તેને સારી રીતે મિક્સ કરી લો. હવે ત્યાર મિક્સ થઇ જાય પછી તેણે એક સાફ ગ્લાસમાં કાઢીને તેની સેવન કરો.

આ સ્મૂદી રેસીપી  સ્વાદિષ્ટ હોવાની સાથે તમારી ત્વચા માટે પણ ખુબ જ ફાયદાકારક છે. સ્મુદીનું સેવન દરરોજ કરવાથી સ્કીનને લગતી અનેક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આ સ્મૂદી રેસીપીમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન ઈ 6, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફૉસ્ફરસ, ફાઈબર જેવા અનેક પોષકતત્વ હોવાથી તે ત્વચાને નિખારવાનું કામ કરે છે.

સ્ટ્રોબેરી અને કેળાની સ્મૂદીની રેસીપી.

સામગ્રી: એક કેળુ,  એક ટેબલ સ્પૂન – મધ, એક કપ – સ્ટ્રોબેરી,

સ્મૂદી બનાવવા માટેની રીત: મીક્ષ્યરના જારમાં કેળુ, સ્ટ્રોબેરી અને મધ નાખીને તેને મિક્સ કરી લો, પછી તેનું સેવન કરો. આ સ્મૂદી રેસીપીમાં વિટામિન સી, ફાઈબર, સોડિયમ, ફૉસ્ફરસ, તેમજ બીજા અનેક પોષકતત્વ હોવાને કારણે તે ત્વચા માટે ફાયદાકારક છે.

આમ તમે કોઈપણ ફ્રૂટ અથવા તો શાકભાજીને મિક્સ કરીને તેની સ્મૂદી બનાવી ઉપયોગ કરી શકો છો. ત્વચા માટે વિવિધ ફ્રૂટ અને શાકભાજીનું સેવન આવશ્યક છે. આથી જો તેનો પ્રયોગ આમ મીક્ષ્યરમાં મિક્સ કરીને પીવામાં આવે તો અનેક તત્વો મળી જાય છે, જે આપણી સ્કીન માટે જરૂરી હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment