આ રાશિના લોકોની કુંડળીમાં હોય છે લવ મેરેજનો મોટો યોગ ! પોતાની પસંદ સાથે જ કરે છે લગ્ન.

મિત્રો જેમ કે તમે જાણતા હશો કે હિંદુ ધર્મમાં લોકો કુંડળીમાં વધુ માનતા હોય છે. આથી જ તેઓ લગ્ન સમયે યુવક યુવતીની કુંડળી મેચ કરતા હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં કુંડળીનું વિશેષ મહત્વ હોય છે. લગ્ન કુંડળીના ગ્રહો અનુસાર યુવક-યુવતીના લગ્ન થતા હોય છે. તેમજ યુવક-યુવતીની રાશિ અનુસાર પણ ગ્રહો તેમના પર પ્રભાવ નાખતા હોય છે. આથી જ કોઈ વિશેષ રાશિના જાતકોના નસીબમાં લવ મેરેજનો યોગ બનતો હોય છે. ચાલો તો આપણે જાણી લઈએ કંઈ રાશિના લોકોમાં લવ મેરેજનો યોગ બને છે.

હિંદુ ધર્મમાં લગ્ન સમયે યુવક-યુવતીની કુંડળી મેળવવામાં આવે છે. જો કે ઘણા લોકો આ પરંપરામાં નથી માનતા હોતા. ખાસ કરીને લવ મેરેજમાં. જ્યોતિષમાં કુંડળીનું વિશેષ મહત્વ હોય છે. કુંડળી દ્વારા વ્યક્તિ વિશે ઘણું જાણી શકાય છે. ચાલો તો જાણી લઈએ ક્યાં રાશિના જાતકોની કુંડળીમાં લવ મેરેજનો યોગ બનતો હોય છે.

મેષ રાશિ : મેષ રાશિના જાતકો ખુબ જ ભાવુક હોય છે અને જે લોકોને તે પ્રેમ કરતા હોય છે તેના પર સંપૂર્ણ વિશ્વાસ રાખતા હોય છે. આ લોકો પોતાના દરેક સંબંધને મહત્વ આપે છે. તેમજ તે સંબંધને ટકાવી રાખવા માટે ખુબ જ મહેનત કરે છે. મેષ રાશિના લોકો વિશેષ રૂપે પોતાના સારા મિત્રો માંથી અથવા તો પોતાના ગ્રુપમાંથી કોઈને પ્રેમ કરી બેસે છે અને તેની સાથે જ લગ્ન કરે છે.વૃષભ રાશિ : આ લોકો ખુબ દ્રઢ નિશ્ચયી અને મહેનતુ હોય છે. આ લોકોને બહુ ઓછી વસ્તુ પસંદ આવે છે. સ્વભાવથી તેઓ ખુબ જિદ્દી હોય છે. જો તે એમ નક્કી કરી લે કે પોતે પોતાના પાર્ટનર સાથે જ લગ્ન કરશે તો તેના આ નિર્ણયને કોઈ બદલી શકતું નથી. આ લોકો પોતાના સમસ્યાનો પોતે જ ઉકેલ લાવે છે.

મિથુન રાશિ : પોતાના રમુજી તેમજ સામાજિક સ્વભાવને કારણે આ લોકો ઘણા લોકોને પોતાની તરફ આકર્ષી લે છે. તેઓ પોતાના કામ અને દોસ્તને લઈને ગંભીર નથી રહેતા. પણ પાર્ટનરની પસંદગી તેઓ પોતે જ કરે છે. તેઓ એ લોકો સાથે જ મેરેજ કરે છે. જે તેમના નખરા ઝીલી શકતા હોય. આથી તેઓ એ વ્યક્તિ સાથે જ મેરેજ કરે છે, જેને તેઓ પહેલેથી જાણતા હોય.ધન રાશિ : આ રાશિના લોકો ખુબ જ વ્યવસ્થિત હોય છે. તેઓ જે રીતે ઈચ્છે તે રીતે પોતાની જિંદગી જીવતા હોય છે. ધન રાશિના લોકો પોતાની મરજીથી લગ્ન કરતા હોય છે. આ લોકો અરેંજ મેરેજથી દુર ભાગતા હોય છે અને પોતાની પસંદનો જ પાર્ટનર પસંદ કરે છે. આ લોકો પોતાના પાર્ટનર સાથે હર એક કિંમત પર સાથે ઉભા રહે છે.

મકર રાશિ : મકર રાશિના લોકો જે વ્યક્તિને પ્રેમ કરે છે તેનો સાથ કોઈ પણ કિંમતે નથી છોડતા. બાળપણથી જેને પ્રેમ કરતા હોય અને બદલા તે પણ તેને પ્રેમ કરે અને લગ્ન કરી લે તો આ મકર રાશિના લોકો માટે પોતાના સપના સાકાર થવા જેવું બને છે. આ લોકો પોતાની પસંદ સાથે કોઈ પણ જગ્યાએ સમાધાન નથી કરતા. આથી આ લોકોની મોટાભાગે લવ મેરેજ જ થાય છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment