આ મંદિરના પુજારીના મૃત્યુના 1 વર્ષ બાદ ઘરનું તાળું તોડ્યું તો દરવાજો ખોલતાંજ ઉડી ગયા સૌના હોશ.. રકમ જાણી હેરાન રહી જશો

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) ના અધિકારીઓ એ સમયે ખુબ જ આશ્ચર્ય પામી ગયા જયારે તેના મંદિરમાં કામ કરતા એક કર્મચારીના રૂમમાંથી તેને એક પેટીમાંથી 6.15 લાખ રૂપિયા અને બીજી પેટીમાંથી 25 કિલોગ્રામ સિક્કા મળ્યા હતા. મંદિરના પરિસરમાં આવંટીત ઘરમાં રહેનાર આ 60 વર્ષીય કર્મચારીની એક વર્ષ પહેલા મૃત્યુ થઈ ગઈ હતી. ત્યાર પછી તે ઘર બંધ જ હતું. જયારે આ ઘટના વિશે જાણીને દરેક લોકોને નવાઈ થઈ રહી છે. 

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના દિવંગત કર્મચારી શ્રીનીવાસુલુ ને ચિત્તૂર જીલ્લાના તિરુપતિ શહેરની શેષાચલમ કોલોનીમાં ક્વાર્ટર નંબર 78 માં એકલા જ રહેતા હતા. એ આવંટન મંદિર પ્રાધિકરણ દ્વારા કરવામાં આવેલ હતું. શ્રીનીવાસુલુ વર્ષોથી આ ઘરમાં રહેતા હતા. તિરુમાલાના રહેવાસી શ્રીનીવાસુલુંની પહાડી પર સ્થિત તીર્થસ્થળમાં થોડી સંપત્તિ હતી. ટીટીડી એ આ સંપત્તિ ના બદલામાં પુનર્વાસ યોજના નીચે શ્રીનીવાસુલું ને આ ક્વાર્ટર આપવામાં આવ્યું હતું. 

શ્રીનીવાસુલું ની ગયા વર્ષે બીમારીના કારણે મૃત્યુ થઈ ગઈ હતી. ત્યારથી જ તેના ક્વાર્ટર પર તાળું લાગેલું હતું. મંદિર પ્રશાસન તરફથી ઘણા મહિનાઓ સુધી શ્રીનીવાસુલું ના સગા-સંબંધીઓની શોધ કરવામાં આવી, પણ તેનો કોઈપણ વારસદાર સામે ન આવ્યો. સોમવારે ટીટીડી થી જોડાયેલ વીજીલેન્સ વિંગ એ શ્રીનીવાસુલું ના ક્વાર્ટર નું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો. અહી તેમને લોખંડની બે પેટીઓ મળી. 

ટીમે જયારે આ લોખંડની પેટીને ખોલી તો તેને જોઈને તેઓ ચોકી ગયા. બંને પેટીઓમાં સારી એવી સંખ્યામાં પૈસા ભરેલા હતા. જેની ત્યાં કોઈએ પણ આશા ન રાખી હતી. ટીટીડી ટ્રસ્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે પુજારીના ઘરનું પંચનામું કરવામાં આવ્યું છે. જેમાં એક પેટીમાં 6,15,050 રૂપિયા રોકડા મળ્યા છે.

બીજી પેટીમાંથી 25 કિલોગ્રામ સિક્કા મળ્યા છે. તે વિભિન્ન મુલ્યોના સિક્કાઓ છે. સીજ સંપત્તિ ને ટીટીડી એ પોતાના કબ્જામાં લઇ દીધી છે. પ્રશાસને ઘરમાંથી મળેલ રોકડ અને સિક્કાઓ ને ટ્રેજરી માં જમા કરી દીધા છે. 

આમ એક મૃત્યુ પામેલ પુજારીના ઘરમાંથી રોકડ અને સિક્કા મળી આવેલ હોવાથી ત્યાની આસપાસની જનતામાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ તો તેની તપાસ શરુ થઈ ગયેલ છે.  

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment