વધુ માઈલેજ આપે એવી કાર અને બાઈક ખરીદવી પણ પડી શકે છે મોંઘી, ખરીદવા સમયે આ બાબતોનું ધ્યાન રાખો, ફાયદામાં રહેશો…

પેટ્રોલ ડીઝલ ખુબ જ મોંઘા થવાથી લોકો કાર કે બાઈક ખરીદતા પહેલા માઈલેજ પર વધુ ધ્યાન આપે છે. ગ્રાહકો મોટાભાગે એસી ગાડીની શોધ કરે છે, જેનાથી ઓછા ખર્ચમાં વધુ લાંબી મુસાફરી કરી શકાય. મોટાભાગે લોકો માઈલેજના ચક્કરમાં ડીઝલની કાર ખરીદતા હોય છે.

પરંતુ પેટ્રોલની સરખામણીમાં ડીઝલ કાર વધુ માઈલેજ આપતી હોય છે. પણ શું માત્ર માઈલેજ જોઈને જ વાહન ખરીદવા જોઈએ ? એક્સપર્ટની આ વિશે હંમેશા એવી સલાહ હોય છે કે, કાર કે બાઈક ખરીદતી વખતે માઈલેજનું ધ્યાન જરૂર રાખો. પણ આ સિવાય પણ ઘણી મહત્વની વાત એ છે કે, જેના પર ધ્યાન આપવું એ પણ ખુબ જરૂરી છે.વાસ્તવમાં આજથી થોડા વર્ષ પહેલા તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘણું અંતર હતું. ધીમે ધીમે આ અંતર ખુબ જ ઓછું થવા લાગ્યું. હાલ તો લગભગ 10% જેટલું જ અંતર રહ્યું છે. હવે જાણી લઈએ કે માત્ર માઈલેજ જોઈને કાર-બાઈક કેમ ન ખરીદવી જોઈએ.

ભારતમાં બીએસ-6 નોર્મ્સ લાગુ થયા પછી બધી જ ઓટો કંપનીઓ ડીઝલની કાર ખુબ જ ઓછી બનાવી રહી છે. ડીઝલ કારના ઘણા નુકશાન પણ છે. પેટ્રોલની સરખામણીમાં ડીઝલ કાર વધુ NO2 નું ઉત્સર્જન કરે છે. જે વાતાવરણની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આ કારણે જ દિલ્હી જેવા શહેરમાં CNG અને ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

પેટ્રોલની સરખામણીમાં ડીઝલ કાર પર સર્વિસિંગમાં વધુ ખર્ચ થાય છે. જેમ જેમ ડીઝલ કાર જૂની થતી જાય છે તેમ તેમ પેટ્રોલ કારની સરખામણીમાં મેન્ટેન્સમાં ખર્ચમાં વધારો થતો જાય છે. આ સિવાય પેટ્રોલ એન્જિનની સરખામણીમાં ડીઝલ એન્જીનનું આયુષ પણ ઓછું હોય છે.પેટ્રોલ કરતા ડીઝલ કાર વધુ મોંઘી : સૌથી ખાસ વાત એ છે કે, જ્યારે તમે ડીઝલ કાર ખરીદો છો તો તે પેટ્રોલ કારની સરખામણીમાં વધુ મોંઘી થાય છે. જે ખરીદતી વખતે ચૂકવવી પડે છે. તેવામાં તમે વિચારી શકો છો કે, બચત કેમાં વધુ થાય છે. એક ખાસ એ છે કે, ડીઝલ કારની રીસેલ વેલ્યુ ખુબ જ ઓછી છે.

ઇન્શ્યોરન્સ પ્રીમિયમ : ડીઝલ કારનો ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પણ વધુ લાગે છે. તેવામાં જો તમારે વધુ લાંબી મુસાફરી નથી કરવી પડતી તો પેટ્રોલ કાર જ ખરીદવામાં વધુ સગવડ છે. ડીઝલ કાર એ લોકો માટે ફાયદાકારક છે જેમને સતત લાંબી મુસાફરી કરવાની જરૂર હોય છે.

જો બાઈકની વાત કરવામાં આવે તો અહીં પણ કારનો જ નિયમ લાગુ પડે છે. જો તમારે દરરોજ 10 થી 15 કિલોમીટરની મુસાફરી કરવાની છે તો માઈલેજ વાળી બાઈક પાછળ ભાગવાની જરૂર નથી. તેનાથી કંઈ વધુ બચત નથી થવાની. જો કે જો ફિલ્ડની જોબ છે તો દરરોજ લાંબી મુસાફરી કરવી પડે છે તો ઘણી સારી એવી માઈલેજ વાળી બાઈક વિકલ્પમાં રહેલ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment